૪૨) જ્યારે કે તમે નજીકના કિનારા પર હતા અને તેઓ દૂરના કિનારે હતા અને લશ્કરો તમારા કરતા નીચલા ભાગમાં હતા, જો તમે અંદરઅંદર વચન કરતા તો, નિ:શંક તમે નક્કી કરેલ સમય પર પહોંચવામાં મોડા પડી જતાં, પરંતુ અલ્લાહને તો એક કાર્ય કરી જ નાંખવાનું હતું, જે નક્કી થઇ ગયું હતું, જેથી જે નષ્ટ થાય તે પુરાવા સાથે થાય, અને જે જીવિત રહે તે (સત્યને પારખીને) પુરાવા સાથે જીવિત રહે, નિ:શંક અલ્લાહ ઘણો જ સાંભળનાર, ખૂબ જાણવાવાળો છે.