૬૬) હવે અલ્લાહ તમારો ભાર હળવો કરે છે, તે ખૂબ જાણે છે કે તમારામાં નબળાઇ છે, બસ ! જો તમારામાં એક સો લોકો ધીરજ રાખનારા હશે, તો તે બસો પર વિજય મેળવશે અને જો તમારામાં એક હજાર લોકો હશે તો તે અલ્લાહના આદેશથી બે હજાર પર વિજય મેળવશે, અલ્લાહ ધીરજ રાખનાર લોકોની સાથે છે.