૧૫) અને જ્યારે તેમની સમક્ષ અમારી આયતો પઢવામાં આવે છે જે તદ્દન સ્પષ્ટ છે, તો આ લોકો, જેમને અમારી પાસે પાછા ફરવાની શ્રદ્ધા નથી, એવું કહે છે કે આના સિવાય બીજું કુરઆન લઇ આવો અથવા આમાં કંઈક સુધારોવધારો કરી દો, તમે એવું કહી દો કે મને આ અધિકાર નથી કે હું મારા તરફથી આ (કુરઆન)માં સુધારોવધારો કરું, બસ ! હું તો તેનું જ અનુસરણ કરીશ, જે મારી પાસે વહી દ્વારા પહોંચ્યું છે, જો હું મારા પાલનહારની અવજ્ઞા કરું, તો હું એક મોટા દિવસની યાતનાનો ડર રાખુ છું.