૧૮) અને આ લોકો અલ્લાહ સિવાય એવી વસ્તુઓની બંદગી કરે છે જે ન તો તેમને નુકસાન પહોંચાડી શકે છે અને ન તો તેમને ફાયદો પહોંચાડી શકે છે અને કહે છે કે આ લોકો અલ્લાહની સમક્ષ અમારા માટે ભલામણ કરશે. તમે કહી દો કે શું તમે અલ્લાહને એવી વસ્તુની જાણ આપો છો જે અલ્લાહ તઆલાને ખબર નથી, ન આકાશોમાં અને ન ધરતીમાં, તે પવિત્ર અને સર્વગ્રાહી છે તે લોકોના ભાગીદાર ઠેરાવવાથી.