૧૦૪) તમે કહી દો કે હે લોકો ! જો તમે મારા દીન વિશે શંકા કરતા હોવ, તો હું તે પૂજ્યોની બંદગી નથી કરતો જેમની તમે અલ્લાહને છોડીને બંદગી કરો છો, પરંતુ હાં તે અલ્લાહની બંદગી કરું છું, જે તમારા પ્રાણ કાઢે છે અને મને આ આદેશ આપવામાં આવ્યો છે કે હું ઇમાન લાવનારા લોકો માંથી છું.