૧૦૮) તમે કહી દો કે હે લોકો ! તમારી પાસે સત્ય તમારા પાલનહાર તરફથી પહોંચી ગયું છે એટલા માટે જે વ્યક્તિ સત્ય માર્ગ પર આવી જાય તો તે પોતાના માટે સત્ય માર્ગે આવશે અને જે વ્યક્તિ ગેરમાર્ગે રહેશે તો તેનું ગેરમાર્ગે રહેવું તેના પર જ પડશે અને મને તમારા પર વાલી બનાવવામાં નથી આવ્યો.