૧૭) શું તે વ્યક્તિ, જે પોતાના પાલનહારની દલીલ પર હોય અને તેની સાથે અલ્લાહનો સાક્ષી હોય અને તેના પહેલા મૂસા (અ.સ.)ની કિતાબ (ની સાક્ષી આપે) જે કૃપા અને માર્ગદર્શન આપનારી છે, (બીજા જેવા હોઇ શકે છે ?) આ જ લોકો છે જેઓ આના પર ઇમાન રાખે છે અને દરેક સમૂદાયો માંથી જે કોઈ આનો ઇન્કાર કરે તેનું છેલ્લું ઠેકાણું જહન્નમ છે, બસ ! તમે તે (કિતાબ વિશે) કોઈ શંકામાં ન રહો, નિ:શંક આ તમારા પાલનહાર તરફથી સત્ય છે, પરંતુ વધારે પડતા લોકો ઇમાન નથી લાવતા.