૫૭) બસ ! જો તમે મોઢું ફેરવો તો ફેરવો, હું તો તમારી પાસે તે આદેશો પહોંચાડી ચૂક્યો જે આપીને મને તમારી પાસે મોકલવામાં આવ્યો હતો, મારો પાલનહાર તમારી જગ્યા પર બીજા લોકોને લાવી દેશે અને તમે તેનું કંઈ પણ બગાડી શકતા નથી, નિ:શંક મારો પાલનહાર દરેક વસ્તુની દેખરેખ રાખનાર છે.