૮૪) અને અમે મદયનના લોકો તરફ તેમના ભાઇ શુઐબ (અ.સ.)ને મોકલ્યા, તેમણે કહ્યું કે હે મારી કોમના લોકો ! અલ્લાહની બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ પૂજ્ય નથી અને તમે તોલમાપમાં પણ કમી ન કરો, હું તો તમને ખુશ જોઇ રહ્યો છું અને મને તમારા પર ઘેરી લેનાર પ્રકોપનો ભય છે.