૧૬) તમે પૂછો કે, આકાશો અને ધરતીનો પાલનહાર કોણ છે ? કહી દો કે “અલ્લાહ”. કહી દો કે, શું તો પણ તેને છોડીને બીજા પાસે મદદ માંગો છો. જે પોતે પોતાના પ્રાણના પણ સાચા અને ખોટાનો અધિકાર નથી ધરાવતા, કહી દો કે, શું આંધળો અને જોઇ શકનાર બન્ને સરખા હોઇ શકે છે ? અથવા શું અંધકાર અને પ્રકાશ સરખા હોઇ શકે છે ? શું આ લોકો, જેમને અલ્લાહના ભાગીદાર ઠેરવી રહ્યા છે, તેમણે પણ અલ્લાહ જેવું જ સર્જન કર્યું છે ? કે તેમના માટે સર્જનની બાબત શંકાસ્પદ થઇ ગઇ છે ? કહી દો કે ફકત અલ્લાહ જ દરેક વસ્તુનો સર્જનહાર છે, તે એકલો છે અને જબરદસ્ત પ્રભાવશાળી છે.