તમારી પત્નિ જે કંઇ છોડી મૃત્યુ પામે અને તેણીઓના સંતાન ન હોય તો અડધો ભાગ તમારો છે અને જો તેણીના સંતાન હોય તેણીએ છોડેલા વારસા માંથી તમારા માટે ચોથો ભાગ છે, તે વસિય્યત પુરી કર્યા પછી જે તેણીએ કરી હોય અથવા ઉધાર ચુકવી દીધા પછી. અને જે (વારસો) તમે છોડી જાઓ તેમાં તેણીઓ માટે ચોથો ભાગ છે જો તમારા સંતાન ન હોય તો અને જો તમારા સંતાન હોય તો પછી તેમને તમારા વારસાનો આઠમો ભાગ મળશે, તે વસિય્યત પછી જે તમે કરી હોય અથવા ઉધાર ચુકવી દીધા પછી અને જેમનો વારસો લેવામાં આવે છે તે પુરૂષ અથવા સ્ત્રી કલાલહ હોય એટલે કે તેના પિતા અને સંતાન ન હોય અને તેનો એક ભાઇ અથવા એક બહેન હોય તો તે બન્નેનો છઠ્ઠો ભાગ છે અને જો તેનાથી વધારે હોય તો એકતૃત્યાંશમાં સૌ ભાગીદાર છે, તે વસિય્યત પછી જે તમે કરી હોય અથવા ઉધાર ચુકવી દીધા પછી. જ્યારે કે બીજાને નુકસાન ન પહોંચાડયું હોય, આ નક્કી કરેલ અલ્લાહ તઆલા તરફથી છે અને અલ્લાહ તઆલા જ્ઞાનવાળો અને ધૈર્યવાન છે.


الصفحة التالية
Icon