૨૦) જાણી લો કે દૂનિયાનું જીવન ફકત રમત-ગમત, શણગાર અને એક- બીજામાં અહંકાર અને ધન તથા સંતાનો બાબતે એક બીજાના દેખાદેખીમાં પોતાને શ્રેષ્ઠ બતાવવાનું છે, જેવી રીતે કે વરસાદ અને તેની પેદાવાર ખેડુતોને લુભાવે છે, પછી જ્યારે તે સુકી પડી જાય છે તો પીળા રંગમાં તમે તેને જૂઓ છો, પછી તે ચુરે ચુરા થઇ જાય છે. અને આખેરતમાં સખત યાતના અને અલ્લાહની માફી અને રજામંદી છે, અને દૂનિયાનું જીવન ફકત ધોકો જ છે, તે વગર કાંઇ નથી.