૭)   શું  તમે  નથી  જોયું  કે  અલ્લાહ  આકાશોની  અને  ધરતીની  દરેક વસ્તુથી વાકેફ છે. ત્રણ માનવીઓની વાતચીત નથી થતી પરંતુ અલ્લાહ તેમાંથી ચોથો હોય છે અને પાંચની પરંતુ તેમાંથી છઠ્ઠો તે હોય છે અને તેનાથી ઓછાની અને વધારેની પરંતુ તે સાથે જ હોય છે,  જ્યાં  પણ  તેઓ  હોય.  ફરી  કયામતના  દિવસે  તેમને  તેમના કાર્યોથી ખબરદાર કરશે, નિ:શંક અલ્લાહ તઆલા દરેક વસ્તુથી વાકેફ છે.