ﰉ
surah.translation
.
من تأليف:
رابيلا العُمري
.
ﰡ
૧) સોગંદ છે રાત્રિના જ્યારે છવાઇ જાય.
૨) સોગંદ છે દિવસ ના જ્યારે પ્રકાશિત થાય.
૩) સોગંદ છે તે હસ્તીના જેણે નર અને માદાનું સર્જન કર્યુ.
૪) નિ:શંક તમારો પ્રયાસ વિવિધ પ્રકારનો છે.
૫) જેણે આપ્યું (અલ્લાહના રસ્તામાં) અને ડર્યો (પોતાના પાલનહાર થી)
ﯘﯙ
ﰅ
૬) અને સદવાતોની પૃષ્ઠિ કરતો રહશે.
ﯛﯜ
ﰆ
૭) તો અમે પણ તેને સરળ રસ્તાની સહુલત કરી દઇશું
૮) પરંતુ જેણે કંજુસી કરી અને બેપરવાહી દાખવી.
ﯣﯤ
ﰈ
૯) અને સદવાતોને જુઠલાવી.
ﭑﭒ
ﰉ
૧૦) તો અમે પણ તેની તંગી અને મુશ્કેલીનો સામાન સરળ કરી દઇશું.
૧૧) તેનું ધન તેને (ઉંધા) પડતી વખતે કશું કામ નહીં લાગે.
૧૨) નિ:શંક રસ્તો બતાવવો અમારા શિરે છે.
૧૩) અને અમારા જ હાથમાં છે આખિરત અને દુનિયા.
૧૪) મેં તો તમને ભડકે બળતી આગથી સચેત કરી દીધા છે.
૧૫) જેમાં ફકત તે જ વિદ્રોહી દાખલ થશે.
૧૬) જેણે જુઠલાવ્યું અને (તેના અનુસરણથી) મોઢું ફેરવી લીધું.
ﭱﭲ
ﰐ
૧૭) અને તેનાથી એવો વ્યક્તિ દૂર રાખવામાં આવશે જે ખુબ જ સંયમી હશે.
૧૮) જે પવિત્ર થવા માટે પોતાનું ધન આપે છે.
૧૯) કોઇનો તેના પર કોઇ ઉપકાર નથી કે જેનો બદલો આપવામાં આવતો હોય.
૨૦) પરંતુ ફકત પોતાના પાલનહાર ઇઝઝતવાળા તથા સર્વોચ્ચ ની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે.
ﮆﮇ
ﰔ
૨૧) નિ:શંક તે (અલ્લાહ પણ) નજીકમાં રાજી થઇ જશે.