૪૧) જાણી લો કે તમે જે પ્રકારની પણ ગનીમત (યુદ્ધમાં મળેલ માલ) પ્રાપ્ત કરો, તેમાંથી પાંચમો ભાગ અલ્લાહ અને તેના પયગંબર માટે છે, અને સગાં સંબંધીઓ માટે અને અનાથો તથા લાચારો માટે અને મુસાફરો માટે, જો તમે અલ્લાહ પર ઈમાન ધરાવતા હોવ અને તે વસ્તુ પર જેને અમે પોતાના બંદા પર તે દિવસે અવતરિત કર્યુ છે, જે દિવસ સત્ય અને અસત્યની વચ્ચે તફાવતનો હતો, જે દિવસે બે લશ્કર લડ્યા હતા, અલ્લાહ દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે.


الصفحة التالية
Icon