ﯼ
                    surah.translation
            .
            
    
                                    من تأليف: 
                                            رابيلا العُمري
                                                            .
                                                
            ﰡ
                                                                                                                
                                    ﮢﮣ
                                    ﰀ
                                                                        
                    ૧)  ડુબીને સખ્તીથી ખેંચવાવાળાઓ ના સોગંદ.
                                                                        
                                                                                                                
                                    ﮥﮦ
                                    ﰁ
                                                                        
                    ૨)  બંધ ખોલીને છોડાવી દેનારાઓ ના સોગંદ.
                                                                        
                                                                                                                
                                    ﮨﮩ
                                    ﰂ
                                                                        
                    ૩)  અને તરવા-ફરનારાઓ ના સોગંદ.
                                                                        
                                                                                                                
                                    ﮫﮬ
                                    ﰃ
                                                                        
                    ૪)  પછી દોડીને આગળ વધનારાઓ ના સોગંદ.
                                                                        
                                                                                                                
                                    ﮮﮯ
                                    ﰄ
                                                                        
                    ૫)  પછી કાર્યની વ્યવસ્થા કરનારાઓ ના સોગંદ.
                                                                        ૬)  જે દિવસ ધ્રુજવાવાળી ધ્રુજશે.
                                                                        
                                                                                                                
                                    ﯖﯗ
                                    ﰆ
                                                                        
                    ૭)  ત્યારપછી એક પાછળ આવવાવાળી (પાછળ-પાછળ) આવશે.
                                                                        ૮)  (કેટલાક) હૃદય તે દિવસે ધડકી રહ્યા હશે.
                                                                        
                                                                                                                
                                    ﯝﯞ
                                    ﰈ
                                                                        
                    ૯)  તેમની આંખો ઝુકેલી હશે.
                                                                        ૧૦) કહે છે કે શું અમે ફરી પહેલાની સ્થિતિમાં લાવવામાં આવીશું ?
                                                                        ૧૧) શું તે વખતે જ્યારે કે અમે ઓગળી ગયેલા હાડકા થઇ જઇશું ?
                                                                        ૧૨) કહે છે, પછી તો આ પાછુ ફરવુ નુકશાનકારક છે.
                                                                        ૧૩) (ખબર હોવી જોઇએ ) બસ આ એક (ડરાવની) ઝાટકણી છે.
                                                                        ૧૪) પછી (જેના પ્રકટ થવાની સાથે જ) તેઓ તરત જ મેદાનમાં ભેગા થઇ જશે.
                                                                        ૧૫) શું મૂસા (અ.સ.) ની વાત તમને નથી પહોંચી ?
                                                                        ૧૬) જ્યારે પવિત્ર ઘાટી “તુવા” માં તેને તેના પાલનહારે પોકાર્યો.
                                                                        ૧૭) (કે) તમે  ફિરઔન પાસે જાઓ, નિ:શંક તે વિદ્રોહી બની ગયો છે.
                                                                        ૧૮) અને તેને કહો, શું તું પવિત્ર થવા માગે છે ?
                                                                        ૧૯) અને હું તારા પાલનહાર તરફ માર્ગદર્શન કરું જેથી તુ (તેનાથી) ડરવા લાગે.
                                                                        ૨૦) પછી તેને મોટી નિશાની બતાવી.
                                                                        
                                                                                                                
                                    ﭧﭨ
                                    ﰔ
                                                                        
                    ૨૧) તો તેણે જુઠલાવ્યું અને અવગણના કરી.
                                                                        ૨૨) પછી પીઠ બતાવીને દોડવા લાગ્યો.
                                                                        
                                                                                                                
                                    ﭮﭯ
                                    ﰖ
                                                                        
                    ૨૩) પછી સૌને ભેગા કરી પોકાર્યા.
                                                                        ૨૪) તમારા સૌનો પાલનહાર હું જ છું.
                                                                        ૨૫)  તો  (સૌથી  ઊંચો)  અલ્લાહએ  પણ  તેને  પરલોક  અને  સંસારની યાતનામાં ઘેરી લીધો.
                                                                        ૨૬) હકીકતમાં આમાં તેઓ માટે શિક્ષા છે જેઓ ડરે છે.
                                                                        ૨૭) શું તમારૂ સર્જન વધુ કઠિન છે કે આકાશ નું ? અલ્લાહએ તેનું સર્જન કર્યુ.
                                                                        ૨૮) તેની છત ઊંચી ઉઠાવી અને તેને સંતુલન આપ્યું.
                                                                        ૨૯) અને તેની રાત અંધારી બનાવી અને દિવસને પ્રકાશિત કર્યો.
                                                                        ૩૦) અને ત્યારપછી ધરતીને (સમતોલ) પાથરી દીધી.
                                                                        ૩૧) તેનાથી પાણી અને ઘાસ-ચારો ઉપજાવ્યો.
                                                                        
                                                                                                                
                                    ﮞﮟ
                                    ﰟ
                                                                        
                    ૩૨) અને પર્વતોને (સખત) ખોડી દીધા.
                                                                        ૩૩) આ બધુ તમારા અને તમારા પશુઓના લાભ માટે (છે).
                                                                        ૩૪) તો જ્યારે મોટી આફત (પ્રલય) આવશે.
                                                                        ૩૫) તે દિવસ માનવી પોતાના કર્મોને યાદ કરશે.
                                                                        ૩૬) અને (દરેક) જોવાવાળા સામે જહન્નમ દેખીતી કરી દેવામાં આવશે.
                                                                        ૩૭) તો જે (માનવીએ) અવજ્ઞા કરી (હશે).
                                                                        ૩૮) અને દુન્યવી જીવનને પ્રાથમિકતા આપી (હશે).
                                                                        ૩૯) (તેનું) ઠેકાણું જહન્નમ જ છે.
                                                                        ૪૦) હા ! જે વ્યક્તિ પોતાના પાલનહાર સામે ઉભો રહેવાથી ડરતો રહ્યો હશે, અને પોતાના મનને મનમાની કરવાથી રોકી રાખ્યું હશે.
                                                                        ૪૧) તો ચોક્કસ પણે તેનું ઠેકાણું જન્નત જ છે.  
                                                                         ૪૨) લોકો તમારાથી કયામત આવવાનો સમય પૂછે છે. 
                                                                         ૪૩) તમને તેની ચર્ચા કરવાની શી જરૂર ?  
                                                                        ૪૪) તેનું જ્ઞાન તો અલ્લાહ પાસે જ છે. 
                                                                         ૪૫) તમે તો ફકત તેનાથી ડરવાવાળાઓ ને સચેત કરનારા છો.  
                                                                         ૪૬) જે દિવસ તેઓ તેને જોઇ લેશે તો એવું લાગશે કે ફકત દિવસની એક સાંજ અથવા તેની પહોર (દુનિયામાં)  રોકાયા છે.