surah.translation
            .
            
                                    من تأليف: 
                                            رابيلا العُمري
                                                            .
                                                
            
                                                                                                            ﰡ
                                                                                        
                    
                                                                                    ૧)  નિ:શંક અમે આ (કુરઆન) ને કદ્રની રાતમાં ઉતાર્યુ.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨)  તને શું ખબર કે કદ્રની રાત શું છે ?
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩)  કદ્રની રાત એક હજાર મહીનાઓ થી ઉત્તમ છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪)  તે (રાતમાં દરેક કાર્ય) કરવા માટે પોતાના પાલનહારના આદેશથી ફરિશ્તાઓ અને રૂહ (જિબ્રઇલ ) ઉતરે છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૫) આ રાત્રિ સંપૂર્ણ સલામતી વાળી હોય છે અને પરોઢના ઉદય સુધી (રહે છે).