ﯪ
                    surah.translation
            .
            
    
                                    من تأليف: 
                                            رابيلا العُمري
                                                            .
                                                
            ﰡ
૧)  ધરતી  અને  આકાશોની  દરેક  દરેક  વસ્તુઓ  અલ્લાહ  તઆલાની પવિત્રતાનું  વર્ણન  કરી  રહી  છે  અને  તે  જ  વિજયી  અને હિકમતવાળો છે.
                                                                        ૨)  હે ઇમાનવાળાઓ ! તમે તે વાત કેમ કહો છો જે (પોતે) કરતા નથી.
                                                                        ૩)  તમે જે કરતા નથી તે કહેવું, અલ્લાહ તઆલાને સખત નાપસંદ છે.
                                                                        ૪)   નિ:શંક અલ્લાહ તઆલા તે લોકોને પસંદ કરે છે જે લોકો તેના માર્ગમાં કતારબંધ જેહાદ કરે છે. જેવું કે સીસુ પીગળાયેલી દીવાલ હોય.
                                                                        ૫)  અને (યાદ કરો) જ્યારે કે મૂસાએ પોતાની કોમને કહ્યું “ હે મારી કોમના લોકો! તમે મને કેમ સતાવી રહ્યા છો જ્યારે કે તમે (ખૂબ સારી રીતે) જાણો છો કે હું તમારી સમક્ષ અલ્લાહનો પયગંબર છું. બસ જ્યારે તે લોકો આડા જ રહ્યા તો અલ્લાહએ તેમના દિલોને (વધારે) આડા કરી દીધા અને અલ્લાહ તઆલા અવજ્ઞાકારી લોકોને સાચો માર્ગ નથી આપતો.
                                                                        ૬)   અને જ્યારે મરયમ ના પુત્ર ઇસાએ કહ્યું હે (મારી કોમ) બની ઇસ્રાઇલ ! હું તમારા દરેક લોકો તરફ અલ્લાહનો પયગંબર છું, આ પહેલાનું પુસ્તક તૌરાતને હું સમર્થન આપું છું અને મારા પછી આવનાર એક પયગંબરની હું તમને શુભ સુચના આપનારો છું, જેનું નામ અહમદ છે, પછી જ્યારે તે તેમની પાસે ખુલ્લા પૂરાવા લાવ્યા તો કહેવા લાગ્યા કે આ તો ખુલ્લુ જાદુ છે.
                                                                        ૭)   તે વ્યક્તિથી વધારે અત્યાચારી કોણ હશે જે અલ્લાહ પર જુઠુ ઘડે,જ્યારે કે તે ઇસ્લામ તરફ બોલાવવામાં આવે છે અને અલ્લાહ આવા અત્યાચારીઓને સત્ય માર્ગ નથી આપતો
                                                                        ૮)  તે ઇચ્છે છે કે અલ્લાહના પ્રકાશ ને પોતાના મોઢા વડે ઓલવી દેં અને અલ્લાહ પોતાના પ્રકાશ ને સંપૂર્ણ કરીને જ રહેશે, ભલે ઇન્કારીઓને ખરાબ લાગે.
                                                                        ૯) તે જ છે જેણે પોતાના પયગંબરને સત્ય માર્ગ અને સાચો ઘર્મ આપીને મોકલ્યા, જેથી તેમને દરેક ઘર્મો પર વિજેતા બનાવી દે, ભલેને (અલ્લાહના)  ભાગીદાર ઠેરવનારા રાજી ન હોય.
                                                                        ૧૦) હે ઇમાનવાળાઓ ! શું હું તમને તે વેપાર બતાવું જે તમને દુ:ખદાયી યાતનાથી બચાવી લે ?
                                                                        ૧૧) અલ્લાહ તઆલા અને તેના રસૂલ પર ઇમાન લાવો અને અલ્લાહના માર્ગમાં પોતાનું ધન અને તન વડે જિહાદ કરો આ તમારા માટે ઉત્તમ છે જો તમે જાણતા હોવ.
                                                                        ૧૨)  અલ્લાહ  તઆલા  તમારા  ગુનાહ  માફ  કરી  દેશે  અને  તમને  તે જન્નતોમાં પહોંચાડશે જેના નીચે નહેરો વહી રહી હશે અને ચોખ્ખા ઘરોમાં જે જન્નત અદ્દ ન (જન્નતના નામોમાંથી એક નામ) માં હશે, આ ખૂબ ભવ્ય સફળતા છે.
                                                                        ૧૩) અને તમને એક બીજી (નેઅમત) પણ આપશે જેને તમે ઇચ્છો છો, તે અલ્લાહની  મદદ  અને  ઝડપી  વિજય  છે,  ઇમાનવાળાઓને  શુભ સુચના આપી દો.
                                                                        ૧૪) હે ઇમાનવાળાઓ ! તમે અલ્લાહ તઆલાના મદદ કરનારા બની જાવ, જેવી રીતે મરયમના દિકરા ઇસા એ પોતાના સાથીઓને કહ્યું, કોણ  છે  જે  અલ્લાહના  માર્ગમાં  મારો  મદદ  કરનાર  બને  ? સાથીઓએ કહ્યું અમે અલ્લાહના માર્ગમાં મદદ કરનાર છે,  બસ ! બની ઇસ્રાઇલમાંથી એક જૂથ ઇમાન લાવ્યો અને એક જૂથે ઇન્કાર કર્યો. તો અમે મોમીનોને તે શત્રુઓના વિરૂધ્ધ મદદ કરી , બસ ! તેઓ વિજયી થઇ ગયા.