surah.translation
            .
            
                                    من تأليف: 
                                            رابيلا العُمري
                                                            .
                                                
            
                                                                                                                                                        
                    
                                                                                    અલ્લાહ ના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                     ઘણો જ કૃપાળુ, અત્યંત દયાળુ,
                                                                         
                                                                                                                                        
                    
                                                                                     બદલાના દિવસ (કયામત) નો માલિક છે. 
                                                                         
                                                                                                                                        
                    
                                                                                     અમે ફકત તારી જ બંદગી કરીએ છીએ અને ફકત તારી જ પાસે મદદ માંગીએ છીએ.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                     અમને સત્ય (અને સાચો) માર્ગ બતાવ.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                     તે લોકો ના માર્ગ પર જેમના પર તે કૃપા કરી,તે લોકોના (માર્ગ) પર નહી, જેમના પર ક્રોધિત થયો અને ન પથભ્રષ્ટોના.