ﯵ
                    surah.translation
            .
            
    
                                    من تأليف: 
                                            رابيلا العُمري
                                                            .
                                                
            ﰡ
૧)  (મુહમ્મદ સ.અ.વ.) તમે કહી દો કે મને વહી કરવામાં આવી છે કે જિન્નાતોના એક જૂથે (કુરઆન) સાંભળ્યુ અને કહ્યુ કે અમે અદ્- ભૂત કુરઆન સાંભળ્યુ છે.
                                                                        ૨)  જે સીધા માર્ગ તરફ માર્ગદર્શન કરે છે. અમે તેના પર ઇમાન લઇ આવ્યા.  (હવે)  અમે  કદાપિ  કોઇને  પણ  પોતાના  પાલનહારનો ભાગીદાર નહી ઠેરવીએ.
                                                                        ૩)  અને નિ:શંક અમારા પાલનહારનું ગૌરવ ખુબ જ ઉચ્ચ છે. ન તેણે કોઇને (પોતાની) પત્નિ બનાવી અને ન તો દીકરો.
                                                                        ૪)  અને એ કે આપણામાં નો મૂર્ખ અલ્લાહ વિશે સત્ય વિરૂધ્ધ વાત
                                                                        ૫)  અને અમે તો એવું જ સમજતા રહ્યા કે શક્ય નથી કે માનવી અને જિન્નાત અલ્લાહ પર જૂઠ રચે.
                                                                        ૬)   વાત  એવી  છે  કે  કેટલાક  માનવીઓ  કેટલાક  જિન્નાતોથી  શરણ માંગતા હતા. જેનાથી જિન્નાતો પોતાની પથભ્રષ્ટતામાં વધી ગયા.
                                                                        ૭)  અને  (માનવીઓ)  એ  પણ  જિન્નાતો  જેવું  અનુમાન  કર્યુ  હતુ  કે અલ્લાહ કોઇને પણ નહીં મોકલે. (અથવા તો કોઇને બીજીવાર જીવીત નહીં કરે)
                                                                        ૮)  અને અમે આકાશને ચકાસ્યું તો તેને સખત ચોકીદારો અને સખત અંગારાઓ થી છવાયેલુ જોયુ.
                                                                        ૯)  તે પહેલા અમે વાતો સાંભળવા માટે આકાશમાં જ્ગ્યાએ જ્ગ્યાએ બેસી જતા હતા, હવે જે પણ કાન લગાવે છે તે એક અંગારાને પોતાની લાગમાં જૂએ છે.
                                                                        ૧૦) અમે નથી જાણતા કે ધરતીવાળાઓ સાથે કોઇ ખરાબ વર્તનનો ઇરાદો છે અથવા તેમના પાલનહારનો ઇરાદો તેમની સાથે ભલાઇનો છે.
                                                                        ૧૧) અને એ કે (નિ:શંક) કેટલાક તો અમારામાં સદાચારીઓ છે. અને કેટલાક તેના વિરૂધ્ધ પણ છે, અમે વિવિધ રીતે વહેંચાયેલા છીએ.
                                                                        ૧૨) અને અમે સમજી લીધુ કે અમે અલ્લાહ તઆલાને ધરતી પર કદાપિ અક્ષમ નહી કરી શકીએ અને ન અમે દોડીને તેને હરાવી શકીએ છીએ.
                                                                        ૧૩) અમે તો સત્ય માર્ગની વાત સાંભળતા જ તેના પર ઇમાન લાવ્યા અને જે પણ પોતાના પાલનહાર પર ઇમાન લાવશે, તેને ન કોઇ નુકસાન નો ભય હશે અને ન તો અત્યાચારનો.
                                                                        ૧૪) હા ! અમારામાંથી કેટલાક તો મુસલમાન છે અને કેટલાક અન્યાયી છે. બસ! જે આજ્ઞાકારી થઇ ગયા તેમણે સત્ય માર્ગ શોધી લીધો.
                                                                        ૧૫) અને જે અત્યાચારીઓ છે તે જહન્નમનું ઇંધણ બનશે.
                                                                        ૧૬) અને (હે નબી એવું પણ કહી દો) કે જો લોકો સત્ય માર્ગ પર સીધા ચાલતા તો ખરેખર અમે તેમને પુષ્કળ માત્રામાં પાણી પીવડાવતા.
                                                                        ૧૭)  જેથી  અમે  તેમની  કસોટી  કરીએ  અને  જે  વ્યક્તિ  પોતાના પાલનહારના સ્મરણથી મોઢું ફેરવી લેશે તો અલ્લાહ તઆલા તેને સખત યાતનામાં નાખી દેશે.
                                                                        ૧૮) અને મસ્જિદો ફકત અલ્લાહ માટે જ છે. બસ ! અલ્લાહ તઆલા સાથે કોઇ અન્ય ને ન પોકારો.
                                                                        ૧૯)  અને  જ્યારે  અલ્લાહનો  બંદો  તેની  બંદગી  માટે  ઉભો  થયો  તો નજીકમાં જ જૂથના જૂથ તેની ઉપર તુટી પડયા.
                                                                        ૨૦) તમે કહી દો કે હું તો ફકત મારા પાલનહારને જ પોકારૂ છું અને તેની સાથે કોઇને પણ ભાગીદાર નથી ઠેરવતો.
                                                                        ૨૧) કહી દો કે હું તમારા કોઇ નુકસાન અને ફાયદાનો અધિકાર ધરાવતો નથી.
                                                                        ૨૨) કહી દો કે મને કદાપિ કોઇ અલ્લાહથી નહી બચાવી શકે અને મને કદાપિ
                                                                        ૨૩) પરંતુ (મારું કામ) અલ્લાહની વાત અને તેના આદેશો (લોકો સુધી) પહોંચાડી દેવાનુ છે, (હવે) જે પણ અલ્લાહ અને તેના પયગંબરનું કહ્યું નહીં માને, તેના માટે જહન્નમ ની આગ છે. જેમાં આવા લોકો હંમેશા રહેશે.
                                                                        ૨૪) (તેમની આંખ નહીં ખુલે) અહીં સુધી કે તેને જોઇ લે, જેનું વચન તેમને આપવામાં આવે છે, બસ ! નજીકમાં જ જાણી લેશે કે કોના મદદગાર નિર્બળ અને કોનું જૂથ ઓછું છે.
                                                                        ૨૫) કહી દો કે મને ખબર નથી કે જેનું વચન તમને આપવામાં આવે છે, તે નજીક છે અથવા મારો પાલનહાર તેના માટે દૂરનો સમય નક્કી કરશે.
                                                                        ૨૬) તે અદૃશ્યને જાણવાવાળો છે અને તે પોતાના અદૃશ્યની જાણ કોઈને કરતો નથી.
                                                                        ૨૭) સિવાય તે પયગંબરના, જેને તે પસંદ કરી લે, પરંતુ તેની આગળ-પાછળ પણ ચોકીદાર નક્કી કરી દે છે.
                                                                        ૨૮) જેથી તેમના પાલનહારના આદેશોને પહોંચાડવાની જાણ થઇ જાય, અલ્લાહ તઆલાએ તેમની આજુબાજુ (ની દરેક વસ્તુઓ) ને ઘેરામાં લઇ રાખી છે અને દરેક વસ્તુને ગણી રાખેલ છે.