ﯹ
                    surah.translation
            .
            
    
                                    من تأليف: 
                                            رابيلا العُمري
                                                            .
                                                
            ﰡ
૧)  નિ:શંક માનવી ઉપર એક એવો સમય પણ વિત્યો છે જ્યારે તે કઇંજ નોંધપાત્ર વસ્તુ નહતો.
                                                                        ૨)  નિ:શંક અમે માનવીને મિશ્રિત વીર્યના ટીપામાંથી કસોટી માટે પૈદા કર્યો. અને તેને સાંભળવવાળો, જોવાવાળો બનાવ્યો.
                                                                        ૩)  અમે તેને માર્ગ બતાવ્યો, હવે ચાહે તો તે આભારી બને અથવા તો કૃતધ્ન.
                                                                        ૪)  નિ:શંક અમે ઇન્કારીઓ માટે સાંકળો અને તોક અને ભભૂકતી આગ તૈયાર કરી રાખી છે.
                                                                        ૫)  નિ:શંક  સદાચારી  લોકો  તે  જામ  (શરાબના  પ્યાલા)  પીશે.  જેનું મિશ્ર્રણ કપૂરનું છે.
                                                                        ૬)  જે એક ઝરણું છે, જેમાંથી અલ્લાહના બંદાઓ પીશે, તેની શાખાઓ કાઢી લઇ જશે (જ્યાં ઇચ્છશે).
                                                                        ૭)  જે નઝર (ફકત અલ્લાહ માટે માનેલી માનતા) પુરી કરે છે. અને તે દિવસથી ડરે છે જેની આપત્તિ ચારેય બાજુ ફેલાઇ જનારી છે.
                                                                        ૮)  અને અલ્લાહ તઆલાની મોહબ્બતમાં ખાવાનું ખવડાવે છે, ગરીબ, અનાથ અને કેદીઓને.
                                                                        ૯)  અમે  તો  તમને  ફકત  અલ્લાહ  તઆલા  ની  પ્રસન્નતા  માટે ખવડાવીએ  છીએ.  ન  તમારાથી  બદલો  ઇચ્છીએ  છે  અને  ન  તો આભાર.
                                                                        ૧૦) નિ:શંક અમે પોતાના પાલનહારથી તે દિવસ નો ભય રાખીએ છીએ જે ઉદાસ અને સખત હશે.
                                                                        ૧૧) બસ ! તેમને અલ્લાહ તઆલાએ તે દિવસની આપત્તિથી બચાવી લીધા અને તેમને તાજગી અને ખુશી પહોંચાડી.
                                                                        ૧૨) અને તેમને તેમની ધૈર્યના બદલામાં જન્નત અને રેશમી પોશાક આપ્યા.
                                                                        ૧૩) તે ત્યાં આસનો પર તકિયા લગાવીને બેઠા હશે, ન તો ત્યાં સૂરજનો તડકો જોશે ન ઠંડીની ઉગ્રતા.
                                                                        ૧૪) તે જન્નતોના છાયા તેમના પર ઝૂકેલા હશે અને તેના (ફળ અને) ગુચ્છા નીચે લટકેલા હશે.
                                                                        ૧૫) અને તેમના પર ચાંદીના વાસણો અને તે જામોને (શરાબના પ્યાલા) ફેરવવામાં આવશે જે કાચના હશે.
                                                                        ૧૬) કાચ પણ ચાંદીના જેને યોગ્ય પ્રમાણમાં ભર્યા હશે.
                                                                        ૧૭)  અને  તેમને  ત્યાં  તે  જામ  પીવડાવવામાં  આવશે  જેનું  મિશ્રણ ઝંજબીલ (સૂઠ,સુંકુ આદુ) નું હશે.
                                                                        ૧૮) જન્નતની એક નહેર જેનું નામ સલસબીલ છે.
                                                                        ૧૯) અને તેની આજુબાજુ ફરતા હશે તે નાના બાળકો જે હંમેશા રહેશે. જ્યારે તમે તેમને જોશો તો એવું સમજ્શો કે તેઓ વિખેરાયેલા ખરા મોતી છે.
                                                                        ૨૦) તમે ત્યાં જ્યાં પણ નજર દોડાવશો નેઅમતો જ નેઅમતો અને મહાન સત્તાને જ જોશો.
                                                                        ૨૧) તેમના શરીરો પર પાતળા રેશમના લીલા કપડા હશે અને તેમને ચાંદીના કંગનના આભૂષણ પહેરાવવામાં આવશે અને તેમને તેમનો પાલનહાર શુધ્ધ પવિત્ર શરાબ પીવડાવશે.
                                                                        ૨૨) (કહેવામાં આવશે) કે આ છે તમારા કાર્યો નો બદલો અને તમારા પ્રયાસોની કદર કરવામાં આવી.
                                                                        ૨૩) નિ:શંક અમે તમારા પર થોડું થોડું કરીને કુરઆન અવતરિત કર્યુ.
                                                                        ૨૪) બસ ! તું પોતાના પાલનહારના આદેશ પર ડટી જા. અને તેમાંથી કોઇ પાપી અથવા દુરાચારીનું કહયુ ના માન.
                                                                        ૨૫) અને પોતાના પાલનહારના નામનું સવાર સાંજ સ્મરણ કર્યા કર.
                                                                        ૨૬) અને રાત્રિના સમયે તેની સામે સજદા કર. અને રાતનો વધુ ભાગ તેની તસ્બીહ (સ્મરણ) કર્યા કર. 
                                                                         ૨૭) નિ:શંક આ લોકો ઝડપથી મળવાવાળી (દુનિયા) ને ચાહે છે. અને પોતાની પાછળ એક ભારે દિવસને છોડી દે છે.
                                                                        ૨૮) અમે તેમનું સર્જન કર્યુ અને અમે જ તેમના જોડોને અને બંધનને મજબૂત બનાવ્યા. અને અમે જ્યારે ઇચ્છીશું તેના બદલામાં તેમના જેવા બીજા લોકોને લાવીશું.
                                                                        ૨૯)  ખરેખર  આ  તો  એક  શિખામણ  છે  બસ  !  જે  ઇચ્છે  પોતાના પાલનહારના માર્ગ પર ચાલે.
                                                                        ૩૦) અને તમે નહી ઇચ્છો પરંતુ એ કે અલ્લાહ તઆલા જ ઇચ્છે. નિ:શંક અલ્લાહ તઆલા જ્ઞાનવાળો અને તત્વદર્શી છે.
                                                                        ૩૧) જેને ઇચ્છે તેને પોતાની કૃપામાં દાખલ કરી લે. અને અત્યાચારીઓ માટે તેણે દુ:ખદાયી યાતના તૈયાર કરી રાખી છે.