surah.translation .
من تأليف: رابيلا العُمري .

૧) જ્યારે કયામત આવી પહોંચશે.
૨) જેને થવામાં કંઇ જૂઠ નથી.
૩) તે (કયામત) નીચા કરવાવાળી અને ઊંચા કરવાવાળી હશે.
૪) જ્યારે કે ધરતી ધરતીકંપ સાથે હલાવી દેવામાં આવશે.
૫) અને પર્વતો અત્યંત ચૂરે ચૂરા કરી દેવામાં આવશે
૬) પછી તે વિખેરાયેલી માટી જેવા થઇ જશે.
૭) અને તમે ત્રણ જૂથોમાં થઇ જશો.
૮) બસ ! જમણા હાથવાળા કેવા સારા હશે. જમણા હાથવાળા.
૯) અને ડાબા હાથવાળાની શું દશા છે, ડાબા હાથવાળાની.
૧૦) અને જે આગળવાળા છે તે તો આગળવાળા જ છે.
૧૧) તે ખુબ જ નજીક રહેવાવાળા હશે.
૧૨) નેઅમતોવાળી જન્નતોમાં છે.
૧૩) (ખુબ જ મોટું) જૂથ તો આગળ રહેવાવાળાઓ નું હશે.
૧૪) અને થોડાક પાછલા લોકો માંથી.
૧૫) આ લોકો સોનાના તારથી બનેલા આસનો પર,
૧૬) એક-બીજા સામે તકિયા લગાવી બેઠા હશે.
૧૭) તેઓ પાસે એવા બાળકો હશે જેઓ હંમેશા (બાળકો જ) રહેશે. આવ-જા કરતા હશે.
૧૮) પ્યાલા, જગ અને એવું જામ લઇને જે વહેતી ?????
૧૯) જેનાથી ન તો માથામાં દુખાવો થશે, ન તો બુધ્ધિ નિષ્ક્રિય થશે.
૨૦) અને એવા ફળો લઇને જે તેઓને મનગમતા હશે,
૨૧) અને પંખીઓના ગોશ્ત જે તેઓને પસંદ હશે,
૨૨) અને મોટી મોટી આંખોવાળી અપ્સરાઓ,
૨૩) જે છૂપાયેલા મોતીઓ જેવી હશે.
૨૪) આ બદલો છે તેમના કર્મોનો.
૨૫) ન ત્યાં ફાલતું વાત સાંભળશે અને ન તો પાપની વાત.
૨૬) ફકત સલામ જ સલામની અવાજ હશે.
૨૭) અને જમણા હાથવાળા કેટલા ઉત્તમ છે. જમણા હાથવાળાઓ.
૨૮) તેઓ કાંટા વગર????
૨૯) અને એક પછી એક ખૂંટા,
૩૦) અને લાંબા લાંબા પડછાયા,
૩૧) અને વહેતા પાણી,
૩૨) અને ઘણા જ ફળોમાં
૩૩) જે ન તો ખત્મ થશે, ન તો રોકી લેવામાં આવશે.
૩૪) અને ઊંચા ઊંચા પાથરણા પર હશે.
૩૫) અમે તેઓ (ની પત્નીઓને) ખાસ તરીકાથી બનાવી છે.
૩૬) અને અમે તેણીઓને કુમારીકાઓ બનાવી દીધી છે.
૩૭) મોહબ્બત કરનારી અને સરખી વયો વાળી.
૩૮) જમણા હાથવાળાઓ માટે છે.
૩૯) ઘણા લોકો આગળ રહેવાવાળા લોકો માંથી હશે.
૪૦) અને ઘણું જ મોટું જૂથ પાછળ રહેવાવાળાઓનું છે.
૪૧) અને ડાબા હાથવાળા, કેવા છે ડાબા હાથવાળા.
૪૨) ગરમ હવા અને ગરમ પાણી માં (હશે).
૪૩) અને કાળા ધુમાડાના પડછાયામાં.
૪૪) જે ન તો ઠંડો હશે અને ન તો ખુશ કરનારો.
૪૫) નિ:શંક આ લોકો આ પહેલા ઘણા જ ઠાઠમાં હતા.
૪૬) અને મોટા મોટા ગુનાહ પર અડગ રહેતા.
૪૭) અને કહેતા હતા શું અમે મૃત્યુ પામીશું, માટી અને હાડકા થઇ જઇશું તો શું અમે પાછા બીજીવાર જીવિત કરવામાં આવીશું.
૪૮) અને શું અમારા આગળના બાપ-દાદાઓ પણ ?
૪૯) તમે કહી દો કે નિ:શંક આગળ અને પાછળના સૌને,
૫૦) જરૂરથી ભેગા કરી દેવામાં આવશે, એક નક્કી કરેલ દિવસે.
૫૧) પછી તમે હે પથભ્રષ્ટો ! હે જૂઠલાવનારાઓ !
૫૨) તમે જરૂરથી ??????
૫૩) અને તેનાથી જ તમે પેટ ભરશો.
૫૪) પછી તેના પર ગરમ ઉકળતું પાણી પીશો.
૫૫) પીવાવાળા પણ તરસ્યા ઊંટો જેવા,
૫૬) કયામતના દિવસે તેઓની આ મહેમાની હશે.
૫૭) અમે જ તમારા સૌનું સર્જન કર્યું છે. પછી તમે કેમ માનતા નથી.
૫૮) હા , એવું તો જણાવો કે જે વિર્ય તમે ટપકાવો છો,
૫૯) શું તેને (માનવી) તમે બનાવો છો ? અથવા તો પેદા કરનાર અમે જ છે ?
૬૦) અમે જ તમારા પર મૃત્યુને નક્કી કરી દીધુ છે. અને અમે તેનાથી હારેલા નથી.
૬૧) કે તમારી જગ્યા પર તમારા જેવા કેટલાયને પેદા કરી દઇએ અને તમને ફરીથી આ જગતમાં પણ પેદા કરી દઇએ જેની તમને કંઇ પણ ખબર નથી.
૬૨) તમને નિશ્ર્ચિતપણે પહેલા સર્જન વિશે ખબર જ છે, પછી કેમ બોધ ગ્રહણ નથી કરતા ?
૬૩) હા તો એ પણ જણાવો કે તમે જે કંઇ પણ વાવો છો,
૬૪) તેની વાવણી તમે જ કરો છો અથવા તો અમે જ વાવેતર છે.
૬૫) જો અમે ઇચ્છીએ તો તેને ચુરે ચુરા કરી દઇએ અને તમે આશ્ર્ચર્યથી વાતો ઘડવામાં જ રહી જાઓ.
૬૬) કે અમારા પર ભાર થઇ ગયો છે.
૬૭) પરંતુ અમે ખુબ જ અજાણ રહી ગયા.
૬૮) હા એ તો જણાવો કે જે પાણી તમે પીવો છો,
૬૯) તેને વાદળો માંથી તમે જ ઉતારો છો અથવા તો અમે ઉતારીએ છીએ ?
૭૦) જો અમારી ઇચ્છા હોય તો અમે તેને કડવું ઝેર બનાવી દઇએ. પછી તમે અમારો આભાર કેમ નથી માનતા ?
૭૧) હાં એ પણ જણાવો કે જે આગ તમે સળગાવો છો,
૭૨) તેના વુક્ષને તમે પેદા કર્યુ છે અથવા અમે તેને પેદા કરવાવાળા છે ?
૭૩) અમે તેને શિખામણ માટે અને મુસાફરોના ફાયદા માટે બનાવ્યું છે.
૭૪) બસ ! પોતાના ઘણા જ મહાનતાવાળા પાલનહારના નામનું સ્મરણ કરતા રહો.
૭૫) બસ ! હું સોગંદ ખાઉં છું તારાઓના પડવાના.
૭૬) અને જો તમને જ્ઞાન હોય તો આ ઘણી જ મોટી સોગંદ છે.
૭૭) નિ:શંક આ કુરઆન ખુબ જ ઇજજતવાળું છે.
૭૮) જે એક સુરક્ષિત પુસ્તકમાં છે.
૭૯) તેને ફકત પવિત્ર લોકો જ અડી શકે છે.
૮૦) આ જગતના પાલનહાર તરફથી અવતરિત કરેલું છે.
૮૧) શું તમે આ વાતને સામાન્ય જાણો છો ?
૮૨) અને પોતાના ભાગમાં ફકત જુઠલાવવાનું જ નક્કી કર્યું છે.
૮૩) બસ ! જ્યારે જીવ ગળા સુધી પહોંચી જશે.
૮૪) અને તમે તે સમયે આંખો વડે જોતા રહી જશો.
૮૫) અમે તે વ્યક્તિ સાથે તમારા કરતા વધારે નજીક હોઇએ છીએ, પરંતુ તમે નથી જોઇ શકતા.
૮૬) બસ ! જો તમે કોઇના કહેવામાં નથી,
૮૭) અને જો આ વાતના સાચા હોય તો આ જીવને પાછે લાવી બતાઓ.
૮૮) બસ ! જે કોઇ અલ્લાહના દરબારમાં નજીક કરેલો હશે.
૮૯) તેને તો આરામ છે, ખોરાક છે અને આરામદાયક જન્નત છે.
૯૦) અને જે વ્યક્તિ જમણા (હાથ) વાળાઓ માંથી છે.
૯૧) તો પણ સલામતી છે તારા માટે કે તું જમણા હાથવાળાઓ માંથી છે.
૯૨) પરંતુ જો કોઇ જુઠલાવનારા પથભ્રષ્ટો માંથી છે.
૯૩) તેના માટે ઉકળતા ગરમ પાણીની મહેમાની છે.
૯૪) અને જહન્નમમાં જવાનું છે.
૯૫) આ ખબર ખરેખર સાચી અને સત્ય છે.
૯૬) બસ ! તું પોતાના મહાન પાલનહારના નામનું સ્મરણ કર.