surah.translation .
من تأليف: رابيلا العُمري .

૧) બુરૂજોવાળા આકાશના સોગંદ.
૨) વચનબધ કરાયેલા દિવસના સોગંદ
૩) હાજર થવાવાળા અને હાજર કરેલાના સોગંદ
૪) (કે) ખાડાવાળા નાશ કરવામાં આવ્યા.
૫) તે એક આગ હતી ઇંધણવાળી.
૬) જ્યારે કે તે લોકો તેની આજુબાજુ બેઠા હતા.
૭) અને મુસલમાનો સાથે જે કરી રહ્યા હતા તેને પોતાની સામે જોઇ રહ્યા હતા.
૮) અને તે ઇમાનવાળાઓ થી તેમની દુશ્મનાવટ તે સિવાય કોઇ કારણે ન હતી કે તેઓ તે અલ્લાહ ઉપર ઇમાન લાવ્યા હતા જે પ્રભુત્વશાળી અને દરેક પ્રશંસાને લાયક છે.
૯) જેના માટે આકાશ અને જમીન ની બાદશાહત છે અને અલ્લાહ તઆલાની સામે જ છે દરેક વસ્તુ.
૧૦) નિ:શંક જે લોકોએ મુસલમાન પુરૂષો અને સ્ત્રીઓ ઉપર અત્યાચાર કર્યો પછી તૌબા (પણ) ન કરી તો તેમના માટે જહન્નમની યાતના છે અને બળવાની યાતના છે.
૧૧) નિ:શંક ઇમાન લાવનાર અને સત્કર્મો કરનારાઓ માટે તેવા બગીચાઓ છે જેના તળીયે નહેરો વહી રહી છે. આ જ ભવ્ય સફળતા છે.
૧૨) નિ:શંક તારા પાલનહારની પકડ ખુબ જ સખત છે.
૧૩) તે જ પહેલી વાર સર્જન કરે છે અને તે જ ફરીવાર સર્જન કરશે.
૧૪) તે મોટો ક્ષમા કરનાર અને ખુબ જ મોહબ્બત કરનાર છે.
૧૫) અર્શનો માલિક ઉચ્ચ પ્રતિષ્ઠા વાળો છે.
૧૬) જે ઇચ્છે તેને કરી નાખનાર છે.
૧૭) શું તમને સેનાઓ ની સુચના પહોંચી છે.
૧૮) (એટલે કે) ફિરઔન અને ષમૂદ ની.
૧૯) (કંઇ નહી) પરંતુ ઇન્કારીઓ જુઠલાવવામાં લાગેલા છે.
૨૦) અને અલ્લાહ તઆલાએ પણ તેઓને દરેક બાજુથી ઘેરી રાખ્યા છે.
૨૧) પરંતુ આ કુરઆન છે. ઉચ્ચ દરજ્જાવાળુ.
૨૨) લૌહે મહફૂઝ માં (લખેલું)