surah.translation .
من تأليف: رابيلا العُمري .

૧) શું તમને પણ ઢાંકી દેનારી (કયામત) ની વાત પહોંચી છે.
૨) તે દિવસે કેટલાય ચહેરા અપમાનિત હશે.
૩) (અને) પરિશ્રમ કરનારા થાકેલા હશે.
૪) તેઓ ધગધગતી આગમાં જશે.
૫) અતિશય ઉકળતા ઝરણાનું પાણી તેઓને પીવડાવવામાં આવશે.
૬) તેમના માટે કાંટાવાળા સુકા ઘાસ સિવાય કંઇ ખાંણુ નહીં હોય.
૭) જે ન હૃષ્ટપૃષ્ટ કરશે અને ન ભુખ દૂર કરશે.
૮) કેટલાય ચહેરા તે દિવસે તાજગીભર્યા અને (ખુશહાલ) હશે.
૯) પોતાના પ્રયત્નોથી ખુશ હશે.
૧૦) ઉચ્ચશ્રેણી ની જન્નતમાં હશે.
૧૧) તેમાં કોઇ બકવાસ નહી સાંભળે.
૧૨) તેમાં એક વહેતુ ઝરણું હશે.
૧૩) (અને) તેમાં ઊંચા-ઊંચા આસન હશે.
૧૪) તેમાં પ્યાલા મુકેલા (હશે).
૧૫) અને એક કતારમાં લાગેલા તકીયા હશે.
૧૬) અને મખમલી જાજમો ફેલાયેલી હશે.
૧૭) શું તેઓ ઊંટોને નથી જોઇ રહ્યા કે તે કઇ રીતે પેદા કરવામાં આવ્યા છે.
૧૮) અને આકાશને કે કઇ રીતે ઊંચુ કરવામાં આવ્યું છે.
૧૯) અને પર્વતો તરફ તે કઇ રીતે ખોડી દેવામાં આવ્યા છે.
૨૦) અને ધરતી તરફ કે કઇ રીતે પાથરવામાં આવી છે.
૨૧) બસ તમે શિખામણ આપતા રહો. (કારણકે) તમે ફકત શિખામણ આપનારા છો.
૨૨) તમે તેમના ઉપર રખેવાળ નથી.
૨૩) હા ! જે વ્યક્તિ મોઢું ફેરવશે અને ઇન્કાર કરશે.
૨૪) તેને અલ્લાહ તઆલા ભારે સજા આપશે.
૨૫) ચોક્કસપણે અમારા તરફ જ તેમને પાછા ફરવાનું છે.
૨૬) પછી ચોક્કસપણે અમારા શિરે છે, તેમનો હિસાબ લેવો.