ﰈ
surah.translation
.
من تأليف:
رابيلا العُمري
.
ﰡ
ﭜﭝ
ﰀ
૧) સોગંદ છે સૂર્યના તથા તેના તડકાના.
૨) સોગંદ છે ચદ્રના જ્યારે તેની પાછળ આવે.
૩) સોગંદ છે દિવસના જ્યારે સૂર્યને પ્રગટ કરે.
૪) સોગંદ છે રાત્રિના જ્યારે તેને ઢાકી દેં.
૫) સોગંદ છે આકાશના અને તેના સર્જનના
૬) સોગંદ છે ધરતીના અને તેને બરાબર કરવાના.
૭) સોગંદ છે આત્માના અને તેને ઠીક-ઠાક કરવાના.
૮) ફરી સમજ આપી તેને બુરાઇની અને ભલાઇની.
૯) જેણે તેને પવિત્ર કરી તે સફળ થયો.
૧૦) અને જેણે તેને મેલુ કર્યુ તે નિષ્ફળ થયો
૧૧) (કોમ) ષમૂદે પોતાના વિદ્રોહના કારણે જુઠલાવ્યું.
૧૨) જ્યારે તેમના માં નો મોટો દુર્ભાગી ઉભો થયો.
૧૩) તેમને અલ્લાહ ના પયગંબરે કહી દીધુ હતું કે અલ્લાહ તઆલાની ઊંટણીઅને તેની પીવાનીવારી ની (સુરક્ષા કરો).
૧૪) તે લોકોએ પોતાના પયગંબર ને જુઠો સમજી તે ઊંટણી ના હાથ-પગ કાપી નાખ્યા. બસ ! તેમના પાલનહારે તેમના ગુનાહોના કારણે તેમના ઉપર પ્રકોપ ઉતાર્યો. અને પછી પ્રકોપને સમાન કરી દીધો. અને તે આબાદીને સપાટ કરી દીધી.
૧૫) તે નથી ડરતો તેના વિનાશી પરિણામથી.