ﰀ
                    surah.translation
            .
            
    
                                    من تأليف: 
                                            رابيلا العُمري
                                                            .
                                                
            ﰡ
                                                                                                                
                                    ﯖﯗ
                                    ﰀ
                                                                        
                    ૧)  વિનાશ છે માપતોલમાં ઘટાડો કરનારાઓ માટે.
                                                                        ૨)  જ્યારે લોકો પાસેથી માપી-તોલી ને લે છે તો પૂરેપૂરૂ લે છે.
                                                                        ૩)  અને જ્યારે તેમને માપીને કે તોલીને આપે છે તો ઓછુ આપે છે.
                                                                        ૪)  શું તેમને પોતાના મર્યા પછી જીવિત થવાનો વિચાર નથી.
                                                                        
                                                                                                                
                                    ﭑﭒ
                                    ﰄ
                                                                        
                    ૫)  તે મોટા દિવસ માટે.
                                                                        ૬)  જે દિવસે દરેક લોકો જગતના પાલનહારની સામે ઉભા હશે.
                                                                        ૭)  નિ:શંક દુરાચારીઓના કર્મપત્ર સિજ્જીનમાં છે.
                                                                        ૮)  તને શું ખબર કે સિજ્જીન શું છે ?
                                                                        
                                                                                                                
                                    ﭦﭧ
                                    ﰈ
                                                                        
                    ૯)  (આ તો) લેખિત પુસ્તક છે.
                                                                        ૧૦) તે દિવસે જુઠલાવનારા માટે વિનાશ છે.
                                                                        ૧૧) જેઓ બદલાના દિવસને જુઠલાવે છે.
                                                                        ૧૨) તેને ફકત તેઓ જ જુઠલાવે છે જેઓ સીમાઓ નું ઉલ્લંઘન કરનારા (અને) ગુનેહગાર છે.
                                                                        ૧૩) જ્યારે તેની સામે અમારી આયતો પઢવામાં આવે છે, તો કહી દે છે કે આ તો પુર્વજોની કાલ્પનિક વાર્તાઓ છે.
                                                                        ૧૪) કદાપિ નહી, પરંતુ તેમના હૃદયો પર તેમના કર્મોના કારણે કાટ (ચઢી ગયો) છે.
                                                                        ૧૫)  કદાપિ  નહી,  આ  લોકોને  તે  દિવસે  પોતાના  પાલનહારથી  છેટા રાખવામાં આવશે.
                                                                        ૧૬) ફરી તે લોકો ચોક્કસપણે જહન્નમમાં ઝોંકવામાં આવશે.
                                                                        ૧૭) પછી કહીં દેવામાં આવશે કે આ જ છે જેને તમે જુઠલાવતા રહ્યા.
                                                                        ૧૮) નિ:શંક સદાચારીઓના કર્મપત્ર ઇલ્લિય્યીનમાં છે.
                                                                        ૧૯) તને શું ખબર કે ઇલ્લિય્યીન શું છે ?
                                                                        
                                                                                                                
                                    ﮭﮮ
                                    ﰓ
                                                                        
                    ૨૦) (તે તો) લેખિત પુસ્તક છે.
                                                                        
                                                                                                                
                                    ﮰﮱ
                                    ﰔ
                                                                        
                    ૨૧) નિકટ (ફરિશ્તાઓ) તેની દેખરેખ કરી રહ્યા છે.
                                                                        ૨૨) નિ:શંક સદાચારીઓ (ખુબ જ) ઇનામોની વચ્ચે હશે.
                                                                        ૨૩) ઉચ્ચ આસનો પર બેસી નિહાળી રહ્યા હશે.
                                                                        ૨૪) તમે તેમના મુખો પરથી જ ઇનામોની પ્રસન્નતા ને ઓળખી લેશો.
                                                                        ૨૫) આ લોકોને સિલબંધ ઉત્તમ શરાબ પીવડાવવામાં આવશે.
                                                                        ૨૬)  જેના  પર  કસ્તુરીનું  સિલ  હશે.  આગળ  વધનારાઓ  એ  તેમાં  જ આગળ વધવું જોઇએ.
                                                                        ૨૭) અને તેની મિલાવટ તસ્નીમની હશે.
                                                                        ૨૮) (એટલે કે) તે ઝરણું જેનું પાણી નજીકનાઓ પીશે.
                                                                        ૨૯) અપરાધીઓ ઇમાન વાળોઓ ની મજાક ઉડાવતા હતા.
                                                                        ૩૦) અને તેની પાસેથી પસાર થતા એક-બીજાને આંખોના ઇશારા કરતા હતા.
                                                                        ૩૧) અને જ્યારે પોતાના લોકો તરફ પાછા ફરતા તો હસી મજાક કરતા હતા.
                                                                        ૩૨) અને જ્યારે તેમને જોતા તો કહેતા નિ:શંક આ લોકો ભટકેલા (રસ્તો ભુલેલા) છે.
                                                                        ૩૩) તેઓ તેમના પર નિરીક્ષક બનાવીને તો નથી મોકલવામાં આવ્યા.
                                                                        ૩૪) બસ ! આજે ઇમાનવાળાઓ તે ઇન્કારીઓ ની હાંસી ઉડાવશે.
                                                                        ૩૫) ઉચ્ચ આસન પર બેસી જોઇ રહ્યા હશે.
                                                                        ૩૬) કે હવે તે ઇન્કારીઓ એ જેવું તેઓ કરતા હતા પૂરેપૂરો બદલો મેળવી લીધો.