ﰐ
                    surah.translation
            .
            
    
                                    من تأليف: 
                                            رابيلا العُمري
                                                            .
                                                
            ﰡ
૧)  જ્યારે જમીન પૂરેપૂરી હલાવી નાખવામાં આવશે.
                                                                        ૨)  અને જમીન પોતાનો બોજ બહાર કાઢી ફેંકી દેશે.
                                                                        ૩)  માનવી કહેવા લાગશે કે આને શું થઇ ગયુ ?
                                                                        ૪)  તે દિવસે જમીન પોતાની દરેક વાતોનું વર્ણન કરી દેશે.
                                                                        ૫)  એટલા માટે કે તારા પાલનહારે તેને આદેશ આપ્યો હશે.
                                                                        ૬)  તે દિવસે લોકો અલગ-અલગ સમુહ બનીને (પાછા ) ફરશે. જેથી તેમને તેમના કર્મ બતાવવામાં આવે.
                                                                        ૭)  બસ ! જેણે રજભાર ભલાઇ કરી હશે, તે તેને જોઇ લેશે.
                                                                        ૮)  અને જેણે રજભાર બુરાઇ કરી હશે, તે તેને જોઇ લેશે.