ترجمة سورة الجمعة

الترجمة الغوجراتية
ترجمة معاني سورة الجمعة باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية .
من تأليف: رابيلا العُمري .

૧) (દરેક વસ્તુઓ) જે આકાશો અને ધરતી પર છે અલ્લાહ તઆલાની પવિત્રતાનું વર્ણન કરે છે, (જે) બાદશાહ, અત્યંત પવિત્ર (છે). વિજયી અને હિકમતવાળો છે.
૨) તે જ છે જેણે અભણ લોકોમાં તેમના માંથી જ એક પયગંબર મોકલ્યા જે તેઓને આ (કુરઆન) ની આયતો સંભળાવે છે અને તેમને પવિત્ર કરે છે અને તેઓને કિતાબ (કુરઆન) તથા હિકમત શિખવાડે છે, નિ:શંક તેઓ આ પહેલા ખુલ્લી પથભ્રષ્ટતામાં હતા.
૩) અને બીજા માટે પણ તેમના માંથી જેઓ અત્યાર સુધી તેમને નથી મળ્યા, અને તે જ વિજયી અને હિકમતવાળો છે.
૪) આ અલ્લાહની કૃપા છે જેના પર ઇચ્છે તેના પર પોતાની કૃપા કરે અને અલ્લાહ તઆલા ઘણી જ મોટી કૃપાઓનો માલીક છે.
૫) જે લોકોને તોરાત નું અનુસરણ કરવાનું કહ્યું પછી તેઓએ તેનું અનુસરણ ન કર્યુ તેમનું ઉદાહરણ તે ગધેડા જેવી છે જેણે ઘણી જ પુસ્તકો ઉઠાવેલી હોય. અલ્લાહની વાતોને જુઠલાવવાવાળાઓ માટે ઘણું ખરાબ ઉદાહરણ છે. અને અલ્લાહ (આવી) અત્યાચારી કોમને માર્ગદર્શન આપતો નથી.
૬) કહીં દો કે હે યહુદીઓ ! જો તમે એવું વિચારતા હોય કે બીજા સિવાય તમે અલ્લાહના દોસ્ત છો તો તમે મૃત્યુની ઇચ્છા કરો જો તમે સાચ્ચા હોય.
૭) આ લોકો કદાપિ મૃત્યુની ઇચ્છા નહીં કરે, જે કાર્યો તેઓએ પોતાના હાથ વડેઆગળ મોકલ્યા છે. અને અત્યાચારીઓને ખૂબ જ જાણે છે.
૮) કહીં દો કે જે મૃત્યુથી તમે ભાગતા ફરો છો તે તો તમને આવીને જ રહેશે, પછી તમે દરેક છુપી તથા ખુલ્લી (વાતો) નો જાણનાર (અલ્લાહ) ની તરફ પાછા ફેરવવામાં આવશો. અને તે તમારા કરેલા દરેક કાર્યો બતાવી દેશે.
૯) હે ઇમાનવાળાઓ ! જુમ્અહના દિવસે નમાઝ માટે અઝાન આપવામાં આવે તો તમે અલ્લાહના સ્મરણ તરફ ભાગો અને લે-વેચ છોડી દો, આ તમારા માટે ખૂબ જ ઉત્તમ છે જો તમે જાણતા હોવ.
૧૦) પછી જ્યારે નમાઝ પુરી થઇ જાય તો ધરતી પર ફેલાઇ જાવ અને અલ્લાહની કૃપાને શોધો અને વધારે માં વધારે અલ્લાહનું સ્મરણ કરતા રહો, જેથી તમે સફળતા મેળવી લો.
૧૧) અને જ્યારે કોઇ સોદો થતા જોવે અથવા કોઇ તમાશો જોવે તો તેની તરફ ભાગે છે અને તમને ઉભા રહેલા છોડી દે છે, તમે કહીં દો કે અલ્લાહ પાસે જે છે તે રમત અને ધંધાથી ઉત્તમ છે અને અલ્લાહ તઆલા ઉત્તમ રોજી આપનાર છે.
Icon