ترجمة معاني سورة الشعراء باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية

رابيلا العُمري

الترجمة الإنجليزية - صحيح انترناشونال
المنتدى الإسلامي
الترجمة الإنجليزية
الترجمة الفرنسية - المنتدى الإسلامي
نبيل رضوان
الترجمة الإسبانية
محمد عيسى غارسيا
الترجمة الإسبانية - المنتدى الإسلامي
الترجمة الإسبانية (أمريكا اللاتينية) - المنتدى الإسلامي
المنتدى الإسلامي
الترجمة البرتغالية
حلمي نصر
الترجمة الألمانية - بوبنهايم
عبد الله الصامت
الترجمة الألمانية - أبو رضا
أبو رضا محمد بن أحمد بن رسول
الترجمة الإيطالية
عثمان الشريف
الترجمة التركية - مركز رواد الترجمة
فريق مركز رواد الترجمة بالتعاون مع موقع دار الإسلام
الترجمة التركية - شعبان بريتش
شعبان بريتش
الترجمة التركية - مجمع الملك فهد
مجموعة من العلماء
الترجمة الإندونيسية - شركة سابق
شركة سابق
الترجمة الإندونيسية - المجمع
وزارة الشؤون الإسلامية الأندونيسية
الترجمة الإندونيسية - وزارة الشؤون الإسلامية
وزارة الشؤون الإسلامية الأندونيسية
الترجمة الفلبينية (تجالوج)
مركز رواد الترجمة بالتعاون مع موقع دار الإسلام
الترجمة الفارسية - دار الإسلام
فريق عمل اللغة الفارسية بموقع دار الإسلام
الترجمة الفارسية - حسين تاجي
حسين تاجي كله داري
الترجمة الأردية
محمد إبراهيم جوناكري
الترجمة البنغالية
أبو بكر محمد زكريا
الترجمة الكردية
حمد صالح باموكي
الترجمة البشتوية
زكريا عبد السلام
الترجمة البوسنية - كوركت
بسيم كوركورت
الترجمة البوسنية - ميهانوفيتش
محمد مهانوفيتش
الترجمة الألبانية
حسن ناهي
الترجمة الأوكرانية
ميخائيلو يعقوبوفيتش
الترجمة الصينية
محمد مكين الصيني
الترجمة الأويغورية
محمد صالح
الترجمة اليابانية
روايتشي ميتا
الترجمة الكورية
حامد تشوي
الترجمة الفيتنامية
حسن عبد الكريم
الترجمة الكازاخية - مجمع الملك فهد
خليفة الطاي
الترجمة الكازاخية - جمعية خليفة ألطاي
جمعية خليفة الطاي الخيرية
الترجمة الأوزبكية - علاء الدين منصور
علاء الدين منصور
الترجمة الأوزبكية - محمد صادق
محمد صادق محمد
الترجمة الأذرية
علي خان موساييف
الترجمة الطاجيكية - عارفي
فريق متخصص مكلف من مركز رواد الترجمة بالشراكة مع موقع دار الإسلام
الترجمة الطاجيكية
خوجه ميروف خوجه مير
الترجمة الهندية
مولانا عزيز الحق العمري
الترجمة المليبارية
عبد الحميد حيدر المدني
الترجمة الغوجراتية
رابيلا العُمري
الترجمة الماراتية
محمد شفيع أنصاري
الترجمة التلجوية
مولانا عبد الرحيم بن محمد
الترجمة التاميلية
عبد الحميد الباقوي
الترجمة السنهالية
فريق مركز رواد الترجمة بالتعاون مع موقع دار الإسلام
الترجمة الأسامية
رفيق الإسلام حبيب الرحمن
الترجمة الخميرية
جمعية تطوير المجتمع الاسلامي الكمبودي
الترجمة النيبالية
جمعية أهل الحديث المركزية
الترجمة التايلاندية
مجموعة من جمعية خريجي الجامعات والمعاهد بتايلاند
الترجمة الصومالية
محمد أحمد عبدي
الترجمة الهوساوية
الترجمة الأمهرية
محمد صادق
الترجمة اليورباوية
أبو رحيمة ميكائيل أيكوييني
الترجمة الأورومية
الترجمة التركية للمختصر في تفسير القرآن الكريم
مركز تفسير للدراسات القرآنية
الترجمة الفرنسية للمختصر في تفسير القرآن الكريم
مركز تفسير للدراسات القرآنية
الترجمة الإندونيسية للمختصر في تفسير القرآن الكريم
مركز تفسير للدراسات القرآنية
الترجمة الفيتنامية للمختصر في تفسير القرآن الكريم
مركز تفسير للدراسات القرآنية
الترجمة البوسنية للمختصر في تفسير القرآن الكريم
مركز تفسير للدراسات القرآنية
الترجمة الإيطالية للمختصر في تفسير القرآن الكريم
مركز تفسير للدراسات القرآنية
الترجمة الفلبينية (تجالوج) للمختصر في تفسير القرآن الكريم
مركز تفسير للدراسات القرآنية
الترجمة الفارسية للمختصر في تفسير القرآن الكريم
مركز تفسير للدراسات القرآنية
Dr. Ghali - English translation
Muhsin Khan - English translation
Pickthall - English translation
Yusuf Ali - English translation
Azerbaijani - Azerbaijani translation
Sadiq and Sani - Amharic translation
Farsi - Persian translation
Finnish - Finnish translation
Muhammad Hamidullah - French translation
Korean - Korean translation
Maranao - Maranao translation
Abdul Hameed and Kunhi Mohammed - Malayalam translation
Salomo Keyzer - Flemish (Dutch) translation
Norwegian - Norwegian translation
Samir El - Portuguese translation
Polish - Polish translation
Romanian - Romanian translation
Elmir Kuliev - Russian translation
Albanian - Albanian translation
Tatar - Tatar translation
Japanese - Japanese translation
محمد جوناگڑھی - Urdu translation
Ma Jian - Chinese translation
Turkish - Turkish translation
King Fahad Quran Complex - Thai translation
Ali Muhsin Al - Swahili translation
Abdullah Muhammad Basmeih - Malay translation
Hamza Roberto Piccardo - Italian translation
Indonesian - Indonesian translation
Bubenheim & Elyas - German / Deutsch translation
Bosnian - Bosnian translation
Hasan Efendi Nahi - Albanian translation
Sherif Ahmeti - Albanian translation
Sahih International - English translation
Czech - Czech translation
Abul Ala Maududi(With tafsir) - English translation
Tajik - Tajik translation
Alikhan Musayev - Azerbaijani translation
Muhammad Saleh - Uighur; Uyghur translation
Abdul Haleem - English translation
Mufti Taqi Usmani - English translation
Muhammad Karakunnu and Vanidas Elayavoor - Malayalam translation
Sheikh Isa Garcia - Spanish; Castilian translation
Divehi - Divehi; Dhivehi; Maldivian translation
Abubakar Mahmoud Gumi - Hausa translation
Mahmud Muhammad Abduh - Somali translation
Knut Bernström - Swedish translation
Jan Trust Foundation - Tamil translation
Mykhaylo Yakubovych - Ukrainian translation
Uzbek - Uzbek translation
Diyanet Isleri - Turkish translation
Ministry of Awqaf, Egypt - Russian translation
Abu Adel - Russian translation
Burhan Muhammad - Kurdish translation
Dr. Mustafa Khattab, The Clear Quran - English translation
Dr. Mustafa Khattab - English translation
الترجمة الإنجليزية - مركز رواد الترجمة
الترجمة الفرنسية - محمد حميد الله
الترجمة البوسنية - مركز رواد الترجمة
الترجمة الصربية - مركز رواد الترجمة - جار العمل عليها
الترجمة الألبانية - مركز رواد الترجمة - جار العمل عليها
الترجمة اليابانية - سعيد ساتو
الترجمة الفيتنامية - مركز رواد الترجمة
الترجمة التاميلية - عمر شريف
الترجمة السواحلية - عبد الله محمد وناصر خميس
الترجمة اللوغندية - المؤسسة الإفريقية للتنمية
الترجمة الإنكو بامبارا - ديان محمد
الترجمة العبرية
الترجمة الإنجليزية للمختصر في تفسير القرآن الكريم
الترجمة الروسية للمختصر في تفسير القرآن الكريم
الترجمة البنغالية للمختصر في تفسير القرآن الكريم
الترجمة الصينية للمختصر في تفسير القرآن الكريم
الترجمة اليابانية للمختصر في تفسير القرآن الكريم
ترجمة معاني القرآن الكريم - عادل صلاحي
عادل صلاحي

الترجمة الغوجراتية

رابيلا العُمري

الناشر

مؤسسة البر - مومباي

آية رقم 1
૧) તૉ-સીન્-મીમ્
آية رقم 2
૨) આ આયતો પ્રકાશિત કિતાબની છે.
آية رقم 3
૩) તે લોકોના ઈમાન ન લાવવા પર કદાચ તમે તમારા પ્રાણ ગુમાવી દેશો.
૪) જો અમે ઇચ્છતા તો તેમના માટે આકાશ માંથી કોઈ એવી નિશાની ઉતારતા, કે જેની સામે તે લોકોની ગરદનો ઝૂકી પડતી.
૫) અને તેમની પાસે રહમાન (અલ્લાહ) તરફથી જે પણ નવી શિખામણ આવી, આ લોકો તેના વિરોધ કરનારા બની ગયા.
آية رقم 6
૬) તે લોકોએ જુઠલાવ્યું છે, હવે તેમના માટે નજીકમાં જ તેમની જાણકારી આવી પહોંચશે, જેની સાથે તેઓ મશ્કરી કરી રહ્યા છે.
૭) શું તે લોકોએ ધરતી પર જોયું નથી કે, અમે તેમાં દરેક પ્રકારની ઉત્તમ જોડીઓ કેવી રીતે ઊપજાવી છે ?
૮) નિ:શંક તેમાં નિશાની છે અને તે લોકો માંથી વધારે પડતા લોકો ઈમાન નથી લાવતા.
آية رقم 9
૯) અને ખરેખર તમારો પાલનહાર તે (અલ્લાહ) જ વિજયી અને દયાળુ છે.
آية رقم 10
૧૦) અને જ્યારે તમારા પાલનહારે મૂસા અ.સ.ને પોકાર્યા, કે તમે અત્યાચારી કોમ તરફ જાઓ.
آية رقم 11
૧૧) ફિરઔનની કોમ પાસે, શું તે ડરવાવાળા નહીં બને ?
آية رقم 12
૧૨) મૂસા અ.સ.એ કહ્યું, મારા પાલનહાર ! મને તો ડર લાગે છે કે ક્યાંક તેઓ મને જુઠલાવી (ન) દે.
آية رقم 13
૧૩) અને મારું હૃદય તંગ થઇ રહ્યું છે, મારી જબાન ચાલતી નથી, બસ ! તું હારૂન તરફ પણ (વહી) ઉતાર.
آية رقم 14
૧૪) અને મારા પર તેમનો એક ભૂલનો (દાવો) પણ છે, મને ડર લાગે છે કે ક્યાંક તેઓ મને મારી ન નાંખે.
૧૫) અલ્લાહએ કહ્યું, આવું ક્યારેય નહીં થાય, તમે બન્ને અમારી નિશાનીઓ લઇને જાઓ, અમે પોતે સાંભળનાર, તમારી સાથે છે.
آية رقم 16
૧૬) તમે બન્ને ફિરઔન પાસે જઇને કહો, કે ખરેખર અમે અલ્લાહ તરફથી મોકલવામાં આવ્યા છે.
آية رقم 17
૧૭) કે તું અમારી સાથે ઇસ્રાઇલના સંતાનોને મોકલી દે.
૧૮) ફિરઔને કહ્યું, કે શું અમે અમારે ત્યાં તારું બાળપણમાં પાલન-પોષણ ન કર્યું ? અને તારો ઘણો સમય અમારી સાથે ન વિતાવ્યો ?
آية رقم 19
૧૯) પછી તેં કામ કર્યું (અને) કરી ચૂક્યો, અને તું કૃતઘ્ની છે.
آية رقم 20
૨૦) મૂસા અ.સ.એ જવાબ આપ્યો કે મેં તે કામને તે સમયે કર્યું હતું, જ્યારે કે મને સત્યમાર્ગનું જ્ઞાન ન હતું.
૨૧) પછી તમારા ભયથી હું તમારી પાસેથી ભાગી ગયો, પછી મને મારા પાલનહારે આદેશ અને જ્ઞાન આપ્યું. અને મને તેના પયગંબરો માંથી કરી દીધો.
آية رقم 22
૨૨) તારો ઉપકાર મારા પર શું આ જ છે, જે તું જણાવી રહ્યો છે કે તેં ઇસ્રાઇલના સંતાનોને દાસ બનાવી રાખ્યા છે.
آية رقم 23
૨૩) ફિરઔને કહ્યું “રબ્બુલ્ આલમીન્” (સૃષ્ટિનો પાલનહાર) શું છે ?
૨૪) મૂસા અ.સ.એ કહ્યું, તે આકાશો, ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુઓનો પાલનહાર છે. જો તમે વિશ્વાસ કરતા હોય.
آية رقم 25
૨૫) ફિરઔને પોતાના આજુ-બાજુના લોકોને કહ્યું કે શું તમે સાંભળતા નથી ?
آية رقم 26
૨૬) મૂસા અ.સ.એ કહ્યું, તે તમારો અને તમારા પૂર્વજોનો પાલનહાર છે.
آية رقم 27
૨૭) ફિરઔને કહ્યું, (લોકો) તમારો આ પયગંબર, જે તમારી તરફ મોકલવામાં આવ્યો છે, તે તો ખરેખર પાગલ છે.
૨૮) મૂસા અ.સ.એ કહ્યું, તે જ પૂર્વ અને પશ્ચિમ અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુનો પાલનહાર છે, જો તમે બુદ્ધિ ધરાવતા હોવ.
آية رقم 29
૨૯) ફિરઔન કહેવા લાગ્યો, સાંભળ ! જો તેં મને છોડીને બીજા કોઈને પૂજ્ય બનાવ્યો તો, હું તને કેદીઓ સાથે નાખી દઇશ.
آية رقم 30
૩૦) મૂસા અ.સ.એ કહ્યું, જો હું તારી સામે કોઈ સ્પષ્ટ નિશાની લઇ આવું ?
آية رقم 31
૩૧) ફિરઔને કહ્યું, જો તું સાચા લોકો માંથી હોવ, તો તેને લાવ,
آية رقم 32
૩૨) મૂસા અ.સ.એ (તે જ સમયે) પોતાની લાકડી નાખી દીધી, જે અચાનક ખુલ્લો અજગર બની ગઇ,
آية رقم 33
૩૩) અને પોતાનો હાથ ખેંચ્યો તો, તે પણ તે જ સમયે દરેક જોનારા માટે સફેદ ચમકદાર દેખાવા લાગ્યો.
آية رقم 34
૩૪) ફિરઔન પોતાની આજુબાજુ સરદારોને કહેવા લાગ્યો, ભાઇ આ તો ખૂબ જ જાણકાર જાદુગર છે.
آية رقم 35
૩૫) આ તો ઇચ્છે છે કે પોતાના જાદુ વડે તમને તમારી ધરતી પરથી કાઢી મૂકે, કહો ! હવે તમે શું આદેશ આપો છો ?
آية رقم 36
૩૬) તે સૌએ કહ્યું, કે તમે તેને અને તેના ભાઇને મહેતલ આપો અને દરેક શહેરોમાં પોતાના લોકોને મોકલી દો.
آية رقم 37
૩૭) જે તમારી પાસે જાણકાર જાદુગરોને લઇ આવે.
آية رقم 38
૩૮) પછી એક નક્કી કરેલ દિવસે, દરેક જાદુગરોને ભેગા કરવામાં આવ્યા,
آية رقم 39
૩૯) અને દરેક લોકોને કહી દેવામાં આવ્યું કે તમે પણ સભામાં હાજર રહેજો,
آية رقم 40
૪૦) જેથી જો જાદુગરો વિજય પ્રાપ્ત કરે, તો અમે તેમનું જ અનુસરણ કરીશું,
૪૧) જાદુગરો આવી ફિરઔનને કહેવા લાગ્યા, કે જો અમે વિજય મેળવી લઇએ તો શું અમને કંઇ ઇનામ મળશે ?
آية رقم 42
૪૨) ફિરઔને કહ્યું, હાં, જો એવું થયું તો તમે મારા ખાસ લોકો બની જશો.
آية رقم 43
૪૩) મૂસા અ.સ.એ જાદુગરોને કહ્યું, જે કંઇ તમારે નાંખવું હોય, નાખી દો,
૪૪) તેઓએ પોતાના દોરડા અને લાકડીઓ નાખી દીધી અને કહેવા લાગ્યા કે, ફિરઔનના ઇજજતના સોગંદ ! ખરેખર અમે જ વિજય મેળવીશું.
آية رقم 45
૪૫) હવે મૂસા અ.સ.એ પણ પોતાની લાકડી મેદાનમાં નાખી દીધી, જેણે તે જ સમયે તેમના જુઠ્ઠા કરતબને ગળી જવાનું શરું કર્યું
آية رقم 46
૪૬) આ જોતાજ જાદુગર તરત જ સિજદામાં પડી ગયા,
آية رقم 47
૪૭) અને તેઓએ સ્પષ્ટ કહી દીધું કે અમે તો અલ્લાહ સમગ્રસૃષ્ટિના પાલનહાર પર ઈમાન લાવ્યા,
آية رقم 48
૪૮) એટલે કે મૂસા અ.સ. અને હારૂન અ.સ.ના પાલનહાર પર,
૪૯) ફિરઔને કહ્યું, કે મારી પરવાનગી પહેલા જ આના પર ઈમાન લઇ આવ્યા ? ખરેખર આ જ તમારો મોટો (સરદાર) છે, જેણે તમને સૌને જાદુ શિખવાડ્યું છે, તમને હમણા જ ખબર પડી જશે. સોગંદ છે, હું હમણાં જ તમારા હાથ અને પગને વિરુદ્ધ દિશા માંથી કાપી નાખીશ. અને તમને સૌને ફાંસીએ લટકાવી દઇશ.
آية رقم 50
૫૦) તેમણે કહ્યું, કંઇ વાંધો નથી, અમે તો અમારા પાલનહાર તરફ પાછા ફરવાવાળા જ છે.
૫૧) એટલા માટે કે અમે સૌ પ્રથમ ઈમાન લાવનારા બન્યા, અમને આશા છે કે અમારો પાલનહાર અમારા બધા જ પાપોને માફ કરી દેશે.
૫૨) અને અમે મૂસાને વહી કરી કે રાતની રાતમાં જ મારા બંદાઓને કાઢીને લઇ જા, તમારો સૌનો પીછો કરવામાં આવશે.
آية رقم 53
૫૩) ફિરઔને શહેરોમાં પોતાના લોકોને મોકલી દીધા.
آية رقم 54
૫૪) કે નિ:શંક આ જૂથના લોકો થોડાંક જ છે.
آية رقم 55
૫૫) અને અમને આ લોકો સખત ગુસ્સે કરી રહ્યા છે.
آية رقم 56
૫૬) અને ખરેખર અમારું જૂથ મોટું છે, તેમનાથી ચેતીને રહેનારા.
آية رقم 57
૫૭) છેવટે અમે તેઓને બગીચા અને ઝરણા વડે,
آية رقم 58
૫૮) અને ખજાના વડે ઉત્તમ જગ્યાઓથી કાઢી મુક્યા.
آية رقم 59
૫૯) આવી જ રીતે થયું અને અમે તે વસ્તુઓના વારસદાર ઇસ્રાઇલના સંતાનને બનાવ્યા,
آية رقم 60
૬૦) બસ ! ફિરઔનના લોકો સૂર્ય ઉગતાની સાથે જ તેમનો પીછો કરવા લાગ્યા.
آية رقم 61
૬૧) બસ ! જ્યારે બન્નેએ એકબીજાને જોઇ લીધા, તો મૂસાના મિત્રોએ કહ્યું, ખરેખર અમે તો પકડાઇ ગયા.
آية رقم 62
૬૨) મૂસાએ કહ્યું, ક્યારેય નહીં, ખરેખર મારો પાલનહાર મારી સાથે છે, જે જરૂર મને માર્ગ બતાવશે.
૬૩) અમે મૂસા તરફ વહી ઉતારી કે દરીયા પર પોતાની લાકડી માર, બસ ! તે જ સમયે દરીયો ફાટી ગયો અને પાણીનો દરેક ભાગ મોટા પર્વતો જેવો થઇ ગયો.
آية رقم 64
૬૪) અને અમે તે જ જગ્યાએ બીજાને નજીક લાવી દીધા,
آية رقم 65
૬૫) અને મૂસા અ.સ.ને અને તેમના દરેક મિત્રોને છૂટકારો આપ્યો,
آية رقم 66
૬૬) પછી બીજા લોકોને ડુબાડી દીધા.
૬૭) ખરેખર આમાં મોટી શિખામણ છે અને તેમના માંથી વધારે પડતા લોકો ઈમાનવાળા નથી.
آية رقم 68
૬૮) અને નિ:શંક તમારો પાલનહાર ઘણો જ પ્રતિષ્ઠિત અને દયાળુ છે.
آية رقم 69
૬૯) તે લોકોને ઇબ્રાહીમ અ.સ.નો કિસ્સો પણ સંભળાવી દો,
آية رقم 70
૭૦) જ્યારે તેમણે પોતાના પિતા અને પોતાની કોમને કહ્યું કે તમે કોની બંદગી કરો છો ?
آية رقم 71
૭૧) તેમણે જવાબ આપ્યો કે મૂર્તિઓની બંદગી કરી રહ્યા છે, અમે તો તેમની ખૂબ જ બંદગી કરનારા છે.
آية رقم 72
૭૨) તેમણે કહ્યું કે જ્યારે તમે તેમને પોકારો છો, તો શું તેઓ સાંભળે છે ?
آية رقم 73
૭૩) અથવા તમને ફાયદો અને નુકસાન પણ પહોંચાડી શકે છે ?
آية رقم 74
૭૪) તે લોકોએ જવાબ આપ્યો, આ (કંઇ નથી જાણતા), અમે તો અમારા પૂર્વજોને આવી રીતે કરતા જોયા,
آية رقم 75
૭૫) તેમણે કહ્યું, કંઇ ખબર છે જેઓની બંદગી તમે કરી રહ્યા છો ?
آية رقم 76
૭૬) તમે અને તમારા પૂર્વજો તે સૌ મારા શત્રુ છે.
آية رقم 77
૭૭) અલ્લાહ તઆલા સિવાય, જે સમ્રગ સૃષ્ટિનો પાલનહાર છે.
آية رقم 78
૭૮) જેણે મારું સર્જન કર્યું અને તે જ મને માર્ગદર્શન આપે છે.
آية رقم 79
૭૯) તે જ છે, જે મને ખવડાવે અને પીવડાવે છે.
آية رقم 80
૮૦) અને જ્યારે હું બિમાર પડું તો મને તંદુરસ્ત પણ તે જ કરે છે.
آية رقم 81
૮૧) અને તે જ મને મૃત્યુ આપશે અને ફરી જીવિત કરશે.
آية رقم 82
૮૨) અને જેનાથી આશા છે કે બદલાના દિવસે તે મારા પાપોને માફ કરી દેશે.
آية رقم 83
૮૩) હે મારા પાલનહાર ! મને ફેંસલો કરવાની શક્તિ આપ અને મને સદાચારી લોકો માંથી કરી દે.
آية رقم 84
૮૪) અને મારું સન્માન પાછળના લોકોમાં બાકી રાખ.
آية رقم 85
૮૫) મને નેઅમતોવાળી જન્નતના વારસદારો માંથી બનાવ.
آية رقم 86
૮૬) અને મારા પિતાને માફ કરી દે, ખરેખર તે પથભ્રષ્ટ લોકો માંથી હતાં.
آية رقم 87
૮૭) અને તે દિવસે, જ્યારે લોકો ફરી વાર જીવિત કરવામાં આવશે, મને અપમાનિત ન કર.
آية رقم 88
૮૮) જે દિવસે ધન અને સંતાન કંઇ કામ નહીં આવે.
آية رقم 89
૮૯) પરંતુ ફાયદાવાળો તે જ હશે, જે અલ્લાહ તઆલાની સામે સલામતીવાળું દિલ લઇને આવશે.
آية رقم 90
૯૦) અને ડરવાવાળાઓ માટે જન્નત અત્યંત નજીક કરી દેવામાં આવશે.
آية رقم 91
૯૧) અને પથભ્રષ્ટ લોકો માટે જહન્નમ જાહેર કરી દેવામાં આવશે.
آية رقم 92
૯૨) અને તેમને સવાલ કરવામાં આવશે કે જેમની તમે બંદગી કરતા રહ્યા તે લોકો ક્યાં છે ?
آية رقم 93
૯૩) જે અલ્લાહ સિવાય બીજા લોકો હતાં, શું તેઓ તમારી મદદ કરે છે ? અથવા કોઈ બદલો લઇ શકે છે ?
آية رقم 94
૯૪) બસ ! તે સૌ અને બધા પથભ્રષ્ટ લોકો જહન્નમમાં ઊંધા નાખવામાં આવશે.
آية رقم 95
૯૫) અને ઇબ્લિસના લશ્કરો પણ ત્યાં,
آية رقم 96
૯૬) અંદરોઅંદર ઝઘડો કરતા કહેશે,
آية رقم 97
૯૭) કે અલ્લાહના નામના સોગંદ ! ખરેખર અમે તો સ્પષ્ટ રીતે પથભ્રષ્ટ હતાં.
آية رقم 98
૯૮) જ્યારે તમને અલ્લાહ-સમગ્રસૃષ્ટિના પાલનહારના ભાગીદાર સમજી બેઠા હતાં.
آية رقم 99
૯૯) અને અમને તો, તે વિદ્રોહી સિવાય બીજા કોઈએ પણ પથભ્રષ્ટ નહતાં કર્યા.
آية رقم 100
૧૦૦) હવે તો અમારા માટે કોઈ ભલામણ કરનાર પણ નથી.
آية رقم 101
૧૦૧) અને ન તો શુભેચ્છુક મિત્ર.
آية رقم 102
૧૦૨) જો કદાચ એક વાર ફરી અમને જવાનું મળતું તો, અમે સાચા ઈમાનવાળા બની જતાં.
آية رقم 103
૧૦૩) આ દૃશ્ય ખરેખર એક જબરદસ્ત નિશાની છે. તેમના માંથી વધારે લોકો ઈમાન લાવવાવાળા નથી.
آية رقم 104
૧૦૪) નિ:શંક તમારો પાલનહાર જ વિજયી, દયાળુ છે.
آية رقم 105
૧૦૫) નૂહની કોમના લોકોએ પણ પયગંબરોને જુઠલાવ્યા.
آية رقم 106
૧૦૬) જ્યારે કે તેમના ભાઇ નૂહ અ.સ.એ કહ્યું, કે શું તમને અલ્લાહનો ભય નથી ?
آية رقم 107
૧૦૭) સાંભળો ! હું તમારી તરફ અલ્લાહનો નિષ્ઠાવાન પયગંબર છું.
آية رقم 108
૧૦૮) બસ ! તમારે અલ્લાહનો ડર રાખવો જોઇએ અને મારી વાત માનવી જોઇએ.
૧૦૯) હું તમારી પાસે તેના માટે કોઈ વળતર નથી ઇચ્છતો, મારો બદલો તો ફક્ત સૃષ્ટિના પાલનહાર (અલ્લાહ) પાસે જ છે.
آية رقم 110
૧૧૦) બસ ! તમે અલ્લાહનો ડર રાખો અને મારું આજ્ઞાપાલન કરો.
آية رقم 111
૧૧૧)કૌમે જવાબ આપ્યો, કે શું અમે તારા પર ઈમાન લાવીએ તારું આજ્ઞાપાલન તો નબળા લોકોએ કર્યું છે.
آية رقم 112
૧૧૨) પયગંબરે જવાબ આપ્યો, મને શું ખબર કે તેઓ પહેલા શું કરતા હતાં?
آية رقم 113
૧૧૩) તેમનો હિસાબ તો મારા પાલનહારના શિરે છે, જો તમને સમજણ હોય.
آية رقم 114
૧૧૪) હું ઈમાનવાળાઓને ધક્કા મારનારો નથી,
آية رقم 115
૧૧૫) હું તો સ્પષ્ટ રીતે સચેત કરનારો છું.
آية رقم 116
૧૧૬) તે લોકોએ જવાબ આપ્યો, કે હે નૂહ ! જો તું છેટો ન રહ્યો તો ખરેખર તને પથ્થરો વડે મારી નાખીશું.
آية رقم 117
૧૧૭) નૂહ અ.સ.એ કહ્યું કે હે મારા પાલનહાર ! મારી કોમના લોકોએ મને જુઠલાવી દીધો,
آية رقم 118
૧૧૮) બસ ! તું મારી અને તેમની વચ્ચે સચોટ નિર્ણય કરી દે અને મને અને ઈમાનવાળાઓને છૂટકારો આપ.
آية رقم 119
૧૧૯) છેવટે અમે તેને અને તેના સાથીઓને ભરેલી હોડીમાં (સવારી કરાવી) છૂટકારો આપી દીધો.
آية رقم 120
૧૨૦) બીજા દરેક લોકોને અમે ડુબાડી દીધા.
آية رقم 121
૧૨૧)નિ:શંક આમાં મોટી શિખામણ છે, તેમાંથી વધારે પડતા લોકો ઈમાનવાળા ન હતાં.
آية رقم 122
૧૨૨) અને નિ:શંક તમારો પાલનહાર તે જ છે, અત્યંત દયાળુ.
آية رقم 123
૧૨૩) આદના લોકોએ પણ પયગંબરોને જુઠલાવ્યા.
آية رقم 124
૧૨૪) જ્યારે તેમને તેમના ભાઇ હૂદ અ.સ.એ કહ્યું, કે શું તમે ડરતા નથી ?
آية رقم 125
૧૨૫) હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું.
آية رقم 126
૧૨૬) બસ ! અલ્લાહથી ડરો અને મારી વાત માનો.
૧૨૭) હું તેના માટે તમારી પાસે કંઇ વળતર નથી ઇચ્છતો. મારો બદલો તો સમગ્ર સૃષ્ટિના પાલનહાર પાસે જ છે.
آية رقم 128
૧૨૮) શું તમે એક ટેકરી પર રમત-ગમત માટે આલીશાન (ઇમારતો) બનાવી રહ્યા છો.
آية رقم 129
૧૨૯) અને ઘણા મજબૂત મહેલો બનાવી રહ્યા છો, જાણે કે તમે હંમેશા અહીંયા જ રહેશો.
آية رقم 130
૧૩૦) અને જ્યારે કોઈને સજા આપો છો તો સખત અને અત્યાચાર સાથે આપો છો.
آية رقم 131
૧૩૧) અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો.
آية رقم 132
૧૩૨) તેનાથી ડરો, જેણે તે વસ્તુ દ્વારા તમારી મદદ કરી જેને તમે જાણો છો.
آية رقم 133
૧૩૩) તેણે તમારી મદદ કરી, ધન અને સંતાન દ્વારા.
آية رقم 134
૧૩૪) બગીચા અને ઝરણાં દ્વારા.
آية رقم 135
૧૩૫) મને તો તમારી બાબતે મોટા દિવસની યાતનાનો ભય છે.
آية رقم 136
૧૩૬) તે લોકોએ કહ્યું કે તમે શિખામણ આપો અથવા ન આપો અમારા માટે સરખું છે.
آية رقم 137
૧૩૭) આ તો જૂના લોકોની આદત છે.
آية رقم 138
૧૩૮) અને અમને ક્યારેય યાતના આપવામાં નહીં આવે.
૧૩૯) જો કે આદના લોકોએ હૂદ અ.સ.ને જુઠલાવ્યા, એટલા માટે અમે તે લોકોને નષ્ટ કરી દીધા, ખરેખર આમાં નિશાની છે અને તેમના માંથી વધારે પડતા લોકો ઇન્કાર કરનારા હતાં.
آية رقم 140
૧૪૦) નિ:શંક તમારો પાલનહાર વિજયી, દયાળુ છે.
آية رقم 141
૧૪૧) ષમૂદના લોકોએ પણ પયગંબરોને જુઠલાવ્યા.
آية رقم 142
૧૪૨) તેમના ભાઇ સાલિહ અ.સ.એ તેમને કહ્યું કે શું તમે અલ્લાહથી નથી ડરતા ?
آية رقم 143
૧૪૩) હું તમારી તરફ અવતરિત કરેલો નિષ્ઠાવાન પયગંબર છું.
آية رقم 144
૧૪૪) તો તમે અલ્લાહથી ડરો અને મારી વાત માનો,
૧૪૫) હું આના માટે તમારી પાસે કોઈ વળતર નથી ઇચ્છતો. મારું વળતર તો ફક્ત સમગ્ર સૃષ્ટિના પાલનહાર (અલ્લાહ) પાસે છે.
آية رقم 146
૧૪૬) શું આ વસ્તુઓમાં, જે અહીંયા છે, તમને અમસ્તા જ છોડી દેવામાં આવશે.
آية رقم 147
૧૪૭) એટલે કે આ બગીચાઓ અને ઝરણા,
آية رقم 148
૧૪૮) અને આ ખેતરો તથા ખજૂરોના બગીચાઓમાં, જેમના ગુચ્છા નરમ છે.
آية رقم 149
૧૪૯) અને તમે પર્વતોને કોતરીને ગર્વ માટે મકાનો બનાવી રહ્યા છો.
آية رقم 150
૧૫૦) બસ ! અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો.
آية رقم 151
૧૫૧) નીડરતાથી હદ વટાવી જનારાઓનું કહ્યું ન માનો.
آية رقم 152
૧૫૨) જે રાજ્યમાં વિદ્રોહ ફેલાવી રહ્યા છે અને પોતાનો સુધારો નથી કરતા.
آية رقم 153
૧૫૩) તેમણે કહ્યું કે બસ ! તમે તે લોકો માંથી છો, જેમના પર જાદુ કરી દેવામાં આવ્યું.
૧૫૪) તમે તો અમારા જેવા જ માનવી છો, જો તમે સાચા છો, તો કોઈ ચમત્કાર બતાવો.
آية رقم 155
૧૫૫) પયગંબરે કહ્યું છે. આ છે ઊંટડી, પાણી પીવા માટે એક વારો તેનો અને એક નક્કી કરેલ દિવસે પીવાનો વારો તમારો.
آية رقم 156
૧૫૬) (ખબરદાર) તેને ખરાબ ઇરાદા સાથે હાથ પણ ન લગાવશો, નહિતો એક મોટા દિવસની યાતના તમારી પકડ કરી લેશે.
آية رقم 157
૧૫૭) તો પણ તેઓએ તેના પગ કાપી નાંખ્યા, બસ ! તેઓએ દિલગીરી વ્યક્ત કરી.
૧૫૮) અને યાતનાએ તેમની પકડ કરી લીધી, નિ:શંક આમાં શિખામણ છે અને તેમના માંથી વધારે પડતા લોકો ઈમાનવાળા ન હતાં.
آية رقم 159
૧૫૯) અને નિ:શંક તમારો પાલનહાર ઘણો જ જબરદસ્ત અને દયાળુ છે.
آية رقم 160
૧૬૦) લૂતની કોમના લોકોએ પણ પયગંબરને જુઠલાવ્યા.
آية رقم 161
૧૬૧) તેમને તેમના ભાઇ લૂત અ.સ.એ કહ્યું, શું તમે અલ્લાહનો ડર નથી રાખતા ?
آية رقم 162
૧૬૨) હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું.
آية رقم 163
૧૬૩) બસ ! તમે અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો.
૧૬૪) હું તમારી પાસેથી આના માટે કોઈ વળતર નથી ઇચ્છતો, મારું વળતર તો ફક્ત અલ્લાહ પાસે છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે.
آية رقم 165
૧૬૫) શું તમે દુનિયાના લોકો માંથી પુરુષો સાથે (સંભોગ) કરો છો.
૧૬૬) અને તમારી જે સ્ત્રીઓને અલ્લાહએ તમારા જોડકા બનાવ્યા છે, તેમને છોડી દો છો, પરંતુ તમે હદ વટાવી જનારા જ છો.
آية رقم 167
૧૬૭) તે લોકોએ જવાબ આપ્યો, કે હે લૂત ! જો તુ આનાથી વંચિત ન રહ્યો તો ખરેખર તારો દેશનિકાલ કરવામાં આવશે.
آية رقم 168
૧૬૮) લૂતે કહ્યું કે હું તમારા કાર્યથી ખૂબ જ નારાજ છું.
آية رقم 169
૧૬૯) મારા પાલનહાર ! મને અને મારા ઘરને આનાથી બચાવી લે જે આ લોકો કરે છે.
آية رقم 170
૧૭૦) બસ ! અમે તેને અને તેના (જૂથને) બચાવી લીધા.
آية رقم 171
૧૭૧) એક વૃદ્વ સ્ત્રી સિવાય, તે પાછળ રહી જનારા લોકો માંથી થઇ ગઇ.
آية رقم 172
૧૭૨) પછી અમે બીજા દરેકને નષ્ટ કરી દીધા.
آية رقم 173
૧૭૩) અને અમે તેમના પર એક ખાસ પ્રકારનો વરસાદ વરસાવ્યો. બસ ! ઘણો જ ખરાબ વરસાદ હતો, જે સચેત કરવામાં આવેલ લોકો પર વરસ્યો.
آية رقم 174
૧૭૪) આ વાતમાં પણ ખરેખર શિખામણ છે, તેમના માંથી પણ વધારે પડતા લોકો મુસલમાન ન હતાં.
آية رقم 175
૧૭૫) નિ:શંક તમારો પાલનહાર તે જ છે, વિજયી અને દયાળુ.
آية رقم 176
૧૭૬) અયકહવાળાઓએ પણ પયગંબરને જુઠલાવ્યા.
آية رقم 177
૧૭૭) જ્યારે તેમને શુઐબ અ.સ.એ કહ્યું, કે શું તમને ડર નથી.
آية رقم 178
૧૭૮) હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું.
آية رقم 179
૧૭૯) અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો.
૧૮૦) હું આના માટે તમારી પાસે કંઇ વળતર નથી ઇચ્છતો, મારું વળતર સમગ્ર સૃષ્ટિના પાલનહાર પાસે છે.
آية رقم 181
૧૮૧) માપ-તોલ પૂરેપૂરું આપો, ઓછું આપનારા ન બનો.
آية رقم 182
૧૮૨) અને સાચા ત્રાજવા વડે તોલો.
آية رقم 183
૧૮૩) લોકોને તેમની વસ્તુ ઓછી કરીને ન આપો. નીડરતા સાથે ધરતીમાં વિદ્રોહ કરતા ન ફરો.
آية رقم 184
૧૮૪) તે અલ્લાહનો ડર રાખો, જેણે તમારું અને તમારા પૂર્વજોનું સર્જન કર્યું
آية رقم 185
૧૮૫) તે લોકોએ કહ્યું, તમે તે લોકો માંથી છો જેમના પર જાદુ કરી દેવામાં આવે છે.
آية رقم 186
૧૮૬) અને તું તો અમારા જેવો જ એક માનવી છે. અને અમે તો તને જુઠ બોલનારાઓ માંથી સમજીએ છીએ.
آية رقم 187
૧૮૭) જો તું સાચા લોકો માંથી હોય તો અમારા પર આકાશના ટુકડા ફેંકી બતાવ.
آية رقم 188
૧૮૮) કહ્યું કે મારો પાલનહાર ખૂબ સારી રીતે જાણે છે જે કંઇ તમે કરી રહ્યા છો.
૧૮૯) કારણકે તે લોકોએ તેમને જુઠલાવ્યા તો, તેમને છાંયડાના દિવસના પ્રકોપે પકડી લીધા, તે ભારે દિવસનો પ્રકોપે હતો.
آية رقم 190
૧૯૦) નિ:શંક આમાં મોટી શિખામણ છે અને તેમના માંથી વધારે પડતા લોકો મુસલમાન ન હતાં.
آية رقم 191
૧૯૧) અને ખરેખર તમારો પાલનહાર તે જ છે, વિજયી અને દયાળુ.
آية رقم 192
૧૯૨)અને નિ:શંક આ (કુરઆન) સમગ્ર સૃષ્ટિના પાલનહારે અવતરિત કરેલ છે.
آية رقم 193
૧૯૩) આને નિષ્ઠાવાન ફરિશ્તો લઇને આવ્યો છે.
آية رقم 194
૧૯૪) તમારા હૃદય પર અવતરિત થયું છે, કે તમે સચેત કરનારાઓ માંથી થઇ જાવ.
آية رقم 195
૧૯૫) સ્પષ્ટ અરબી ભાષામાં છે.
آية رقم 196
૧૯૬) આગળના પયગંબરોની કિતાબોમાં પણ આ કુરઆનનું વર્ણન છે.
آية رقم 197
૧૯૭) શું તે લોકો માટે આ નિશાની પૂરતી નથી કે કુરઆનની સત્યતાને તો ઇસ્રાઇલના વિદ્વાનો પણ જાણે છે ?
آية رقم 198
૧૯૮) અને જો અમે આ (કુરઆન)ને કોઈ ગેરઅરબ પર અવતરિત કરતા,
آية رقم 199
૧૯૯) બસ ! તે તેમની સામે આ કુરઆન પઢતો તો તેને ન સમજતા.
آية رقم 200
૨૦૦) આવી જ રીતે અમે પાપીઓના હૃદયમાં આ ઇન્કારને નાંખી દીધું.
آية رقم 201
૨૦૧) તે લોકો જ્યાં સુધી દુ:ખદાયી યાતનાને જોઇ ન લે, ત્યાં સુધી ઈમાન નહીં લાવે.
آية رقم 202
૨૦૨) બસ ! તે યાતના તેમની પાસે અચાનક આવી જશે, તેમને આના વિશે ભાન પણ નહીં હોય.
آية رقم 203
૨૦૩) તે સમયે કહેશે કે શું અમને થોડીક મહેતલ આપવામાં આવશે ?
آية رقم 204
૨૦૪) બસ ! શું આ લોકો અમારી યાતના માટે ઉતાવળ કરે છે ?
آية رقم 205
૨૦૫) સારું, એ પણ જણાવો કે જો અમે તે લોકોને કેટલાય વર્ષ સુધી લાભ લેવા દઇએ.
آية رقم 206
૨૦૬) પછી તેમને તે યાતના આવશે, જેની ધમકી આપવામાં આવતી હતી.
آية رقم 207
૨૦૭) તો જે કંઇ પણ આ લોકો કરતા રહ્યા, તે માંથી કંઇ પણ ફાયદો નહીં પહોંચે.
آية رقم 208
૨૦૮) અમે સચેત કરનારાને મોકલ્યા વગર કોઈ વસ્તીવાળાઓને નષ્ટ નથી કર્યા.
آية رقم 209
૨૦૯) શિખામણ માટે. અને અમે અત્યાચાર કરવાવાળા નથી.
آية رقم 210
૨૧૦) આ કુરઆનને શેતાન નથી લાવ્યા.
آية رقم 211
૨૧૧) તે આના માટે સક્ષમ નથી, ન તો તે આ બાબતે શક્તિ ધરાવે છે.
آية رقم 212
૨૧૨) પરંતુ તે તો સાંભળવાથી પણ વંચિત કરી દેવામાં આવ્યા.
آية رقم 213
૨૧૩) બસ ! તમે અલ્લાહ સિવાય કોઈને ન પોકારો, જેથી તમે પણ સજા પામનારા બની જાવ.
آية رقم 214
૨૧૪) પોતાના સંબંધીઓને સચેત કરી દો.
آية رقم 215
૨૧૫) જે પણ ઈમાન લાવી તમારું અનુસરણ કરે, તેમની સાથે નમ્રતાભર્યું વર્તન કરો.
آية رقم 216
૨૧૬) જો આ લોકો તમારી અવજ્ઞા કરે તો તમે જાહેર કરી દો કે, હું તે કાર્યોથી અળગો છું જે તમે કરી રહ્યા છો.
آية رقم 217
૨૧૭) પોતાનો સંપૂર્ણ ભરોસો વિજયી, દયાળુ અલ્લાહ પર રાખ.
آية رقم 218
૨૧૮) જે તમને જોતો રહે છે, જ્યારે તમે ઊભા થાવ છો.
آية رقم 219
૨૧૯) અને સિજદા કરવાવાળાઓની વચ્ચે તમારું ફરવું પણ.
آية رقم 220
૨૨૦) તે ખૂબ જ સાંભળનાર અને ખૂબ જાણકાર છે.
آية رقم 221
૨૨૧) શું તમને હું જણાવું કે શેતાન કોની તરફ આવે છે ?
آية رقم 222
૨૨૨) તે દરેક જુઠ્ઠા અને પાપીઓ તરફ આવે છે.
آية رقم 223
૨૨૩) અફવાઓ સંભળાવી દે છે અને તેમના માંથી વધારે પડતા લોકો જુઠ્ઠા છે.
آية رقم 224
૨૨૪) કવિઓનું અનુસરણ તે લોકો કરે છે, જે પથભ્રષ્ટ છે.
آية رقم 225
૨૨૫) શું તમે નથી જોયું કે કવિ જંગલોમાં માથા પછાડતા ફરે છે ?
آية رقم 226
૨૨૬) અને તે લોકો જે કહે છે તે કરતા નથી.
૨૨૭)ઈમાનવાળા અને સત્કાર્ય કરનારા સિવાય અને અલ્લાહના નામનું સ્મરણ વધારે કર્યું અને પોતાના પર થયેલ અત્યાચાર પછી બદલો લીધો, જે લોકોએ અત્યાચાર કર્યો છે, તે લોકો પણ નજીકમાં જાણી લેશે કે કેવા પડખે પલટશે.
تقدم القراءة