ترجمة معاني سورة ص باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية

رابيلا العُمري

الترجمة الغوجراتية

رابيلا العُمري

الناشر

مؤسسة البر - مومباي

آية رقم 1
૧) સૉ-દ્ ! આ શિખામણ આપતા કુરઆનના સોગંદ.
آية رقم 2
૨) જો કે ઇન્કાર કરનારાઓ અહંકાર અને વિવાદ કરી રહ્યા છે.
૩) અમે તેમનાથી પહેલા પણ ઘણી કોમોને નષ્ટ કરી દીધી, તેઓ ચીસો પાડવા લાગ્યા, પરંતુ તે સમય છુટકારાનો ન હતો.
૪) અને ઇન્કાર કરનારાઓને એ વાત પર આશ્વર્ય થયું કે તેમના માંથી જ એક, તેઓને સચેત કરનાર આવ્યો અને કહેવા લાગ્યા કે આ તો જાદુગર અને જુઠ્ઠો છે.
૫) શું તેણે આટલા બધા પૂજ્યોનો એક જ પૂજ્ય કરી દીધો, ખરેખર આ તો આશ્વર્યજનક વાત છે.
૬) તેમના આગેવાનો એવું કહેતાં ચાલવા લાગ્યા કે, ચાલો અને પોતાના પૂજ્યો પર અડગ રહો. નિ:શંક આ વાત કોઇ હેતુ માટે કહેવામાં આવી રહી છે.
૭) અમે તો આવી વાત પહેલાના દીનમાં પણ નથી સાંભળી, કંઈ નથી બસ ! આતો ઘડી કાઢેલી વાતો છે.
૮) શું આપણા માંથી ફક્ત આના પર જ અલ્લાહની વાણી અવતરિત કરવામાં આવી ? જો કે આ લોકો મારી વહી પર શંકા કરી રહ્યા છે, જો કે (સત્ય એ છે કે) તે લોકોએ હજુ સુધી મારો પ્રકોપ ચાખ્યો જ નથી.
آية رقم 9
૯) અથવા શું તેમની પાસે તારા જબરદસ્ત પાલનહારની કૃપાના ખજાના છે ?
૧૦) અથવા શું આકાશ અને ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુની બાદશાહત તેમની જ છે, પછી તો તે લોકો દોરડું બાંધી ચઢી જાય.
آية رقم 11
૧૧) આ પણ (મોટા મોટા) લશ્કરો માંથી હારી ગયેલું (નાનું) લશ્કર છે.
آية رقم 12
૧૨) તેમના પહેલા પણ નૂહ અને આદની કોમ અને ખૂંટાવાળા ફિરઔને જુઠલાવ્યા હતા.
آية رقم 13
૧૩) અને ષમૂદના લોકો, લૂતની કોમના લોકોએ પણ અને અયકહના રહેવાસીઓએ પણ, આ જ (મોટા) લશ્કરો હતા.
آية رقم 14
૧૪) તેમના માંથી એક પણ એવા ન હતા જેમણે પયગંબરોને ન જુઠલાવ્યા હોય, બસ ! મારી યાતના તેમના માટે સાબિત થઇ ગઇ.
૧૫) તે લોકો બસ ! એક ચીસની રાહ જોઇ રહ્યા છે, જેમાં થોડીક પણ વાર નહીં લાગે.
آية رقم 16
૧૬) અને તે લોકોએ કહ્યું કે, હે અમારા પાલનહાર ! અમને અમારો ભાગ કયામતના દિવસ પહેલા જ આપી દે.
૧૭) તમે તેમની વાતો પર ધીરજ રાખો અને અમારા બંદા દાઊદ અ.સ.ને યાદ કરો, જે ખૂબ જ શક્તિશાળી હતા, નિ:શંક તે ખૂબ જ રજૂ થનારા હતા.
آية رقم 18
૧૮) અમે પર્વતોને તેમના વશમાં કરી રાખ્યા હતા, કે તેમની સાથે સાંજે અને સવારે અલ્લાહના નામનું સ્મરણ કરે.
آية رقم 19
૧૯) અને પક્ષીઓને પણ ભેગા થઇ , દરેક તેમની આજ્ઞાનું પાલન કરતા હતા.
آية رقم 20
૨૦) અને અમે તેમના સામ્રાજ્યને મજબૂત કરી દીધું હતું અને તેમને હિકમત આપી હતી અને નિર્ણાયક શક્તિ પણ આપી હતી.
آية رقم 21
૨૧) અને શું તમને ઝઘડો કરવાવાળાની ખબર મળી ? જ્યારે તેઓ દિવાલ કુદીને મેહરાબ (ઓરડા)માં આવી ગયા.
૨૨) જ્યારે તેઓ દાઊદ અ.સ. પાસે આવ્યા, તો તેઓ તેમનાથી ભયભીત થયા, તેમણે કહ્યું, ભયભીત ન થાઓ, અમે ફરિયાદના બે પક્ષકારો છીએ, અમારા માંથી એકે બીજા પર અતિરેક કર્યો છે, બસ ! તમે અમારી વચ્ચે ન્યાય પૂર્વક ફેંસલો કરી દો અને અન્યાય ન કરશો અને અમને સત્ય માર્ગ બતાવી દો.
૨૩) (સાંભળો) ! આ મારો ભાઇ છે, તેની પાસે નવ્વાણું મેઢીઓ છે અને મારી પાસે એક જ મેઢી છે, પરંતુ તે મને કહી રહ્યો છે કે તારી આ એક પણ મને આપી દે અને વાત-ચીતમાં તેણે મને દબાવી દીધો છે.
૨૪) તેમણે કહ્યું, તેનું તારી પાસે એક મેંઢી માંગવું, તારા પર ખરેખર અત્યાચાર છે અને વધારે પડતા ભાગીદારો એક-બીજા પર અતિરેક કરે છે, ઈમાનવાળા અને સત્કાર્યો કરનારા સિવાય અને આવા લોકો ઘણા ઓછા છે અને દાઊદ અ.સ. સમજી ગયા કે અમે તેમની કસોટી કરી છે, પછી તો પોતાના પાલનહારથી માફી માંગવા લાગ્યા અને આજીજી કરતા પડી ગયા અને વિનમ્રતા દાખવી.
૨૫) બસ ! અમે પણ તેમનો તે (વાંક) માફ કરી દીધો, ખરેખર તેઓ અમારી પાસે ઉચ્ચ દરજ્જાવાળા છે અને ખૂબ જ શ્રેષ્ઠ બદલો મેળવનારા છે.
૨૬) હે દાઊદ ! અમે તમને ધરતી ઉપર નાયબ બનાવી દીધા, તમે લોકો વચ્ચે ન્યાયપૂર્વક નિર્ણય કરો અને પોતાની મનેચ્છાઓનું અનુસરણ ન કરો, નહિતો તે તમને અલ્લાહના માર્ગથી ભટકાવી દેશે, નિ:શંક જે લોકો અલ્લાહના માર્ગથી ભટકી જાય છે, તેમના માટે સખત યાતના છે, એટલા માટે કે તેઓ હિસાબના દિવસને ભુલી ગયા છે.
૨૭) અને અમે આકાશ અને ધરતી અને તે બન્ને વચ્ચેની વસ્તુઓનું સર્જન અમસ્તા જ નથી કર્યું. આવું અનુમાન તો ઇન્કાર કરનારાઓનું છે, ઇન્કાર કરનારાઓ માટે આગની ખરાબી છે.
૨૮) શું અમે તે લોકોને, જેઓ ઈમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા, તેમના જેવા કરી દઇશું, જેઓ ધરતી ઉપર વિદ્રોહ કરતા રહ્યા અથવા ડરવાવાળાઓને પથભ્રષ્ટ લોકો જેવા કરી દઇશું ?
૨૯) આ પવિત્ર કિતાબ છે, જેને અમે તમારી તરફ એટલા માટે અવતરિત કરી કે લોકો તેની આયતો પર ચિંતન કરે અને બુદ્ધિશાળી લોકો તેના દ્વારા શિખામણ પ્રાપ્ત કરે.
آية رقم 30
૩૦) અને અમે દાઊદને સુલૈમાન આપ્યા, જે ખૂબ જ સારા બંદા હતા અને ખૂબ જ ઝૂકવાવાળા હતા.
آية رقم 31
૩૧) જ્યારે તેમની પાસે સાંજના સમયે ખૂબ જ કેળવેલા ઘોડા લાવવામાં આવ્યા,
૩૨) તો કહેવા લાગ્યા કે, મેં મારા પાલનહારની યાદ સામે આ ઘોડાઓના પ્રેમને પ્રાથમિકતા આપી, ત્યાં સુધી કે સૂર્યાસ્ત થઇ ગયો,
آية رقم 33
૩૩) તે (ઘોડાઓ) ને ફરીવાર મારી પાસે લાવો, પછી પિંડલીઓ અને ગળા પર હાથ ફેરવવા લાગ્યા,
૩૪) અને અમે સુલૈમાન અ.સ.ની કસોટી કરી અને તેમના સિંહાસન પર એક શરીર નાંખી દીધું, પછી તેઓ ઝૂકી ગયા.
૩૫) કહ્યું કે હે મારા પાલનહાર ! મને માફ કરી દે અને મને એવું સામ્રાજ્ય આપ, જે મારા પછી કોઇનું ન હોય, તું ખૂબ જ આપનાર છે.
آية رقم 36
૩૬) બસ ! અમે હવાને તેમના વશમાં કરી દીધી, તે તેમના આદેશ પ્રમાણે, જ્યાં તેઓ ઇચ્છતા, ત્યાં નરમાશથી પહોંચી જતી હતી.
آية رقم 37
૩૭) અને (શક્તિશાળી) જિન્નાતોને પણ (તેમના આધિન કરી દીધા), દરેક ઇમારત બનાવનારાઓને અને ડુબકી લગાવનારને,
آية رقم 38
૩૮) અને બીજા જિન્નાઅતોને પણ, જે સાંકળોમાં જકડાયેલા હતા.
آية رقم 39
૩૯) આ છે અમારી ભેટ, હવે તું ઉપકાર કર અથવા રોકી રાખ, કંઈ પણ હિસાબ નથી.
آية رقم 40
૪૦) તેમના માટે અમારી પાસે ઘણી જ નિકટતા છે અને ખૂબ જ શ્રેષ્ઠ ઠેકાણું છે.
૪૧)અને અમારા બંદા ઐયૂબ અ.સ.નું (પણ) વર્ણન કરો, જ્યારે તેઓએ પોતાના પાલનહારને પોકાર્યા કે મને શેતાને રંજ અને દુ:ખ પહોંચાડ્યું છે.
آية رقم 42
૪૨) પોતાનો પગ માર, આ સ્નાન કરવા માટે અને પીવા માટે ઠંડુ પાણી છે.
૪૩) અને અમે તેમને તેમનું સંપૂર્ણ કુટુંબ આપ્યું, પરંતુ તેના જેટલા જ બીજા પણ, પોતાના તરફથી કૃપા તરીકે અને બુદ્ધિશાળી લોકોની શિખામણ માટે.
૪૪) અને પોતાના હાથમાં સળીઓનો એક ઝૂડો લઇને મારી દો અને સોગંદ ન તોડો, સાચી વાત તો એ છે કે અમે તેને ઘણો જ ધીરજવાન જોયો, તે ખૂબ જ સદાચારી વ્યક્તિ હતો અને ખૂબ જ વિનમ્ર હતા.
آية رقم 45
૪૫) અમારા બંદા ઇબ્રાહીમ, ઇસ્હાક અને યાકૂબ અ.સ.નું પણ વર્ણન લોકો સામે કરો, જેઓ હાથ અને આંખોવાળા હતા.
آية رقم 46
૪૬) અમે તેમને એક ખાસ વાત એટલે કે આખેરતની યાદ સાથે ખાસ કરી દીધા.
آية رقم 47
૪૭) આ બધા અમારી ખૂબ જ નિકટ અને શ્રેષ્ઠ લોકો હતા.
૪૮) ઇસ્માઇલ, ય-સ-અ અને ઝુલ્ કિફ્લ (અ.સ.)નું પણ વર્ણન કરી દો, આ બધા સદાચારી લોકો હતા.
آية رقم 49
૪૯) આ શિખામણ છે અને ખરેખર ડરવાવાળા લોકો માટે ખૂબ જ સારી જગ્યા છે.
آية رقم 50
૫૦) (એટલે કે હંમેશા બાકી રહેવાવાળી) જન્નતો, જેના દ્વાર તેમના માટે ખુલ્લા છે.
آية رقم 51
૫૧) જેમાં (તકિયા સાથે) ટેકો લગાવી બેઠા હશે અને દરેક પ્રકારના ફળો અને શરાબોની ઇચ્છા કરતા હશે.
آية رقم 52
૫૨) અને તેમની પાસે નીચી નજરોવાળી સરખીવયની હૂરો હશે.
آية رقم 53
૫૩) આ છે તે વચન, જે તમારી સાથે હિસાબના દિવસ માટે, કરવામાં આવતું હતું.
آية رقم 54
૫૪) નિ:શંક રોજી (ખાસ) અમારી કૃપા છે જે ક્યારેય સમાપ્ત થવાની નથી.
آية رقم 55
૫૫) આ તો બદલો થયો, (યાદ રાખો કે) વિદ્રોહ કરનારા માટે અત્યંત ખરાબ ઠેકાણું છે.
آية رقم 56
૫૬) જહન્નમ છે, જેમાં તેઓ જશે, કેટલું ખરાબ પાથરણું છે ?
آية رقم 57
૫૭) આ છે, બસ ! તેને ચાખો, ગરમ પાણી અને પરૂં,
آية رقم 58
૫૮) તે સિવાય બીજી અલગ-અલગ પ્રકારની યાતના,
૫૯) આ એક કોમ છે, જે તમારી સાથે (આગમાં) જશે, કોઇ સ્વાગત તેમના માટે નથી, આ લોકો જ જહન્નમમાં જનારા છે,
૬૦) તેઓ કહેશે કે તમે જ છો , જેમના માટે કોઇ સ્વાગત નથી, તમે લોકો જ આને પહેલાથી અમારી સામે લાવ્યા હતા, બસ ! રહેવા માટેની ખૂબ જ ખરાબ જગ્યા છે.
૬૧) તેઓ કહેશે કે હે અમારા પાલનહાર ! જેણે (ઇન્કારનો રિવાજ) અમારા માટે પહેલાથી જ કાઢ્યો હોય, તેના માટે જહન્નમની સજા બમણી કરી દે.
૬૨) અને જહન્નમી લોકો કહેશે કે, શું વાત છે કે તે લોકોને આપણે નથી જોઇ રહ્યા, જેમને આપણે ખરાબ લોકોમાં ગણતા હતા.
آية رقم 63
૬૩) શું આપણે જ તેમની મશ્કરી કરતા હતા અથવા આપણી નજર તેમના પરથી હઠી ગઇ છે ?
آية رقم 64
૬૪) ખરેખર જહન્નમી લોકોનો આ ઝઘડો જરૂર થશે,
૬૫) કહી દો ! કે, હું તો ફક્ત સચેત કરનારો છું અને એક, વિજયી, અલ્લાહ સિવાય કોઇ પૂજ્ય નથી.
آية رقم 66
૬૬) જે આકાશો, ધરતી અને જે કંઈ તે બન્નેની વચ્ચે છે, તે બધાનો પાલનહાર છે. તે જબરદસ્ત અને ખૂબ જ માફ કરવાવાળો છે.
آية رقم 67
૬૭) તમે કહી દો કે આ ખૂબ જ મોટી વાત છે,
آية رقم 68
૬૮) જેનાથી તમે બેદરકાર થઇ રહ્યા છો,
૬૯) મને તે ઉચ્ચ, પ્રતિષ્ઠિત ફરિશ્તાઓની (વાતોનું) કોઇ જ્ઞાન નથી, જ્યારે તેઓ તકરાર કરી રહ્યા હતા.
آية رقم 70
૭૦) મારી તરફ ફક્ત તે જ વહી કરવામાં આવે છે કે, હું તો સ્પષ્ટ રીતે સચેત કરનાર છું.
૭૧) જ્યારે તમારા પાલનહારે ફરિશ્તાઓને કહ્યું કે હું માટી વડે માનવીનું સર્જન કરવાનો છું,
૭૨) તો જ્યારે હું તેને વ્યવસ્થિત કરી લઉં અને તેમાં પોતાની રૂહ ફૂંકી દઉં, તો તમે સૌ તેની સામે સિજદો કરજો,
آية رقم 73
૭૩) તેથી દરેક ફરિશ્તાઓએ સિજદો કર્યો,
آية رقم 74
૭૪) પરંતુ ઇબ્લિસે (ન કર્યો), તેણે ઘમંડ કર્યું અને તે ઇન્કાર કરનારાઓ માંથી હતો.
૭૫) (અલ્લાહ તઆલાએ) કહ્યું, હે ઇબ્લિસ ! તને તેની સામે સિજદો કરવાથી કેવી વસ્તુએ રોક્યો ? જેનું સર્જન મેં મારા હાથો વડે કર્યું. શું તું અહંકારી બની ગયો છે ? અથવા તો ઉચ્ચ દરજ્જા વાળાઓ માંથી છે ?
૭૬) તેણે જવાબ આપ્યો કે હું આના કરતા શ્રેષ્ઠ છું, તે મારું સર્જન આગ વડે કર્યું અને આનું માટી વડે,
آية رقم 77
૭૭) આદેશ આપ્યો કે તું અહીંયાથી જતો રહે, તું ધૃત્કારેલો છે,
آية رقم 78
૭૮) અને તારા પર કયામતના દિવસ સુધી મારી લઅનત અને ફિટકાર છે.
آية رقم 79
૭૯) કહેવા લાગ્યો કે મારા પાલનહાર ! મને લોકોના (બીજી વખત) જીવિત થવાના દિવસ સુધી મહેતલ આપ.
آية رقم 80
૮૦) (અલ્લાહ તઆલાએ) કહ્યું, તું તે લોકો માંથી છે જે લોકોને મહેતલ આપવામાં આવી,
آية رقم 81
૮૧) નક્કી કરેલ મુદ્દતના દિવસ સુધી,
آية رقم 82
૮૨) કહેવા લાગ્યો કે પછી તો તારી ઇજજતના સોગંદ ! નિ:શંક હું તે સૌને પથભ્રષ્ટ કરીશ,
آية رقم 83
૮૩) તારા તે બંદાઓ સિવાય, જેમને વિશિષ્ટ કરી લીધા.
آية رقم 84
૮૪) કહ્યું કે સત્ય તો આ છે, અને હું સાચું જ કહું છું,
آية رقم 85
૮૫) કે તને અને તારું અનુસરણ કરનારા દરેક લોકોથી, હું જહન્નમને ભરી દઇશ
૮૬) કહી દો કે હું તમારી પાસે આના માટે કોઇ વળતર નથી માંગતો અને ન તો હું બળજબરી કરવાવાળો છું.
آية رقم 87
૮૭) આ તો સમગ્ર સૃષ્ટિના લોકો માટે સ્પષ્ટ શિખામણ છે.
آية رقم 88
૮૮) નિ:શંક તમે આની સત્યતાને થોડાંક જ સમય પછી જાણી લેશો.
تقدم القراءة