ترجمة سورة النبأ

الترجمة الغوجراتية
ترجمة معاني سورة النبأ باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية .
من تأليف: رابيلا العُمري .

૧) તેઓ કયા વિષય બાબત પૂછતાછ કરી રહ્યા છે.
૨) તે મોટી સુચના બાબત વિશે.
૩) જેના વિશે તેઓ મતભેદ કરી રહ્યા છે.
૪) ચોક્કસપણે તેઓ નજીકમાં જાણી લેશે.
૫) ફરી ચોક્કસપણે તેઓ નજીકમાં જાણી લેશે.
૬) શું અમે ધરતીને પાથરણું નથી બનાવ્યું ?
૭) અને પર્વતોને ખુંટા (નથી બનાવ્યા ?)
૮) અને અમે તમને જોડકામાં પેદા કર્યા.
૯) અને અમે તમારી નિદ્રાને તમારા આરામ માટે જ બનાવી.
૧૦) અને રાતને અમે પરદો બનાવ્યો છે.
૧૧) અને દિવસને કમાણી માટે બનાવ્યો.
૧૨) અને અમે તમારા ઉપર સાત મજબુત આકાશ બનાવ્યા.
૧૩) અને એક ચમકતો દીવો (સૂર્ય) બનાવ્યો.
૧૪) અને વાદળોમાં થી મુશળધાર વરસાદ વરસાવ્યો.
૧૫) જેથી તેનાથી અનાજ અને વનસ્પતિ ઉપજાવે.
૧૬) અને હર્યા-ભર્યા બાગ. ( પણ ઉપજાવે)
૧૭) નિ:શંક ફેસલાનો દિવસ નિશ્ર્ચિત છે.
૧૮) જે દિવસે સૂરમાં ફુકવામાં આવશે, પછી તમે જુથ ના જુથ ચાલી આવશો.
૧૯) અને આકાશ ખોલી નાખવામાં આવશે. તેમાં દ્વાર જ દ્વાર થઇ જશે.
૨૦) અને પર્વતને ચલાવવામાં આવશે, તો તે મરીચિકા બનીને રહી જશે.
૨૧) નિ:શંક દોઝખ ઘાતમાં છે.
૨૨) દુરાચારીઓ નું ઠેકાણુ તે જ છે.
૨૩) જેમાં તેઓ અગણિત વર્ષો સુધી પડ્યા રહેશે.
૨૪) ન તેમાં ઠંડી તથા પીણું ચાખશે.
૨૫) સિવાય ગરમ પાણી અને (વહેતુ) પરૂ.
૨૬) (તેમને) સંપૂર્ણ બદલો મળશે.
૨૭) નિ:શંક તેઓ હિસાબની આશા જ નહતા રાખતા.
૨૮) અને બેબાકીથી અમારી આયતોને જુઠલાવતા હતા.
૨૯) અને અમે દરેક વસ્તુને ગણી ગણીને લખી રાખી છે.
૩૦) હવે, તમે (પોતાની કરણીની) મજા ચાખો.
૩૧) નિ:શંક ડરવા વાળાઓ માટે જ સફળતા છે.
૩૨) બગીચાઓ અને દ્રાક્ષ છે.
૩૩) અને નવયુવાન કુમારિકાઓ.
૩૪) અને છલકાતા પ્યાલા.
૩૫) ત્યાં ન બકવાસ સાંભળશે અને ન તો જુઠી વાતો સાંભળશે.
૩૬) (તેમને) તમારા પાલનહાર તરફથી (તેમના સારા કાર્યો નો)આ બદલો મળશે. જે ભરપુર હશે.
૩૭) (તે પાલનહાર તરફથી મળશે જે) આકાશો અને જમીનનો અને જે કાંઇ પણ તેમની વચ્ચે છે તેનો પાલનહાર છે, અને તે ખુબજ માફ કરવાવાળો છે, કોઇને પણ તેનાથી વાતચીત કરવાનો અધિકાર નહી હોય.
૩૮) જે દિવસે રૂહ અને ફરિશ્તાઓ કતારબંધ ઉભા હશે, કોઇ વાત નહી કરી શકે સિવાય તે, જેને અત્યંત દયાળુ પરવાનગી આપે, અને તે યોગ્ય વાત કહેશે.
૩૯) તે દિવસ નિશ્ર્ચિત છે. હવે જે ઇચ્છે તે પોતાના પાલનહાર પાસે (સારા કાર્યો) કરી ઠેકાણુ બનાવી લે.
૪૦) નિ:શંક અમે તમને નજીકમાં જ આવનારી યાતનાથી ડરાવી દીધા (અને ચોકન્ના કરી દીધા) છે. જે દિવસે માનવી તેના હાથોએ કરેલા (કર્મ) જોઇ લેશે, અને કાફિર કહેશે કે કદાચ હું માટી થઇ જાત.
Icon