ترجمة سورة الحجرات

الترجمة الغوجراتية
ترجمة معاني سورة الحجرات باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية .
من تأليف: رابيلا العُمري .

૧) હે ઇમાનવાળાઓ ! અલ્લાહ અને તેના પયગંબરથી આગળ ન વધો, અને અલ્લાહથી ડરતા રહો, નિ:શંક અલ્લાહ તઆલા સાંભળનાર, જાણનાર છે.
૨) હે ઇમાનવાળાઓ ! પોતાના અવાજને પયગંબરના અવાજથી ઊંચો ન કરો, અને ન તો તેમની સાથે ઊંચા અવાજથી વાત કરો, જેવી રીતે કે અંદર અંદર એકબીજા સાથે કરો છો, ક્યાંક (એવું ન થાય કે) તમારા કર્મો વ્યર્થ થઇ જાય અને તમને ખબર પણ ન પડે.
૩) નિ:શંક જે લોકો પયગંબર સાહેબની સામે પોતાના અવાજને નીચો રાખે છે, આ જ તે લોકો છે જેમના હૃદયોને અલ્લાહએ સંયમતા માટે પારખી લીધા છે, તેમના માટે ક્ષમા છે અને ભવ્ય બદલો છે.
૪) જે લોકો તમને કમરા પાછળથી પોકારે છે તેઓ માંથી વધારે પડતા મૂર્ખ છે.
૫) જો આ લોકો ત્યાં સુધી ધીરજ રાખતા કે તમે (પોતે) તેઓની પાસે આવી જતા તો આ જ તેઓ માટે સારૂ થાત અને અલ્લાહ ખુબ જ માફ કરનાર અને દયાળુ છે.
૬) હે ઇમાનવાળાઓ ! જો તમને કોઇ પાપી ખબર આપે તો તમે તેને સારી રીતે તપાસ કરી લો, એવું ન થાય કે અજાણમાં કોઇને હાનિ પહોંચાડી દો, પછી પોતાના કર્યા પર પસ્તાવો થાય.
૭) અને જાણી લો કે તમારી વચ્ચે અલ્લાહના પયગંબર હાજર છે, જો તે સામાન્ય રીતે તમારૂ કહ્યુ માને , ઘણા કાર્યોમાં તમે મુશ્કેલીમાં મુકાઇ જાવ, પરંતુ અલ્લાહ તઆલાએ ઇમાનને તમારા માટે પ્રિય બનાવી દીધુ છે અને તેને તમારા હૃદયોમાં શણગારી રાખ્યું છે, અને ઇન્કાર તથા પાપને તથા અવજ્ઞાને તમારા માટે તિરસ્કાર બનાવી દીધુ છે, આ જ લોકો સત્યમાર્ગ પર છે.
૮) અલ્લાહ ના ઉપકાર અને ઇનામથી અને અલ્લાહ જાણનાર, હિકમતવાળો છે.
૯) અને જો મુસલમાનોના બે જૂથ અંદર અંદર ઝઘડી પડે તો તેઓમાં મિલાપ કરાવી દો, પછી જો તે બન્ને માંથી એક બીજા (જૂથ) પર અત્યાચાર કરે તો તમે સૌ તે જૂથ સાથે જે અત્યાચાર કરે છે, લડાઇ કરો, ત્યાં સૂધી કે અલ્લાહના આદેશ તરફ પાછા ફરે, જો પાછા ફરે તો પછી ન્યાય સાથે મિલાપ કરાવી દો, અને ન્યાય કરો, નિ:શંક અલ્લાહ તઆલા ન્યાય કરવાવાળાઓને સાથી બનાવે છે.
૧૦) (યાદ રાખો) સૌ મુસલમાન ભાઇ ભાઇ છે, બસ ! પોતાના બે ભાઇઓમાં મિલાપ કરાવી દો અને અલ્લાહથી ડરતા રહો, જેથી તમારા પર દયા કરવામાં આવે.
૧૧) હે ઇમાનવાળાઓ ! કોઇ જૂથ બીજા જૂથ સાથે ઠઠ્ઠા-મસ્કરી ન કરે, શકય છે કે આ તેનાથી ઉત્તમ હોય અને ન સ્ત્રીઓ સ્ત્રીઓ સાથે, શકય છે તે તેણીઓથી ઉત્તમ હોય અને એકબીજાને ટોણા ન મારો અને ન કોઇને ખરાબ ઉપનામો વડે પોકારો, ઇમાન લાવ્યા પછી પાપનું નામ ખોટું છે અને જે તૌબા ન કરે તે જ અત્યાચારી લોકો છે.
૧૨) હે ઇમાનવાળાઓ ! વધારે પડતા અનુમાનથી બચો, જાણી લો કે કેટલાક અનુમાનો ગુનાહ છે અને જાસૂસી ન કરો અને ન તો તમારા માંથી કોઇ કોઇની નિંદા કરે, શું તમારા માંથી કોઇ પણ પોતાના મૃત ભાઇનું માસ ખાવાનું પસંદ કરશે ? તમે તેને નાપસંદ કરશો અને અલ્લાહથી ડરતા રહો,નિ:શંક અલ્લાહ તૌબા કબૂલકરનાર, દયાળુ છે.
૧૩) હે લોકો ! અમે તમને સૌને એક (જ) પુરૂષ તથા સ્ત્રી વડે પેદા કર્યા છે અને એટલા માટે કે તમે અંદર અંદર એકબીજાને ઓળખો, તમારા કુંટંબ અને ખાનદાન બનાવી દીધા છે, અલ્લાહની પાસે તમારા માંથી ઇજજતવાળો તે છે જે સૌથી વધારે ડરવાવાળો છે, નિ:શંક અલ્લાહ જાણનાર, ખબર રાખનાર છે.
૧૪) ગામવાસીઓ કહે છે કે અમે ઇમાન લાવ્યા, તમે કહી દો કે (ખરેખર) તમે ઇમાન નથી લાવ્યા, પરંતુ તમે એવું કહો કે અમે ઇસ્લામ લાવ્યા, (વિરોધ છોડી અનુસરણ કરનારા બની ગયા) જો કે હજૂ સુધી તમારા હૃદયોમાં ઇમાન પ્રવેશ્યુ જ નથી, તમે જો અલ્લાહ અને તેના પયગંબરનુ અનુસરણ કરવા લાગશો તો અલ્લાહ તમારા કર્મો માંથી કંઇ પણ ઓછું
નહીં કરે. નિ:શંક અલ્લાહ ક્ષમા આપનાર, દયાળુ છે.
૧૫) ઇમાનવાળા તો તે છે જે અલ્લાહ અને તેના પયગંબર પર ઇમાન લાવે, પછી શંકા ન કરે અને પોતાના ધન વડે અને પોતાના પ્રાણ વડે અલ્લાહના માર્ગમાં જેહાદ કરે છે, (પોતાના ઇમાન ના વચનમાં) આ જ લોકો સાચા અને સત્ય માર્ગ પર છે.
૧૬) કહી દો ! કે શું તમે અલ્લાહ તઆલાને પોતાની ધાર્મિકતાથી સચેત કરો છો, અલ્લાહ તે દરેક વસ્તુથી જે આકાશો અને ધરતી પર છે, ખુબ જ સારી રીતે જાણે છે. અને અલ્લાહ દરેક વસ્તુની જાણ રાખનાર છે.
૧૭) પોતાના મુસલમાન થવા માટે તમારા પર ઉપકાર કરે છે, તમે કહી દો કે પોતાના મુસલમાન થવાનો ઉપકાર મારા પર ન કરો, પરંતુ ખરેખર અલ્લાહનો તમારા પર ઉપકાર છે કે તેણે તમને ઇમાનનો માર્ગ બતાવ્યો, જો તમે સાચા હોય.
૧૮) જાણી લો કે આકાશો અને ધરતીની છૂપી વાતો અલ્લાહ ખુબ જાણે છે, અને જે કંઇ પણ તમે કરી રહ્યા છો તેને અલ્લાહ સારી રીતે જોઇ રહ્યો છે
Icon