ترجمة سورة الإنشقاق

الترجمة الغوجراتية
ترجمة معاني سورة الإنشقاق باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية .
من تأليف: رابيلا العُمري .

૧) જ્યારે આકાશ ફાટી જશે.
૨) અને પોતાના પાલનહારના આદેશ પર કાન ધરશે. અને તેના જ લાયક તે છે.
૩) અને જ્યારે જમીન (ખેંચીને) ફેલાવી દેવામાં આવશે.
૪) અને તેમાં જે કંઇ પણ છે તેને તે બહાર ફેંકી દેશે અને ખાલી થઇ જશે.
૫) અને પોતાના પાલનહારના આદેશ પર કાન ધરશે અને તેના જલાયક તે છે.
૬) હે માનવી ! તું પોતાના પાલનહારને મળવા સુધી આ કોશિશ અને દરેક કાર્ય અને મહેનત કરી તેનાથી મુલાકાત કરવાવાળો છે.
૭) તો (તે વખતે) જે વ્યક્તિના જમણા હાથમાં કર્મનોંધ આપવામાં આવશે.
૮) તેનો હિસાબ તો ખુબ જ હળવો લેવામાં આવશે.
૯) અને તે પોતાના સ્વજનો તરફ ખુશી ખુશી પાછો ફરશે.
૧૦) હા ! જે વ્યક્તિની કર્મનોંધ તેની પીઠ પાછળથી આપવામાં આવશે.
૧૧) તો તે મૃત્યુને પોકારશે.
૧૨) અને ભડકે બળતી જહન્નમમાં દાખલ થશે.
૧૩) આ વ્યક્તિ પોતાના સ્વજનો સાથે (દુનિયામાં) ખુશ હતો.
૧૪) તે સમજતો હતો કે અલ્લાહની તરફ પાછા ફરવાનું જ નથી.
૧૫) કેમ નહી, નિ:શંક તેનો પાલનહાર તેને સારી રીતે જોઇ રહ્યો હતો.
૧૬) હું સોંગદ ખાઉ છુ શફક (સંધ્યાની લાલાશ) ના.
૧૭) અને રાત્રિના અને તેની સમેટી લીધેલી વસ્તુઓ ના સોંગદ.
૧૮) અને ચંદ્ર ના જ્યારે તે સંપૂર્ણ થઇ જાય છે.
૧૯) નિ:શંક તમે એક સ્થિતિથી બીજી સ્થિતિ પર પહોંચશો.
૨૦) તેમને શું થઇ ગયું છે કે ઇમાન નથી લાવતા.
૨૧) અને જ્યારે તેમની પાસે કુરઆન પઢવામાં આવે છે તો સજદો નથી કરતા.
૨૨) પરંતુ જે લોકોએ ઇન્કાર કર્યો તે જુઠલાવી રહ્યા છે.
૨૩) અને અલ્લાહ તઆલા ખુબ જ જાણે છે, જે કંઇ તેઓ હૃદયો માં રાખે છે.
૨૪) તેઓને દુ:ખદાયક યાતનાની શુભસુચના સંભળાવી દો.
૨૫) હા, ઇમાનવાળાઓ અને સદકાર્યો કરવાવાળાઓ ને અગણિત અને અનંત બદલો છે.
Icon