ترجمة سورة الذاريات

الترجمة الغوجراتية
ترجمة معاني سورة الذاريات باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية .
من تأليف: رابيلا العُمري .

૧) સોગંદ છે ઉડાવીને વિખેરાઇ નાખનારના (અર્થાત તે હવાઓના સોગંદ જે માટીને ઉડાવીને વિખેરી નાખે છે)
૨) પછી ભાર ઉઠાવનારના.
૩) પછી નરમીથી ચાલનારના (પાણીમાં ચાલનારી હોડીઓ).
૪) પછી કાર્યને વહેંચી નાખનાર (અર્થાત તે ફરિશ્તાઓ જેઓ કાર્યની વહેંચણી કરી લેં છે)
૫) નિ:શંક તમને જે વચનો કરવામાં આવે છે, (બધા) સાચ્ચા છે.
૬) અને નિ:શંક ન્યાય થશે.
૭) સોગંદ છે વિવિધ રૂપોવાળા આકાશના.
૮) નિ:શંક તમે વિવિધ વાતો કરો છો.
૯) આનાથી તે વંચિત રાખવામાં આવે છે જે ફરી ગયો હોય.
૧૦) નષ્ટ થાય અટકળો કરનારા.
૧૧) જેઓ બેદરકાર છે અને ભાનવિહોણા છે.
૧૨) પુછે છે કે બદલાનો દિવસ કયારે આવશે ?
૧૩) હાં, આ તે દિવસ છે કે આ લોકો આગમાં ઉલટ-પુલટ પડયા હશે.
૧૪) પોતાના ઉપદ્રવનો સ્વાદ ચાખો, આ જ છે, જેની તમે ઉતાવળ કરતા હતા.
૧૫) નિ:શંક ડરનારાઓ જન્નતો અને ઝરણાઓમાં હશે.
૧૬) તેમના પાલનહારે જે કંઇ તેમને આપ્યુ છે તેને લઇ રહ્યા હશે, તે તો આ પહેલા પણ સદાચારી હતા.
૧૭) તેઓ રાત્રે ખુબ જ ઓછું સૂતા હતા.
૧૮) અને સહરી ના સમયે માફી માંગતા હતા.
૧૯) અને તેમના ધનમાં માંગવાવાળાઓ માટે અને માંગવાથી બચનારાઓ માટે ભાગ હતો.
૨૦) અને વિશ્ર્વાસ કરનારાઓ માટે તો ધરતી પર ઘણી જ નિશાનીઓ છે.
૨૧) અને સ્વયં તમારા અસ્તિતવમાં પણ, શું તમે જોતા નથી ?
૨૨) તમારી રોજી અને જે વચન તમને કરવામાં આવે છે, બધુ જ આકાશમાં છે.
૨૩) આકાશ અને ધરતીના પાલનહારના સોગંદ, કે આ ખરેખર સાચ્ચું છે, એવું જ જેવી કે તમે વાતો કરો છો.
૨૪) શું તમને ઇબ્રાહીમના પ્રતિષ્ઠિત મહેમાનોની ખબર પહોંચી છે ?
૨૫) તેઓ જ્યારે તેમની પાસે આવ્યા તો તેમણે સલામ કર્યું, ઇબ્રાહીમે સલામનો જવાબ આપ્યો (અને કહ્યું આ તો) અજાણ્યા લોકો છે.
૨૬) પછી ચુપચાપ ઝડપથી પોતાના ઘરવાળાઓ પાસે ગયા અને એક હષ્ટપુષ્ટ વાછરડું (નું માસ) લાવ્યા.
૨૭) અને તેને તેમની સામે મુકયું. અને કહ્યું તમે ખાતા નથી ?
૨૮) પછી મનમાં જ તેમનાથી ભયભીત થઇ ગયા, તેમણે કહ્યું “ તમે ભયભીત ન થાવ” અને તેમણે (હઝરત ઇબ્રાહીમ) ને એક જ્ઞાનવાન સંતાનની ખુશખબર આપી.
૨૯) બસ ! તેમની પત્નિ આગળ વધી અને આશ્ર્ચર્યમાં પોતાના મોઢાં ઉપર હાથ મારતા કહ્યું કે હું તો ઘરડી છું અને સાથે વાંઝણી પણ.
૩૦) તેમણે કહ્યું હાં તારા પાલનહારે આવી જ રીતે ફરમાવ્યું છે. નિ:શંક તે તત્તવદર્શી અને જાણનાર છે.
૩૧) (હઝરત ઇબ્રાહીમે) કહ્યું કે અલ્લાહના મોકલેલા (ફરિશ્તાઓ) તમારો શું હેતુ છે ?
૩૨) તેમણે જવાબ આપ્યો કે અમે દુરાચારી કોમ તરફ મોકલવામાં આવ્યા છે.
૩૩) જેથી અમે તેમના પર માટીની કાંકરીઓ વરસાવીએ.
૩૪) જે તારા પાલનહાર તરફથી નિશાનવાળી છે, તે હદવટાવી નાખનારાઓ માટે.
૩૫) બસ ! જેટલા ઇમાનવાળાઓ ત્યાં હતા, અમે તેમને બચાવી લીધા.
૩૬) અને અમે ત્યાં મુસલ્માનોનું ફકત એક જ ઘર જોયું.
૩૭) અને અમે ત્યાં તેમના માટે, જે દુ:ખદાયી યાતનાનો ડર રાખે છે એક નિશાની છોડી.
૩૮) મૂસાના (કિસ્સા) માં (પણ અમારા તરફ થી એક નિશાની છે) કે અમે તેને ફિરઓન તરફ ખુલ્લા પૂરાવા આપી મોકલ્યા.
૩૯) બસ ! તેણે પોતાના સામર્થ્ય ઉપર મોંઢુ ફેરવ્યું અને કહેવા લાગ્યો આ જાદુગર છે અથવા તો પાગલ છે.
૪૦) છેવટે અમે તેને અને તેના લશ્કરને અમારી યાતનામાં પકડી દરિયામાં નાખી દીધો અને તે હતો જ ઝાટકણીને લાયક.
૪૧) આવી જ રીતે આદમાં (પણ અમારા તરફ થી એક નિશાની છે) જ્યારે અમે તેઓના પર ઉજ્જડ પવન મોકલ્યો.
૪૨) તે જે વસ્તુ પર પડતી તેને ખોખરા હાડકા જેવું (ચૂરે ચૂરા) કરી નાખતી હતી.
૪૩) અને ષમૂદ (ના કિસ્સા) માં પણ (ચેતવણી) છે, જ્યારે તેઓને કહેવામાં આવ્યુ કે તમે થોડાક દિવસો સુધી ફાયદો ઉઠાવી લો.
૪૪) પરંતુ તેઓએ પોતાના પાલનહારના આદેશનો ભંગ કર્યો, જેથી તેઓને જોતજાતામાં (વાવાઝોડા) એ નષ્ટ કરી દીધા.
૪૫) બસ ! ન તો તેઓ ઉભા થઇ શક્યા અને ન તો બદલો લઇ શક્યા.
૪૬) અને નૂહની કોમને પણ આ પહેલા (આવી જ દશા થઇ હતી) તેઓ પણ ઘણા જ અવજ્ઞાકારી હતા.
૪૭) આકાશને અમે (પોતાના) હાથો વડે બનાવ્યું છે અને નિ:શંક અમે વિસ્તૃત કરવાવાળા છે.
૪૮) અને ધરતી ને અમે પાથરણું બનાવી દીધું છે. બસ ! અમે ખુબ જ સારી રીતે પાથરવાવાળા છે.
૪૯) અને દરેક વસ્તુને અમે જોડકામાં પેદા કરી છે. જેથી તમે શિખામણ પ્રાપ્ત કરો.
૫૦) બસ ! તમે અલ્લાહ તરફ દોડો ભાગો. નિ:શંક હું તમને તેના તરફથી ખુલ્લે ખુલ્લી ચેતવણી આપનારો છું
૫૧) અને અલ્લાહ સાથે બીજા કોઇને પણ પૂજ્ય ન ઠેરવો. નિ:શંક હું તમને તેની તરફ ખુલ્લી ચેતવણી આપનાર છું.
૫૨) આવી જ રીતે જે લોકો તેમના પહેલા હતા, તેઓની પાસે જે પણ પયગંબર આવ્યા તેઓએ કહીં દીધુ કે આ તો જાદુગર છે અથવા તો પાગલ છે.
૫૩) શું આ લોકોએ તે વાતની એકબીજાને વસિયત કરી છે ? (ના) પરંતુ આ બધા જ વિદ્રોહી છે.
૫૪) તો તમે તેઓથી મોઢું ફેરવી લો, તમારા પર કોઇ વાંધો નથી,
૫૫) અને શિખામણ આપતા રહો, નિ:શંક આ શિખામણ ઇમાનવાળાઓને ફાયદો પહોંચાડશે.
૫૬) મેં જિન્નાત અને માનવીઓને ફકત એટલા માટે જ પેદા કર્યા છે કે તેઓ ફકત મારી જ બંદગી કરે.
૫૭) ન હું તેઓથી રોજી ઇચ્છું છું અને ન તો મારી ઇચ્છા છે કે આ લોકો મને ખવડાવે.
૫૮) અલ્લાહ તઆલા તો પોતે જ દરેકને રોજી પહોંચાડનાર, શક્તિમાન અને તાકાતવર છે.
૫૯) બસ ! જે લોકોએ અત્યાચાર કર્યો છે તેઓને પણ તેઓના સાથીઓ માફક જ મળશે, જેથી તેઓ ઉતાવળ ન કરે.
૬૦) બસ ! ખરાબી છે, ઇન્કારીઓ માટે તે દિવસે, જે દિવસનું વચન તેમને આપવામાં આવ્યું છે.
Icon