ترجمة سورة العاديات

الترجمة الغوجراتية
ترجمة معاني سورة العاديات باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية .
من تأليف: رابيلا العُمري .

૧) હાંફતા દોડનારા ઘોડાઓના સોગંદ.
૨) પછી ટાપ મારીને અંગારા ખેરનારાઓના સોગંદ.
૩) પછી વહેલી સવારે છાપા મારનારના સોગંદ.
૪) બસ ! તે વખતે ધુળની ડમરીઓ ઉડાવે છે.
૫) પછી તેની સાથે લશકરના ટોળામાં ઘુસી જાય છે.
૬) ખરેખર માનવી પોતાના પાલનહાર નો ખુબ જ અપકારી છે.
૭) અને નિ:સંદેહ તે સ્વયં તેના પર સાક્ષી છે.
૮) તે માલના મોંહ માં પણ સખત છે.
૯) શું તેને તે સમય ની ખબર નથી જ્યારે કબરો માં જે (કંઇ) છે, કાઢી લેવામાં આવશે.
૧૦) અને હૃદયો ની છુપી વાતો કાઢી નાખવામાં આવશે.
૧૧) ચોક્કસપણે તેમનો પાલનહાર તે દિવસે તેમની અવસ્થાથી વાકેફ હશે.
Icon