ترجمة معاني سورة الهمزة
 باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية
            .
            
    
                                    من تأليف: 
                                            رابيلا العُمري
                                                            .
                                                
            ﰡ
૧)  મોટો વિનાશ છે તે દરેક વ્યક્તિ માટે જે મેણા-ટોણા મારનાર, નિંદા કરવા વાળો હોય,
                                                                        ૨)  જે ધન એકઠું કરતો જાય અને ગણતો જાય.
                                                                        ૩)  તે સમજે છે કે તેનું ધન તેની પાસે હંમેશા રહેશે.
                                                                        ૪)  કદાપિ નહીં, આ તો જરૂર તોડી ફોડી નાખનાર આગમાં નાખી દેવામાં આવશે.
                                                                        ૫)  અને તને શું ખબર કે આ આગ કેવી હશે ?
                                                                        ૬)  તે અલ્લાહ તઆલાએ ભડકાવેલી આગ હશે.
                                                                        ૭)  જે હૃદયો પર ચઢતી જશે.
                                                                        ૮)  તે તેમના ઉપર બધી બાજુથી બંધ કરેલી હશે.
                                                                        ૯)  મોટા મોટા સ્તંભોમાં.