ﯬ
surah.translation
.
من تأليف:
رابيلا العُمري
.
ﰡ
૧) તમારી પાસે જ્યારે મુનાફિકો (ઢોંગીઓ) આવે છે તો કહે છે કે અમે આ વાતની સાક્ષી આપીએ છીએ કે નિ:શંક તમે અલ્લાહના પયગંબર છો, અને અલ્લાહ જાણે છે કે ખરેખર તમે અલ્લાહના પયગંબર છો અને અલ્લાહ સાક્ષી આપે છે કે આ મુનાફિકો તદ્દન જુઠા છે.
૨) તેઓએ પોતાની સોગંદોને ઢાલ બનાવી રાખી છે, બસ ! અલ્લાહના માર્ગથી રૂકી ગયા, નિ:શંક ખરાબ છે તે કાર્ય જે તેઓ કરી રહ્યા છે
૩) આ એટલા માટે કે આ લોકો ઇમાન લાવીને ઇન્કારી થઇ ગયા, બસ ! તેઓના હૃદયો ઉપર મોહર મારી દેવામાં આવી, હવે આ લોકો નથી સમજતા.
૪) જ્યારે તમે તેમને જોઇ લો તો તેમના શરીર તમાને શાનદાર લાગે છે, આ લોકો જ્યારે વાતો કરવા લાગે તો તમે તેમની વાતો સાંભળો, જેમકે તેઓ દીવાલના ટેકે રાખેલી લાકડીઓ છે, દરેક (સખત) અવાજને પોતાના વિરૂધ્ધ સમજે છે, આ જ ખરેખર દુશ્મનો છે, તેમનાથી બચો, અલ્લાહ તેઓને નષ્ટ કરે, કયાં અવળા ફેરવવામાં આવી રહ્યા છે.
૫) અને જ્યારે તેઓને કહેવામાં આવે છે કે આવો તમારા માટે અલ્લાહનાપયગંબર ક્ષમા માંગે, તો પોતાના માથા હલાવે છે અને તમે જોશો કે તે ઘંમડ કરતા રૂકી જાય છે.
૬) તેમની માટે તમારી ક્ષમા માંગવી અને ન માંગવી બન્ને બરાબર છે, અલ્લાહતઆલા તેઓને કદાપિ માફ નહીં કરે. નિ:શંક અલ્લાહ તઆલા (આવા) અવજ્ઞકારી લોકોને સત્યમાર્ગ નથી આપતો.
૭) આ જ તે લોકો છે જેઓ કહે છે કે જે લોકો પયગંબર સાથે છે તેઓના પર કંઇ ખર્ચ ન કરો અહીં સુધી કે તેઓ વિખેરાય જાય, અને આકાશ અને ધરતીના બધા ખજાના અલ્લાહની માલિકીના છે, પરંતુ આ મુનાફિકો નાસમજ છે.
૮) આ લોકો કહે છે કે જો અમે પાછા ફરી મદીના જઇશું તો ઇઝઝતવાળા ત્યાંથી અપમાનિત લોકોને કાઢી મુકશે, સાંભળો ઇઝઝત તો ફકત અલ્લાહ માતે જ છે, તેના પયગંબર માટે અને ઇમાનવાળાઓ માટે છે, પરંતુ આ મુનાફિકો જાણતા નથી.
૯) હે મુસલમાનો ! તમારૂ ધન અને તમારી સંતાન તમને અલ્લાહના સ્મરણથી વંચિત ન કરી દે અને જે આવું કરશે તે ખૂબ જ નુકસાનમાં હશે.
૧૦) અને જે કંઇ પણ અમે તમને આપી રાખ્યું છે તેમાંથી (અમારા માર્ગમાં) તે પહેલા ખર્ચ કરો કે તમારા માંથી કોઇનું મૃત્યુ થઇ જાય તો તે કહેવા લાગે કે મારા પાલનહાર ! મને તું થોડાક સમયની છૂટ કેમ નથી આપતો ? કે હું સદકો કરું અને સદાચારી લોકોમાં થઇ જાઉ
૧૧) અને જ્યારે કોઇનો નક્કી કરેલ સમય આવી પહોંચે છે પછી તેને અલ્લાહતઆલા કદાપિ છુટ નથી આપતો અને જે કંઇ પણ તમે કરો છો તેને અલ્લાહ તઆલા ખૂબ જ સારી રીતે જાણનાર છે.