الترجمة الغوجراتية માંથી الغوجراتية માં સૂરહ الزمر નો અનુવાદ
Verse 1
ﭴﭵﭶﭷﭸﭹ
ﭺ
૧) આ કિતાબનું અવતરણ, વિજયી, હિકમતવાળા અલ્લાહ તરફથી છે.
Verse 2
૨) નિ:શંક અમે આ કિતાબને તમારી તરફ સત્ય સાથે અવતરિત કરી, બસ ! તમે અલ્લાહ તઆલાની જ બંદગી કરો, તેના માટે જ દીનને નિખાલસ કરતા.
Verse 3
૩) સચેત રહો ! અલ્લાહ માટે જ નિખાલસતાથી બંદગી કરવી અને જે લોકોએ તેને છોડીને બીજાને દોસ્ત બનાવી રાખ્યા છે, (અને કહે છે) કે અમે તો તેમની બંદગી ફક્ત એટલા માટે કરી રહ્યા છે કે અલ્લાહની નિકટ પહોંચી જવા માટે અમારા માટે ભલામણ કરી દે, આ લોકો જેના વિશે વિવાદ કરી રહ્યા છે તેનો નિર્ણય અલ્લાહ કરશે, જુઠ્ઠા અને કૃતઘ્ની લોકોને અલ્લાહ માર્ગ નથી બતાવતો.
Verse 4
૪) જો અલ્લાહ તઆલાની ઇચ્છા સંતાનની હોત, તો પોતાના સર્જન માંથી જેને ઇચ્છતો પસંદ કરી લેતો, (પરંતુ) તે તો પવિત્ર છે, તે જ અલ્લાહ છે, જે એક જ છે અને ખૂબ જ શક્તિશાળી છે.
Verse 5
૫) અત્યંત સારી કુશળતાથી તેણે આકાશો અને ધરતીનું સર્જન કર્યું, તે રાતને દિવસ પર તથા દિવસને રાતમાં લપેટી દે છે અને તેણે સૂર્ય તથા ચંદ્રને કામ પર લગાવી રાખ્યા છે, દરેક નક્કી કરેલ સમય સુધી ચાલી રહ્યા છે, નિ:શંક તે જ જબરદસ્ત અને પાપોનો માફ કરનાર છે.
૬) તેણે તમારા સૌનું સર્જન એક જ પ્રાણ વડે કર્યું છે, પછી તેનાથી જ તેના જોડીદાર બનાવ્યા અને તમારા માટે ઢોરો માંથી (આઠ પ્રકારના જોડીઓ) ઉતારી, તે તમારું સર્જન તમારી માતાઓના ગર્ભમાં એક બનાવટ પછી બીજી બનાવટે કરે છે, ત્રણ-ત્રણ અંધારાઓમાં, આ જ અલ્લાહ તમારો પાલનહાર છે, તેની જ બાદશાહત છે, તેના સિવાય કોઇ પૂજ્ય નથી. તો પણ તમે ક્યાં પથભ્રષ્ટ થઇ રહ્યા છો?
Verse 7
૭) જો તમે કૃતઘ્નતા કરો, તો (યાદ રાખો કે), અલ્લાહ તઆલા તમારા (સૌથી) બેનિયાઝ છે અને તે પોતાના બંદાઓની કૃતઘ્નતાથી રાજી નથી અને જો તમે આભાર વ્યકત કરો, તો તે તેને તમારા માટે પસંદ કરશે અને કોઇ કોઇનો ભાર નથી ઉઠાવતો, પછી તમારે સૌએ તમારા પાલનહાર તરફ જ પાછા ફરવાનું છે, તમને તે જણાવી દેશે જે કંઈ તમે કરતા હતા, નિ:શંક તે હૃદયોની વાતોને પણ સારી રીતે જાણે છે.
Verse 8
૮) અને માનવીને જ્યારે પણ કોઇ તકલીફ પહોંચે છે, તો તે વિનમ્રતા પોતાના પાલનહારને પોકારે છે, પછી જ્યારે અલ્લાહ તઆલા તેને પોતાની પાસેથી કૃપા આપી દે છે, તો તે (કૃપા મળ્યા) પહેલા જે દુઆ કરતો હતો, તેને ભૂલી જાય છે અને અલ્લાહ તઆલાના ભાગીદાર ઠેરવવા લાગે છે, જેનાથી (બીજાને પણ) તેના માર્ગથી દૂર કરી દે, તમે કહી દો ! કે પોતાના ઇન્કારનો લાભ થોડા દિવસ હજુ ઉઠાવી લો, (છેવટે) તું જહન્નમી લોકો માંથી થવાનો છે.
Verse 9
૯) શું જે વ્યક્તિ રાત્રિનો સમય સિજદા અને કિયામ (નમાઝ)માં પસાર કરતો હોય, આખેરતથી ડરતો હોય અને પોતાના પાલનહારની કૃપાની આશા રાખતો હોય, (અને જે તેનાથી વિરુદ્ધ હોય સરખા હોઇ શકે છે ?) જણાવો જ્ઞાની અને અજ્ઞાની સરખા હોઇ શકે છે ? નિ:શંક શિખામણ તે જ લોકો પ્રાપ્ત કરે છે, જેઓ બુદ્ધિશાળી છે. (પોતાના પાલનહાર તરફથી)
Verse 10
૧૦) કહી દો કે, હે મારા ઈમાનવાળા બંદાઓ ! પોતાના પાલનહારથી ડરતા રહો, જે લોકો આ દુનિયામાં સત્કાર્યો કરે છે તેમના માટે શ્રેષ્ઠ બદલો છે અને અલ્લાહ તઆલાની ધરતી ઘણી જ વિશાળ છે, ધીરજ રાખનારાઓને જ તેમનો સંપૂર્ણ, ખૂબ જ બદલો આપવામાં આવે છે.
Verse 11
૧૧) તમે કહી દો ! કે મને આદેશ આપવામાં આવ્યો છે કે અલ્લાહ તઆલાની એવી રીતે બંદગી કરું કે તેના માટે જ નિખાલસતાથી બંદગી કરું.
Verse 12
ﭛﭜﭝﭞﭟ
ﭠ
૧૨) અને મને આદેશ આપવામાં આવ્યો છે કે, હું બધાં કરતા પહેલા આજ્ઞાકારી બની જાઉં.
Verse 13
૧૩)કહી દો ! કે મને તો પોતાના પાલનહારની અવજ્ઞા કરવામાં, મોટા દિવસની યાતનાનો ડર લાગે છે,
Verse 14
ﭫﭬﭭﭮﭯﭰ
ﭱ
૧૪) કહી દો ! કે હું નિખાલસતાથી પોતાના પાલનહારની જ બંદગી કરું છું.
Verse 15
૧૫) તમે તેના સિવાય જેની બંદગી કરવા ઇચ્છો, કરતા રહો, કહી દો ! કે સાચે જ પથભ્રષ્ટ તે છે, જે પોતે જ પોતાને અને પોતાના ઘરવાળાઓને કયામતના દિવસે નુકસાનમાં નાંખી દે, યાદ રાખો કે ખુલ્લું નુકસાન, આ જ છે.
Verse 16
૧૬) તેમને નીચે અને ઉપરથી આગના છાંયડા ઢાંકી રહ્યા હશે, આ જ (યાતના) છે, જેનાથી અલ્લાહ તઆલા પોતાના બંદાઓને ડરાવી રહ્યો છે. હે મારા બંદાઓ ! બસ ! તમે મારાથી ડરતા રહો.
Verse 17
૧૭) અને જે લોકો તાગૂતની બંદગીથી અળગા રહ્યા અને અલ્લાહ તઆલા તરફ ધ્યાન ધરતા રહ્યા, તેઓ ખુશખબરના હકદાર છે, મારા બંદાઓને ખુશખબર સંભળાવી દો.
Verse 18
૧૮) જે વાતને કાન લગાવી સાંભળે છે, પછી જે શ્રેષ્ઠ વાત હોય, તેનું અનુસરણ કરે છે, આ જ તે લોકો છે, જેમને અલ્લાહ તઆલાએ સત્ય માર્ગ બતાવ્યો છે અને આ જ લોકો બુદ્ધિશાળી પણ છે.
Verse 19
૧૯) જે વ્યક્તિ માટે યાતનાનો નિર્ણય થઇ ગયો છે, તો શું તમે તેને જહન્નમથી બચાવી શકો છો ?
Verse 20
૨૦) હાં ! તે લોકો જેઓ પોતાના પાલનહારથી ડરતા રહ્યા, તેમના માટે ઉચ્ચ સ્થાનો છે, જેના ઉપર પણ ઉચ્ચ સ્થાનો બનેલા છે અને તેની નીચે નહેરો વહી રહી છે, પાલનહારનું વચન છે અને તે વચનભંગ નથી કરતો.
Verse 21
૨૧) શું તમે નથી જોયું કે અલ્લાહ તઆલા આકાશ માંથી પાણી ઉતારે છે અને તેને ભૂગર્ભ સુધી પહોંચાડે છે, ત્યાર પછી તેના વડે અલગ-અલગ પ્રકારની ઊપજો ઊપજાવે છે, પછી તે સૂકી પડી જાય છે અને તમે તેને પીળા કલરની જુઓ છો, પછી તેને ચૂરે-ચૂરા કરી દે છે, આમાં બુદ્ધિશાળી લોકો માટે ઘણી શિખામણો છે.
Verse 22
૨૨) શું તે વ્યક્તિ, જેનું હૃદય અલ્લાહ તઆલાએ ઇસ્લામ માટે ખોલી દીધું છે, બસ ! તે પોતાના પાલનહાર તરફથી એક પ્રકાશમાં છે અને બરબાદી છે તે લોકો માટે, જેમના હૃદય અલ્લાહની યાદથી સખત થઇ ગયા છે, આ લોકો સ્પષ્ટ રીતે પથભ્રષ્ટ છે.
Verse 23
૨૩) અલ્લાહ તઆલાએ ઉત્તમ વાત અવતરિત કરી છે, જે એવી કિતાબ છે કે એકબીજા સાથે મળતી અને વારંવાર પઢવામાં આવતી આયતો છે, જેનાથી તે લોકોના રુંવાટા ઊભા થઇ જાય છે, જેઓ પોતાના પાલનહારથી ડરે છે, છેવટે તેમના શરીર અને હૃદય અલ્લાહની યાદથી નરમ પડી જાય છે, આ છે અલ્લાહ તઆલાનું માર્ગદર્શન, જેના દ્વારા જેને ઇચ્છે, સત્ય માર્ગ બતાવે છે અને જેને અલ્લાહ તઆલા જ માર્ગ ભૂલાવી દે, તેને માર્ગ બતાવનાર કોઇ નથી.
Verse 24
૨૪)જે વ્યક્તિ કયામતના દિવસે ખરાબ યાતનાથી બચવા પોતાના ચહેરાને આડ બનાવશે, (આવા) અત્યાચારી લોકોને કહેવામાં આવશે કે પોતે કરેલા (કાર્યોની સજા) ચાખો.
Verse 25
૨૫) તેમના કરતા પહેલાના લોકોએ પણ જુઠલાવ્યું, પછી તેમના પર ત્યાંથી પ્રકોપ આવી પહોંચ્યો જેના વિશે તેઓ વિચારતા પણ ન હતા.
Verse 26
૨૬) અને અલ્લાહ તઆલાએ તે લોકોને દુનિયાના જીવનમાં અપમાનનો સ્વાદ ચખાડ્યો અને હજુ આખેરતની સખત યાતના છે, કદાચ આ લોકો સમજતા હોત.
Verse 27
૨૭) અને નિ:શંક અમે આ કુરઆનમાં લોકો માટે દરેક પ્રકારના ઉદાહરણ આપી દીધા, કેવું સારું થાત કે તેઓ શિખામણ પ્રાપ્ત કરી લેતા.
Verse 28
૨૮) કુરઆન છે અરબીમાં, જેમાં કોઇ ખામી નથી, બની શકે છે કે તેઓ ડરવા લાગે.
Verse 29
૨૯) અલ્લાહ તઆલા ઉદાહરણ વર્ણવી રહ્યો છે, તે (દાસ) વ્યક્તિ, જેના માલિક થવામાં પરસ્પર ઘણા વિરોધી લોકો ભાગીદાર છે, તથા બીજો તે વ્યક્તિ, જે ફક્ત (માલિક)નો જ (દાસ) છે, શું આ બન્ને સરખા હોઇ શકે છે, અલ્લાહ તઆલા માટે જ દરેક પ્રકારની પ્રશંસા છે, વાત એવી છે કે તેમાંથી ઘણા લોકો સમજતા નથી.
Verse 30
ﰁﰂﰃﰄ
ﰅ
૩૦) નિ:શંક તમને પણ મૃત્યુ આવશે અને આ સૌ લોકો પણ મૃત્યુ પામશે.
Verse 31
૩૧) પછી તમે સૌ કયામતના દિવસે પોતાના પાલનહારની સામે ઝઘડો કરશો.
Verse 32
૩૨) તેના કરતાં વધારે અત્યાચારી કોણ હોઇ શકે છે જે અલ્લાહ માટે જુઠ બોલે ? અને સાચો દીન જ્યારે તેની પાસે આવે તો તેને જુઠો ઠેરવે, શું જહન્નમ આવા ઇન્કાર કરનારાઓ માટે ઠેકાણું નથી ?
Verse 33
૩૩) અને જે સાચો દીન લાવે અને જેણે તેને માની લીધો, આવા જ લોકો ડરવાવાળા છે.
Verse 34
૩૪) તેમના માટે તેમના પાલનહાર પાસે તે (દરેક) વસ્તુઓ છે, જેની ઇચ્છા આ લોકો કરશે, સદાચારી લોકોનો આ જ બદલો છે.
Verse 35
૩૫) જેથી અલ્લાહ તઆલા તેમનાથી, તેમના ખરાબ કૃત્યોને દૂર કરી દે અને જે સત્કાર્યો તે લોકોએ કર્યા છે, તેનો શ્રેષ્ઠ બદલો આપે.
Verse 36
૩૬) શું અલ્લાહ તઆલા પોતાના બંદા માટે પૂરતો નથી ? આ લોકો તમને અલ્લાહ સિવાય બીજા બધાથી ડરાવી રહ્યા છે અને જેને અલ્લાહ પથભ્રષ્ટ કરી દે, તેને માર્ગદર્શન આપનાર કોઇ નથી.
Verse 37
૩૭) અને જેને તે સત્ય માર્ગ બતાવી દે, તેને કોઇ પથભ્રષ્ટ કરવાવાળો નથી, શું અલ્લાહ તઆલા વિજયી અને બદલો લેનાર નથી ?
Verse 38
૩૮) જો તમે તેમને પૂછશો કે આકાશ અને ધરતીનું સર્જન કોણે કર્યું ? તો નિ:શંક તેઓ આ જવાબ આપશે કે “અલ્લાહ”. તમે તેમને કહી દો કે જરા જણાવો, જે લોકોને તમે અલ્લાહને છોડીને પોકારો છો, જો અલ્લાહ તઆલા મને નુકસાન પહોંચાડવા માંગે, તો શું તેઓ નુકસાનને હઠાવી શકે છે ? અથવા અલ્લાહ તઆલા મારા પર કૃપા કરે, તો શું આ લોકો તેની કૃપાને રોકી શકે છે ? તમે કહી દો કે અલ્લાહ મારા માટે પૂરતો છે, ભરોસો કરનારા તેના પર જ ભરોસો કરે છે.
Verse 39
૩૯) કહી દો કે, હે મારી કોમના લોકો ! તમે પોતાની જગ્યા પર કર્મો કરતા રહો, હું પણ કરતો રહીશ, નજીકમાં જ તમે જાણી જશો.
Verse 40
૪૦) કે કોના માટે અપમાનજનક યાતના આવશે અને કોના માટે હંમેશાની માર હશે અને કોના માટે હંમેશાની સજા હશે.
Verse 41
૪૧) તમારા ઉપર અમે આ કિતાબ સત્ય સાથે લોકો માટે અવતરિત કરી, બસ ! જે વ્યક્તિ સત્ય માર્ગ પર આવી જાય, તે પોતે ફાયદો ઉઠાવશે અને જે પથભ્રષ્ટ થઇ જાય, તેની પથભ્રષ્ટતાની (સજા) તેના પર જ છે. તમે તેમના જવાબદાર નથી.
Verse 42
૪૨) અલ્લાહ જ રૂહોને, તેમના મૃત્યુના સમયે અને જેમનું મૃત્યુ નથી આવ્યું તેમને, તેમની નિંદ્રાના સમયે કાઢી લે છે, પછી જેના માટે મૃત્યુનો નિર્ણય થઇ ગયો છે તેને રોકી લે છે અને બીજી (રૂહો)ને એક નક્કી કરેલ સમય સુધી છોડી દે છે, ચિંતન કરનારાઓ માટે આમાં ખરેખર ઘણી શિખામણો છે.
Verse 43
૪૩) શું તે લોકોએ અલ્લાહ તઆલા સિવાય (બીજાને) ભલામણ માટે નક્કી કર્યા છે ? તમે કહી દો ! કે ભલેને તેમના અધિકારમાં કંઈ હોય કે ન હોય, અને તેઓ સમજતા પણ ન હોય.
Verse 44
૪૪) કહી દો ! કે દરેક ભલામણ કરવાનો અધિકાર આપનાર અલ્લાહ જ છે, દરેક આકાશ અને ધરતીનો ભેદ તેના માટે જ છે, તમે સૌ તેની જ તરફ પાછા ફેરવવામાં આવશો.
Verse 45
૪૫) જ્યારે ફક્ત અલ્લાહનું નામ લેવામાં આવે, તો તે લોકોના હૃદય નફરત કરવા લાગે છે, જેઓ આખેરત પર ઈમાન નથી ધરાવતા અને જ્યારે તેના સિવાય (બીજાના) નામ લેવામાં આવે તો તેમના હૃદય ખુશ થઇ જાય છે.
Verse 46
૪૬) તમે કહી દો કે, હે અલ્લાહ ! આકાશો અને ધરતીનું સર્જન કરનાર, છૂપું-જાહેરને જાણનાર, તું જ પોતાના બંદાઓ વચ્ચે તે વાતોનો નિર્ણય કરીશ, જેમાં તેઓ તકરાર કરી રહ્યા હતા.
Verse 47
૪૭) જો અત્યાચાર કરવાવાળા પાસે તે બધું જ હોય, જે ધરતી પર છે અને તેની સાથે બીજું એટલું જ હોય, અને ખૂબ જ ખરાબ સજાના બદલામાં કયામતના દિવસે આ બધું જ આપી દે, છતાં તેમની સામે અલ્લાહ તરફથી તે જાહેર થશે, જેનું અનુમાન પણ તેઓને ન હતું.
Verse 48
૪૮) જે કંઈ તે લોકોએ કર્યું હતું, તેની બૂરાઈ તેમના ઉપર આવી જશે અને જેની મશ્કરી તે લોકો કરતા હતા, તે તેમને ઘેરાવમાં લઇ લેશે.
Verse 49
૪૯) માનવીને જ્યારે કોઇ તકલીફ પહોંચે છે, તો અમને પોકારવા લાગે છે, પછી જ્યારે અમે તેના પર કોઇ કૃપા કરીએ, તો કહેવા લાગે છે કે આ તો મને ફક્ત મારા જ્ઞાનના બદલામાં આપવામાં આવ્યું છે, જો કે આ કસોટી છે, પરંતુ ઘણા લોકો અજ્ઞાન છે.
Verse 50
૫૦) તેમના પહેલાના લોકો પણ આ જ વાત કહી ચૂક્યા છે, બસ ! તેમની યુક્તિ તેમને કંઈ કામ ન આવી.
Verse 51
૫૧) પછી તેમના દરેક દુષ્કર્મો તેમના પર આવી પડ્યા અને તેમના માંથી જે અપરાધી છે, તેમણે કરેલા દુષ્કર્મો પણ તેમના પર આવી પડશે, આ લોકો (અમને) હરાવી નથી શકતા.
Verse 52
૫૨) શું તેમને ખબર નથી કે અલ્લાહ તઆલા જેના માટે ઇચ્છે, તેની રોજી પુષ્કળ કરી દે છે અને તંગ (પણ). ઈમાન લાવવાવાળાઓ માટે આમાં નિશાનીઓ છે.
Verse 53
૫૩) (મારા તરફથી) કહી દો, કે હે મારા બંદાઓ ! જે લોકોએ પોતાના પર અતિરેક કર્યો છે, તમે અલ્લાહની કૃપાથી નિરાશ ન થઇ જાઓ, ખરેખર અલ્લાહ તઆલા દરેક પાપોને માફ કરી દે છે, ખરેખર તે ખૂબ જ માફ કરનાર, કૃપાળુ છે.
Verse 54
૫૪) તમે પોતાના પાલનહાર તરફ ઝૂકી જાઓ અને તેના આદેશોનું પાલન કરતા રહો, તમારા પર પ્રકોપ આવતા પહેલાં, અને પછી તમારી મદદ કરવામાં નહીં આવે.
Verse 55
૫૫) અને તે ઉત્તમ વસ્તુનું અનુસરણ કરો, જે તમારી તરફ તમારા પાલનહાર તરફથી અવતરિત કરવામાં આવી, તમારા પર અચાનક પ્રકોપ આવતા પહેલા અને તમને ખબર પણ ન પડે.
Verse 56
૫૬) (એવું ન થાય કે) કોઇ વ્યક્તિ કહે, હાય અફસોસ ! એ વાત પર, કે મેં અલ્લાહ તઆલાના અધિકારમાં બેદરકારી કરી, પરંતુ હું તો મશ્કરી કરનારાઓ માંથી રહ્યો.
Verse 57
૫૭) અથવા કહે કે, જો અલ્લાહ મને માર્ગ બતાવતો, તો હું પણ ડરવાવાળા લોકો માંથી હોત.
Verse 58
૫૮) અથવા પ્રકોપને જોઇને કહે, કદાચ ! કે કોઇ પણ રીતે હું પાછો ફરી શકતો હોત, તો હું પણ સદાચારી લોકો માંથી થઇ જાત.
Verse 59
૫૯) હાં, નિ:શંક તારી પાસે મારી આયતો પહોંચી હતી, જેને તે જુઠલાવી અને ઘમંડ કરતો રહ્યો અને તું ઇન્કાર કરનારાઓ માંથી હતો.
Verse 60
૬૦) અને જે લોકોએ અલ્લાહ પર જૂઠાણું બાંધ્યું છે, તો તમે જોશો કે કયામતના દિવસે તેમના ચહેરા કાળાં પડી જશે, શું ઘમંડી લોકોનું ઠેકાણું જહન્નમ નથી ?
Verse 61
૬૧) અને જે લોકો ડરતા રહ્યા, તેમને અલ્લાહ તઆલા તેમની સફળતા સાથે બચાવી લેશે, તેમને કોઇ દુ:ખ સ્પર્શ પણ નહીં કરી શકે અને ન તો તેઓ નિરાશ થશે.
Verse 62
૬૨) અલ્લાહ દરેક વસ્તુનું સર્જન કરનાર છે અને તે જ દરેક વસ્તુની દેખરેખ રાખનાર છે.
Verse 63
૬૩) આકાશો અને ધરતીના (ખજાનાની) ચાવીઓનો માલિક તે જ છે. જે-જે લોકોએ અલ્લાહની આયતોનો ઇન્કાર કર્યો, તે જ નુકસાન ઉઠાવનારા છે.
Verse 64
૬૪) તમે કહી દો કે, હે અજ્ઞાની લોકો ! શું તમે મને અલ્લાહને છોડીને અન્યની બંદગી કરવાનું કહો છો ?
Verse 65
૬૫) નિ:શંક તમારી તરફ પણ અને તમારાથી પહેલાના (દરેક પયગંબરો) તરફ વહી કરવામાં આવી છે, કે જો તમે અલ્લાહના ભાગીદાર ઠેરવ્યા, તો ખરેખર તમારા કર્મો વ્યર્થ થઇ જશે અને ખરેખર તમે નુકસાન ઉઠાવનારા માંથી બની જશો.
Verse 66
ﯟﯠﯡﯢﯣﯤ
ﯥ
૬૬) પરંતુ તમે અલ્લાહની જ બંદગી કરો અને આભાર વ્યક્ત કરનારાઓ માંથી બની જાવ.
Verse 67
૬૭) અને તે લોકોએ જેવી કદર અલ્લાહની કરવી જોઇતી હતી, તેવી ન કરી, સંપૂર્ણ ધરતી કયામતના દિવસે તેની મુઠ્ઠીમાં હશે અને સંપૂર્ણ આકાશો તેના જમણા હાથમાં લપેટાયેલા હશે, તે પવિત્ર અને સર્વોચ્ચ છે તે દરેક વસ્તુથી, જેને લોકો ભાગીદાર ઠેરવે છે.
Verse 68
૬૮) અને સૂર ફૂંકી દેવામાં આવશે, બસ ! આકાશો અને ધરતીવાળા બેભાન થઇ પડી જશે, સિવાય અલ્લાહ જેને ઇચ્છે, પછી બીજી વખત સૂર ફૂંકવામાં આવશે, બસ ! તેઓ અચાનક ઊભા થઇ જોવા લાગશે.
Verse 69
૬૯) અને ધરતી પોતાના પાલનહારના નૂરથી પ્રકાશિત થઇ જશે, કર્મનોંધ હાજર કરવામાં આવશે, પયગંબરો અને સાક્ષીઓને લાવવામાં આવશે અને લોકો વચ્ચે સત્યતાથી નિર્ણય કરી દેવામાં આવશે, અને તેમના પર અત્યાચાર કરવામાં નહીં આવે.
Verse 70
૭૦) અને જે વ્યક્તિએ જે કંઈ કર્યું છે, તેને ભરપૂર આપવામાં આવશે, જે કંઈ લોકો કરી રહ્યા છે તેને ખૂબ સારી રીતે જાણે છે.
Verse 71
૭૧) ઇન્કાર કરનારાઓના જૂથના જૂથ જહન્નમ તરફ હાંકવામાં આવશે, જ્યારે તેઓ તેની પાસે પહોંચી જશે, તેના દ્વાર તેમના માટે ખોલી નાંખવામાં આવશે અને ત્યાંના દેખરેખ કરનાર તેમને સવાલ કરશે કે, શું તમારી પાસે તમારા માંથી પયગંબર નહતા આવ્યા ? જે તમારી સામે તમારા પાલનહારની આયતો પઢતા હતા અને તમને આજના દિવસની મુલાકાતથી સચેત કરતા હતા ? તે લોકો જવાબ આપશે કે હાં, સાચું છે, પરંતુ યાતનાનો નિર્ણય ઇન્કાર કરનારાઓ માટે સાબિત થઇ ગયો.
Verse 72
૭૨) કહેવામાં આવશે, હવે જહન્નમના દ્વારમાં દાખલ થઇ જાઓ, જ્યાં હંમેશા રહેશે, બસ ! વિદ્રોહ કરનારાઓનું ઠેકાણું ઘણું જ ખરાબ છે.
Verse 73
૭૩) અને જે લોકો પોતાના પાલનહારથી ડરતા હતા, તેમના જૂથના જૂથ જન્નત તરફ લઇ જવામાં આવશે, ત્યાં સુધી કે જ્યારે તેની પાસે આવી જશે અને દ્વાર ખોલી દેવામાં આવશે અને ત્યાંના દેખરેખ કરનાર તેમને કહેશે કે તમારા ઉપર સલામ છે, તમે પ્રસન્ન રહો, તમે આમાં હંમેશા માટે દાખલ થઇ જાવ.
Verse 74
૭૪) તે લોકો કહેશે કે અલ્લાહનો આભાર, જેણે અમારી સાથેનું પોતાનું વચન પૂરું કર્યું અને અમને આ ધરતીના વારસદાર બનાવી દીધા કે જન્નતમાં જ્યાં ઇચ્છીએ, ત્યાં પોતાની જગ્યા બનાવી લઇએ, બસ ! કર્મ કરનારાઓનો કેટલો સારો બદલો છે.
Verse 75
૭૫) અને તમે ફરિશ્તાઓને અલ્લાહના અર્શની આસપાસ, વર્તુળ બનાવીને પોતાના પાલનહારની પ્રશંસા અને તસ્બીહ કરતા જોશો અને તેમની વચ્ચે ન્યાય પૂર્વક ફેંસલો કરી દેવામાં આવશે અને કહી દેવામાં આવશે કે દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે.
تقدم القراءة