الترجمة الغوجراتية માંથી الغوجراتية માં સૂરહ النازعات નો અનુવાદ
Verse 1
ﮢﮣ
ﮤ
૧) ડુબીને સખ્તીથી ખેંચવાવાળાઓ ના સોગંદ.
Verse 2
ﮥﮦ
ﮧ
૨) બંધ ખોલીને છોડાવી દેનારાઓ ના સોગંદ.
Verse 3
ﮨﮩ
ﮪ
૩) અને તરવા-ફરનારાઓ ના સોગંદ.
Verse 4
ﮫﮬ
ﮭ
૪) પછી દોડીને આગળ વધનારાઓ ના સોગંદ.
Verse 5
ﮮﮯ
ﮰ
૫) પછી કાર્યની વ્યવસ્થા કરનારાઓ ના સોગંદ.
Verse 6
ﮱﯓﯔ
ﯕ
૬) જે દિવસ ધ્રુજવાવાળી ધ્રુજશે.
Verse 7
ﯖﯗ
ﯘ
૭) ત્યારપછી એક પાછળ આવવાવાળી (પાછળ-પાછળ) આવશે.
Verse 8
ﯙﯚﯛ
ﯜ
૮) (કેટલાક) હૃદય તે દિવસે ધડકી રહ્યા હશે.
Verse 9
ﯝﯞ
ﯟ
૯) તેમની આંખો ઝુકેલી હશે.
Verse 10
ﯠﯡﯢﯣﯤ
ﯥ
૧૦) કહે છે કે શું અમે ફરી પહેલાની સ્થિતિમાં લાવવામાં આવીશું ?
Verse 11
ﯦﯧﯨﯩ
ﯪ
૧૧) શું તે વખતે જ્યારે કે અમે ઓગળી ગયેલા હાડકા થઇ જઇશું ?
Verse 12
ﯫﯬﯭﯮﯯ
ﯰ
૧૨) કહે છે, પછી તો આ પાછુ ફરવુ નુકશાનકારક છે.
Verse 13
ﯱﯲﯳﯴ
ﯵ
૧૩) (ખબર હોવી જોઇએ ) બસ આ એક (ડરાવની) ઝાટકણી છે.
Verse 14
ﯶﯷﯸ
ﯹ
૧૪) પછી (જેના પ્રકટ થવાની સાથે જ) તેઓ તરત જ મેદાનમાં ભેગા થઇ જશે.
Verse 15
ﯺﯻﯼﯽ
ﯾ
૧૫) શું મૂસા (અ.સ.) ની વાત તમને નથી પહોંચી ?
Verse 16
ﯿﰀﰁﰂﰃﰄ
ﰅ
૧૬) જ્યારે પવિત્ર ઘાટી “તુવા” માં તેને તેના પાલનહારે પોકાર્યો.
Verse 17
ﭑﭒﭓﭔﭕ
ﭖ
૧૭) (કે) તમે ફિરઔન પાસે જાઓ, નિ:શંક તે વિદ્રોહી બની ગયો છે.
Verse 18
ﭗﭘﭙﭚﭛﭜ
ﭝ
૧૮) અને તેને કહો, શું તું પવિત્ર થવા માગે છે ?
Verse 19
ﭞﭟﭠﭡ
ﭢ
૧૯) અને હું તારા પાલનહાર તરફ માર્ગદર્શન કરું જેથી તુ (તેનાથી) ડરવા લાગે.
Verse 20
ﭣﭤﭥ
ﭦ
૨૦) પછી તેને મોટી નિશાની બતાવી.
Verse 21
ﭧﭨ
ﭩ
૨૧) તો તેણે જુઠલાવ્યું અને અવગણના કરી.
Verse 22
ﭪﭫﭬ
ﭭ
૨૨) પછી પીઠ બતાવીને દોડવા લાગ્યો.
Verse 23
ﭮﭯ
ﭰ
૨૩) પછી સૌને ભેગા કરી પોકાર્યા.
Verse 24
ﭱﭲﭳﭴ
ﭵ
૨૪) તમારા સૌનો પાલનહાર હું જ છું.
Verse 25
ﭶﭷﭸﭹﭺ
ﭻ
૨૫) તો (સૌથી ઊંચો) અલ્લાહએ પણ તેને પરલોક અને સંસારની યાતનામાં ઘેરી લીધો.
Verse 26
ﭼﭽﭾﭿﮀﮁ
ﮂ
૨૬) હકીકતમાં આમાં તેઓ માટે શિક્ષા છે જેઓ ડરે છે.
Verse 27
૨૭) શું તમારૂ સર્જન વધુ કઠિન છે કે આકાશ નું ? અલ્લાહએ તેનું સર્જન કર્યુ.
Verse 28
ﮋﮌﮍ
ﮎ
૨૮) તેની છત ઊંચી ઉઠાવી અને તેને સંતુલન આપ્યું.
Verse 29
ﮏﮐﮑﮒ
ﮓ
૨૯) અને તેની રાત અંધારી બનાવી અને દિવસને પ્રકાશિત કર્યો.
Verse 30
ﮔﮕﮖﮗ
ﮘ
૩૦) અને ત્યારપછી ધરતીને (સમતોલ) પાથરી દીધી.
Verse 31
ﮙﮚﮛﮜ
ﮝ
૩૧) તેનાથી પાણી અને ઘાસ-ચારો ઉપજાવ્યો.
Verse 32
ﮞﮟ
ﮠ
૩૨) અને પર્વતોને (સખત) ખોડી દીધા.
Verse 33
ﮡﮢﮣ
ﮤ
૩૩) આ બધુ તમારા અને તમારા પશુઓના લાભ માટે (છે).
Verse 34
ﮥﮦﮧﮨ
ﮩ
૩૪) તો જ્યારે મોટી આફત (પ્રલય) આવશે.
Verse 35
ﮪﮫﮬﮭﮮ
ﮯ
૩૫) તે દિવસ માનવી પોતાના કર્મોને યાદ કરશે.
Verse 36
ﮰﮱﯓﯔ
ﯕ
૩૬) અને (દરેક) જોવાવાળા સામે જહન્નમ દેખીતી કરી દેવામાં આવશે.
Verse 37
ﯖﯗﯘ
ﯙ
૩૭) તો જે (માનવીએ) અવજ્ઞા કરી (હશે).
Verse 38
ﯚﯛﯜ
ﯝ
૩૮) અને દુન્યવી જીવનને પ્રાથમિકતા આપી (હશે).
Verse 39
ﯞﯟﯠﯡ
ﯢ
૩૯) (તેનું) ઠેકાણું જહન્નમ જ છે.
Verse 40
૪૦) હા ! જે વ્યક્તિ પોતાના પાલનહાર સામે ઉભો રહેવાથી ડરતો રહ્યો હશે, અને પોતાના મનને મનમાની કરવાથી રોકી રાખ્યું હશે.
Verse 41
ﯭﯮﯯﯰ
ﯱ
૪૧) તો ચોક્કસ પણે તેનું ઠેકાણું જન્નત જ છે.
Verse 42
ﯲﯳﯴﯵﯶ
ﯷ
૪૨) લોકો તમારાથી કયામત આવવાનો સમય પૂછે છે.
Verse 43
ﯸﯹﯺﯻ
ﯼ
૪૩) તમને તેની ચર્ચા કરવાની શી જરૂર ?
Verse 44
ﯽﯾﯿ
ﰀ
૪૪) તેનું જ્ઞાન તો અલ્લાહ પાસે જ છે.
Verse 45
ﰁﰂﰃﰄﰅ
ﰆ
૪૫) તમે તો ફકત તેનાથી ડરવાવાળાઓ ને સચેત કરનારા છો.
Verse 46
૪૬) જે દિવસ તેઓ તેને જોઇ લેશે તો એવું લાગશે કે ફકત દિવસની એક સાંજ અથવા તેની પહોર (દુનિયામાં) રોકાયા છે.
تقدم القراءة