سورة الشرح

الترجمة الغوجراتية

الترجمة الغوجراتية માંથી الغوجراتية માં સૂરહ الشرح નો અનુવાદ

الترجمة الغوجراتية

الناشر

مؤسسة البر - مومباي

Verse 1
૧) શું અમે તમારી છાતી નથી ખોલી નાખી.
Verse 2
૨) અને તમારા પર થી તમારો ભાર અમે ઉતારી દીધો.
Verse 3
૩) જેણે તમારી પીઠ તોડી દીધી હતી.
Verse 4
૪) અને અમે તમારા સ્મરણને ઉન્નતિ આપી.
Verse 5
૫) બસ ! નિ:શંક તંગીની સાથે સરળતા છે.
Verse 6
૬) ચોક્કસપણે તંગીની સાથે સરળતા છે.
Verse 7
૭) બસ જ્યારે તમે પરવારી જાવ તો બંદગી માં મહેનત કરો.
Verse 8
૮) અને પોતાના પાલનહાર તરફ જ મગ્ન થઇ જાવ.
تقدم القراءة