ترجمة معاني سورة المعارج
باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية
.
من تأليف:
رابيلا العُمري
.
ﰡ
૧) એક સવાલ કરનારાએ તે યાતના વિશે સવાલ કર્યો, જે સ્પષ્ટ થનારી છે.
૨) ઇન્કારીઓ પર, જેને કોઇ ટાળનાર નથી.
૩) તે અલ્લાહ તરફથી જે સીડીઓનો માલિક છે.
૪) જેના તરફ ફરિશ્તાઓ અને રૂહ (હઝરત જિબ્રઇલ અ.સ.) ચઢે છે. એક દિવસમાં જેનો ગાળો પચાસ હજાર વર્ષોનો છે.
૫) બસ ! તુ સારી રીતે ધીરજ રાખ.
૬) નિ:શંક આ તે (યાતના) ને દૂર સમજી રહયા છે,
૭) અને અમે તેને નજીક જોઇ રહ્યા છીએ.
૮) જે દિવસે આકાશ ઊકળતા તેલ જેવુ થઇ જશે.
૯) અને પર્વત રંગીન ઊન જેવા થઇ જશે.
૧૦) અને કોઇ મિત્ર બીજા મિત્રને નહી પૂછે.
૧૧) (પરંતુ) એકબીજાને દેખાડી દેવામાં આવશે, ગુનેગાર તે દિવસની યાતનાના બદલામાં મુક્તિદંડ રૂપે પોતાના દીકરાઓને,
૧૨) પોતાની પત્નિને અને પોતાના ભાઇને
૧૩) અને પોતાના કુટુંબીઓને, જે તેને આશરો આપતા હતા.
૧૪) અને ધરતી પરનાં સૌને આપવા ઇચ્છશે જેથી તેઓ તેને છુટકારો અપાવી દે.
૧૫) (પરંતુ) કદાપિ આવું નહીં થાય, નિ:શંક તે ભડકતી (આગ) છે.
૧૬) જે મોં અને માથાની ચામડીને ખેંચી લાવનારી છે.
૧૭) તે (આગ) તે દરેક વ્યક્તિને પોકારશે જે પાછળ ફરનાર અને પીઠ બતાવનાર છે.
૧૮) અને ભેગુ કરીને સંભાળી રાખે છે.
૧૯) ખરેખર મનુષ્ય ખુબ જ કાચા મનનો બનાવેલો છે.
૨૦) જ્યારે તેને પરેશાની પહોંચે છે તો ગભરાઇ જાય છે.
૨૧) અને જ્યારે રાહત મળે છે તો કંજુસી કરવા લાગે છે.
૨૩) જે પોતાની નમાઝ પર હંમેશા પાંબદી કરનાર છે.
૨૪) અને જેમના ધનમાં નક્કી કરેલો ભાગ છે.
૨૫) માંગવાવાળા માટે પણ અને સવાલથી બચનારાનો પણ.
૨૬) અને જે બદલાના દિવસ પર શ્રધ્ધા રાખે છે.
૨૭) અને જે પોતાના પાલનહારની યાતનાથી ડરતા રહે છે.
૨૮) નિ:શંક તેમના પાલનહારની યાતના નીડર થવા જેવી વસ્તુ નથી.
૨૯) અને જે લોકો પોતાના ગુંપ્તાગની (હરામથી) રક્ષા કરે છે..
૩૦) હા ! તેમની પત્નિઓ અને બાંદીઓ વિશે જેમના તેઓ માલિક છે, તેમના પર કોઇ દોષ નથી.
૩૧) હવે જે કોઇ તેના સિવાય (રસ્તો) શોધશે કરશે તો આવા લોકો હદ વટાવી જનારા છે.
૩૨) અને જે પોતાની નિષ્ઠાનું અને પોતાના વચનોનું ધ્યાન રાખે છે.
૩૩) અને જે પોતાની સાક્ષીઓ પર સીધા અને મક્કમ રહે છે.
૩૪) અને જેઓ પોતાની નમાઝોની રક્ષા કરે છે.
૩૫) આ જ લોકો જન્નતોમાં ઇઝઝતવાળા હશે.
૩૬) બસ ! ઇન્કારીઓને શુ થઇ ગયુ છે કે તે તમારી તરફ દોડતા આવે છે.
૩૭) જમણે અને ડાબેથી, જૂથના જૂથ
૩૮) શું તેમના માંથી દરેક આશા રાખે છે કે તેને નેઅમતો વાળી જન્નતમાં દાખલ કરવામાં આવશે ?
૩૯) (આવું) કદાપિ નહી થાય અમે તેમનુ તે (વસ્તુ) થી સર્જન કર્યુ છે જેને તેઓ જાણે છે.
૪૦) બસ ! મને સોગંદ છે પશ્ર્ચિમો અને પૂર્વના પાલનહારની (કે) અમે ખરેખર શક્તિમાન છે,
૪૧) તે વાત પર કે તેઓના બદલે તેમનાથી સારા લોકોને લઇ આવીએ અને અમે અક્ષમ નથી.
૪૨) બસ ! તુ એમને લડતા-ઝઘડતા અને ખેલકૂદ કરતા છોડી દે અહીં સુધી કે પોતાના તે દિવસથી મુલાકાત કરી લે જેનું તેમને વચન આપવામાં આવ્યુ છે.
૪૩) જે દિવસે આ લોકો કબરોમાંથી દોડતા નીકળશે, જેવી રીતે કે તેઓ કોઇ જ્ગ્યા તરફ ઝડપથી જઇ રહ્યા હોય.
૪૪) તેમની આંખો નમેલી હશે, તેમના પર બદનામી છવાયેલી હશે. આ છે તે દિવસ જેનું તેમને વચન આપવામાં આવ્યુ હતું.