ترجمة سورة الإنفطار

الترجمة الغوجراتية
ترجمة معاني سورة الإنفطار باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية .
من تأليف: رابيلا العُمري .

૧) જ્યારે આકાશ ફાટી પડશે.
૨) અને જ્યારે તારાઓ વિખરાઇ જશે.
૩) અને જ્યારે દરિયાઓ વહી પડશે.
૪) અને જ્યારે કબરો (ફાડીને) ઉખાડી નાખવામાં આવશે.
૫) (ત્યારે) પ્રત્યેક વ્યક્તિ પોતાના આગળ મોકલેલા અને પાછળ છોડેલા (એટલે કે આગળ-પાછળ ના કર્મો) ને જાણી લેશે.
૬) હે માનવ ! તને તારા કૃપાળુ પાલનહારની બાબતમાં કઇ વસ્તુએ ભરમાવી દીધો છે.
૭) જે (પાલનહારે) તારૂં સર્જન કર્યું, પછી ઠીક ઠાક કર્યો, પછી (સંતુલિતકર્યોઅને) બરાબર બનાવ્યો.
૮) જે સ્વરૂપમાં ચાહ્યું તને જોડી દીધો.
૯) કદાપિ નહી ! પરંતુ તમે તો બદલાના દિવસને જુઠલાવો છો.
૧૦) નિ:શંક તમારા પર નિરીક્ષક, પ્રતિષ્ઠિત,
૧૧) લખવાવાળા નિયુકત કરવામાં આવેલ છે.
૧૨) જે તમે કરી રહ્યા છો તેઓ જાણે છે.
૧૩) નિશ્ર્ચિતપણે સદાચારી લોકો (જન્નતના એશ-આરામ અને ) આનંદમાં હશે.
૧૪) અને નિશ્ર્ચિતપણે દુરચારી લોકો જહન્નમમાં હશે.
૧૫) બદલાના દિવસે તેમાં નાખી દેવામાં આવશે.
૧૬) અને તેઓ તેનાથી અર્દશ્ય નહીં થઇ શકે.
૧૭) અને તને શું ખબર બદલાનો દિવસ શું છે.
૧૮) ફરીવાર (કહું છું) તને શું ખબર બદલાનો દિવસ શું છે ?
૧૯) (આ છે) જે દિવસે કોઇ ને કોઇના માટે કંઇ અધિકાર નહીં હોય, તે દિવસે (દરેક) અધિકાર અલ્લાહ ને જ હશે.
Icon