ترجمة سورة الرحمن

الترجمة الغوجراتية
ترجمة معاني سورة الرحمن باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية .
من تأليف: رابيلا العُمري .

૧) અત્યંત દયાળુએ.
૨) કુરઆન શીખવાડયું.
૩) તેણે જ માનવીનું સર્જન કર્યુ.
૪) અને તેને બોલતા શીખવાડયું.
૫) સુર્ય અને ચંદ્ર (નક્કી કરેલ) હિસાબ પ્રમાણે (ચાલે) છે.
૬) તારાઓ અને વૃક્ષો બન્ને સિજદો કરે છે.
૭) તેણે (અલ્લાહ) જ આકાશને ઊંચુ કર્યુ અને તેણે જ ત્રાજવા સ્થાપિત કર્યા.
૮) જેથી તમે તોલવામાં અતિરેક ન કરો.
૯) ન્યાય સાથે વજનને બરાબર રાખો અને તોલવામાં કમી ન કરો.
૧૦) અને તેણે જ સર્જનીઓ માટે ધરતીને પાથરી દીધી.
૧૧) જેમાં ફળફળાદી છે અને ગુચ્છાવાળા ખજૂરના વૃક્ષો છે.
૧૨) અને દાણાંદાર અનાજ છે. અને ખુશ્બુદાર ફુલ છે.
૧૩) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
૧૪) તેણે માનવીને એવી અવાજવાળી માટી વડે પેદા કર્યો જે ઠીકરા જેવી હતી.
૧૫) અને જિન્નાતોને આગની જ્વાળાઓથી પેદા કર્યા.
૧૬) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
૧૭) તે રબ છે બન્ને પશ્ર્ચિમો અને પૂર્વોનો.
૧૮) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
૧૯) તેણે બે સમુદ્રો વહેતા કરી દીધા જે એકબીજાથી ભળી જાય છે.
૨૦) તે બન્ને વચ્ચે એક પડદો છે, તેનાથી વધી નથી શકતા.
૨૧) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
૨૨) તે બન્નેમાંથી મોતી અને પરવાળું નીકળે છે.
૨૩) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
૨૪) અને અલ્લાહની જ (માલિકીમાં) છે તે વહાણો જે સમુદ્રોમાં પર્વત માફક ઉભા રહ્યા છે.
૨૫) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
૨૬) ધરતી પર જે કંઇ છે તે નાશ પામશે.
૨૭) ફકત તારા પાલનહારની હસ્તી જ, જે મહાન અને ઇઝઝતવાળી છે બાકી રહી જશે.
૨૮) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
૨૯) દરેક આકાશો અને ધરતીવાળાઓ તેની પાસે જ માંગે છે. દરેક દિવસે તેની એક શાન છે.
૩૦) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
૩૧) (જિન્નો અને માનવીઓના જૂથો) નજીક માંજ અમે પરવાળીને (તમારી તરફ ધ્યાન) ધરી દઇશું.
૩૨) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
૩૩) હે જિન્નાતો અને માનવીઓના જૂથો ! જો તમારામાં આકાશો અને ધરતીના કિનારાઓથી બહાર નીકળી જવાની તાકાત હોય તો નીકળી જાવ, વિજય અને તાકાત વગર તમે નથી નીકળી શકતા.
૩૪) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
૩૫) તમારા પર આગની જ્વાળાઓ અને ધુંમાડો છોડવામાં આવશે, પછી તમે સામનો નહી કરી શકો.
૩૬) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
૩૭) બસ ! જ્યારે કે આકાશ ફાટીને લાલ થઇ જશે, જેવી રીતે કે લાલ ચામડું.
૩૮) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
૩૯) તે દિવસે કોઇ માનવી અથવા જિન્નોથી તેના ગુનાહો વિશે સવાલ કરવામાં નહી આવે.
૪૦) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
૪૧) પાપી ફકત મોંઢાથી જ ઓળખાઇ જશે અને તેમના કપાળના વાળ અને પગ પકડી લેવામાં આવશે.
૪૨) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
૪૩) આ છે તે જહન્નમ જેને પાપીઓ જુઠલાવતા હતા.
૪૪) તેઓ (જહન્નમ) અને ઉકળતા પાણી વચ્ચે ચક્કર મારતા રહેશે.
૪૫) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
૪૬) અને તે વ્યક્તિ માટે જે પોતાના પાલનહાર સામે ઉભા રહેવાથી ડર્યો. (તેના માટે) બે બે જન્નતો છે.
૪૭) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
૪૮) (બન્ને જન્નતો) ભરપૂર શાખો અને ડાળીઓવાળી હશે.
૪૯) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
૫૦) તે બન્ને (જન્નતો) માં બે વહેતા ઝરણાં છે.
૫૧) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
૫૨) બન્ને જન્નતોમાં દરેક ફળો બે-બે પ્રકારના હશે.
૫૩) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
૫૪) જન્ન્નતીઓ એવા પાથરણા પર તકિયો લગાવી બેઠા હશે જેમના અસ્તર ઘટ્ટ રેશમના હશે અને તે બન્ને જન્નતોના ફળો ખુબ જ
નજીક હશે.
૫૫) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
૫૬) ત્યાં (શરમાળ) નીચી નજર રાખનારી હુરો છે, જેમને આ પહેલા કોઇ જિન્ન અથવા માનવીએ હાથ પણ નહી લગાડયો હોય.
૫૭) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
૫૮) તે હુરો હીરા અને મોતીઓ જેવી હશે.
૫૯) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
૬૦) ઉપકારનો બદલો ઉપકાર સિવાય શું હોય શકે ?
૬૧) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
૬૨) અને તે બન્ને વગર બીજી બે જન્નતો પણ છે.
૬૩) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
૬૪) જે બન્ને ગીચ લીલીછમ છે.
૬૫) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
૬૬) તેમાં બે (જોશથી) ઉભરતા ઝરણા છે.
૬૭) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
૬૮) તેમાં ફળો, ખજૂર અને દાડમ હશે.
૬૯) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
૭૦) તેમાં ઉત્તમ ચારિત્રવાળી અને સુંદર સ્ત્રીઓ છે.
૭૧) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
૭૨) (ગોરા રંગની) હુરો જન્નતી તંબુઓમાં રહેવાવાળી છે.
૭૩) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
૭૪) તેણીઓને આ પહેલા કોઇ માનવી અથવા જિને હાથ નથી લગાવ્યો.
૭૫) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
૭૬) લીલા ગાલીચા અને ઉત્તમ પાથરણા પર તકિયા લગાવી બેઠા હશે.
૭૭) બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
૭૮) તારા પાલનહારનું નામ ખુબ જ બરકતવાળું છે, જે ઇઝઝતદાર અને પ્રભાવશાળી છે.
Icon