ﰡ
                                                                                        
                    
                                                                                    ૧) સોગંદ છે લાઈનબંધ ઊભા રહેનારા (ફરિશ્તાઓ)ના.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨) પછી સંપૂર્ણ રીતે ધમકી આપનારાઓના.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩) પછી અલ્લાહના સ્મરણમાં વ્યસ્ત રહેનારાઓના.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪) નિ:શંક તમારા સૌનો પૂજ્ય એક જ છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૫) આકાશો અને ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુઓ અને પશ્વિમનો પાલનહાર તે જ છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૬) અમે દુનિયાના આકાશને તારાઓથી શણગાર્યું.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૭) અને વિદ્રોહી શેતાનોથી સુરક્ષા કરી.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૮) "મલઉલ્ અ-અલા" (ફરિશ્તાઓનું એક જૂથ)ના ફરિશ્તાઓને સાંભળવા માટે તેઓ (શેતાનો) કાન પણ નથી લગાવી શકતા, પરંતુ દરેક બાજુથી તેઓને મારવામાં આવે છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૯) ભગાડવા માટે. અને તેમના માટે હંમેશા રહેવાવાળી યાતના છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૦) પરંતુ જે કોઇ એકાદ વાત સાંભળી લે તો (તરત જ) તેની પાછળ સળગેલો અંગારો લાગી જાય છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૧) તે ઇન્કાર કરનારાઓને સવાલ કરો કે તમારું સર્જન કરવું વધારે અઘરું છે અથવા જેમનું અમે (તેમના ઉપરાંત) સર્જન કર્યું ? અમે (માનવીઓ)નું સર્જન ચીકણી માટી વડે કર્યું.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૨) પરંતુ તમે આશ્વર્ય પામો છો અને આ લોકો મશ્કરી કરી રહ્યા છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૩) અને જ્યારે તેમને શિખામણ આપવામાં આવે છે, તો આ લોકો નથી માનતા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૪) અને જ્યારે કોઇ ચમત્કારને જુએ છે તો મશ્કરી કરે છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૫) અને કહે છે કે આ તો ખુલ્લુ જાદુ છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૬) શું જ્યારે આપણે મૃત્યુ પામીશું અને માટી તથા હાડકાં થઇ જઇશું, તો શું ફરીવાર આપણને ઉઠાવવામાં આવશે ?
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૭) શું આપણા પહેલાના પૂર્વજોને પણ ?
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૮) તમે જવાબ આપી દો કે હા-હા અને તમે અપમાનિત (પણ) થશો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૯) તે તો ફક્ત એક સખત ઝટકો છે, અચાનક તેઓ જોવા લાગશે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૦) અને કહેશે કે હાય અમારું દુર્ભાગ્ય ! આ જ બદલાનો દિવસ છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૧)આ જ નિર્ણયનો દિવસ છે જેને તમે જુઠલાવતા હતા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૨) અત્યાચારીઓને અને તેમના સાથીઓને અને જેમની તેઓ અલ્લાહને છોડીને બંદગી કરતા હતા,
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૩) (તે સૌને) ભેગા કરી તેમને જહન્નમનો માર્ગ બતાવી દો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૪) અને તેમને થોભાવો, તેમને સવાલ પુછવામાં આવશે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૫) તમને શું થઇ ગયું છે કે તમે એકબીજાની મદદ નથી કરતા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૬) પરંતુ તે (સૌ) આજના દિવસે આજ્ઞાકારી બની ગયા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૭) તે એકબીજા તરફ જોઇ સવાલ-જવાબ કરવા લાગશે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૮) કહેશે કે તમે તો અમારી પાસે અમારી જમણી બાજુથી આવતા હતા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૯) તેઓ જવાબ આપશે કે ના, પરંતુ તમે જ ઈમાનવાળા ન હતા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૦) અને અમારી બળજબરી તમારા પર હતી (જ) નહીં, પરંતુ તમે (પોતે) વિદ્રોહી હતા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૧) હવે અમે (બધા) પર અમારા પાલનહારની એ વાત સાબિત થઇ ગઇ કે અમે (યાતના)નો સ્વાદ ચાખીશું.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૨) બસ ! અમે તમને પથભ્રષ્ટ કર્યા, અમે પોતે જ પથભ્રષ્ટ હતા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૩) આજના દિવસે તો (બધા જ) યાતનામાં ભાગીદાર છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૪) અમે અપરાધીઓ સાથે આવું જ કરીએ છીએ.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૫) આ તેઓ છે કે, જ્યારે તેમને કહેવામાં આવે કે અલ્લાહ સિવાય કોઇ પૂજ્ય નથી, તો આ લોકો વિદ્રોહ કરતા હતા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૬) અને કહેતા હતા કે શું અમે અમારા પૂજ્યોને એક પાગલ કવિની વાત માની લઇને છોડી દઇએ ?
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૭) (ના ના) પરંતુ (પયગંબર) તો સત્ય લાવ્યા અને દરેક પયગંબરોને સાચા માને છે. 
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૮) નિ:શંક તમે દુ:ખદાયી યાતનાનો સ્વાદ ચાખશો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૯) તમને તેનો જ બદલો આપવામાં આવશે, જે તમે કરતા હતા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪૦) પરંતુ અલ્લાહ તઆલાના નિખાલસ બંદાઓ (સુરક્ષિત હશે).
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪૧) તેમના માટે જ નક્કી કરેલ રોજી છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪૨) (દરેક પ્રકારના) ફળો અને તે ઇજજતવાળા, પ્રતિષ્ઠિત હશે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪૩) નેઅમતો વાળી જન્નતોમાં,
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪૪) આસનો પર એકબીજાની સામે હશે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪૫) શરાબના ઝરણાંઓ માંથી પ્યાલા ભરી-ભરીને તેમની વચ્ચે ફેરવવામાં આવશે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪૬) જે પારદર્શક હશે અને પીવામાં સ્વાદિષ્ટ હશે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪૭) ન તેનાથી માથાનો દુખાવો થશે અને ન તો તેઓ વિકૃત થશે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪૮) અને તેમની પાસે નીચી નજરોવાળી, સુંદર આંખોવાળી (હૂરો) હશે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪૯) એવી, જેવા કે, છૂપાયેલા ઇંડા,
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૫૦) (જન્નતી લોકો) એકબીજા સામે જોઇ સવાલ કરશે,
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૫૧) તેમના માંથી એક કહેશે કે મારો એક મિત્ર હતો,
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૫૨) જે કહેતો હતો કે શું તું (કયામતના દિવસ પર) યકીન કરવાવાળાઓ માંથી છે?
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૫૩) શું જ્યારે આપણે મૃત્યુ પામી, માટી અને હાડકાં બની જઇશું, તે દિવસે આપણને બદલો આપવામાં આવશે ?
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૫૪) કહેશે કે તમે શું જોવા ઇચ્છો છો ?
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૫૫) જોતાં ની સાથે જ તેને જહન્નમની વચ્ચે જોશે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૫૬) કહેશે, અલ્લાહ ! શક્ય હતું કે તું મને (પણ) બરબાદ કરી દેતો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૫૭) જો મારા પાલનહારનો ઉપકાર ન હોત, તો હું પણ જહન્નમમાં હાજર કરવાવાળાઓ માંથી હોત.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૫૮) શું (આ સાચું છે) કે અમે મૃત્યુ પામવાના જ નથી ?
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૫૯) પ્રથમ મૃત્યુ સિવાય અને ન આપણને યાતના આપવામાં આવશે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૬૦) પછી તો આ ભવ્ય સફળતા છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૬૧)આવી (સફળતા) માટે કર્મો કરનારાઓએ કર્મ કરવા જોઇએ.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૬૨)શું આ મહેમાન નવાજી સારી છે અથવા ઝક્કુમ (થોર)નું વૃક્ષ ?
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૬૩) જેને અમે અત્યાચારીઓ માટે સખત કસોટી માટે બનાવ્યું છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૬૪) નિ:શંક તે વૃક્ષ જહન્નમની જડ માંથી નીકળે છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૬૫) જેના ગુચ્છા શેતાનોના માથા જેવા છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૬૬) (જહન્નમના લોકો) આ જ વૃક્ષ માંથી ભોજન કરશે અને તેનાથી જ પેટ ભરશે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૬૭) પછી તેના ઉપર પીવા માટે, ઊકળતું પાણી લાવવામાં આવશે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૬૮) પછી તે સૌનું પાછું ફરવાનું, જહન્નમ તરફ હશે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૬૯) નિ:શંક તેમણે પોતાના પૂર્વજોને પથભ્રષ્ટ જોયા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૭૦) અને આ લોકો તેમના જ માર્ગ ઉપર દોડતા રહ્યા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૭૧) તેમના પહેલાના ઘણા લોકો પણ પથભ્રષ્ટ થઇ ગયા હતા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૭૨) જેમની પાસે અમે સચેત કરનારા મોકલ્યા હતા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૭૩) હવે તમે જોઇ લો કે જે લોકોને ધમકી આપવામાં આવી હતી, તેમની દશા કેવી થઇ.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૭૪) અલ્લાહના નિકટના બંદાઓ સિવાય,
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૭૫) અને અમને નૂહ અ.સ.એ પોકાર્યા, તો (જોઇ લો) અમે કેટલા શ્રેષ્ઠ દુઆ કબૂલ કરનારા છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૭૬) અમે તેમને અને તેમના ઘરવાળાઓને તે ભયાનક મુસીબતથી બચાવી દીધા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૭૭) અને તેમના સંતાનને અમે બાકી રહેનારા બનાવી દીધા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૭૮) અને અમે તેમનું (સારું નામ) પાછળના લોકોમાં જાળવી રાખ્યું.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૭૯) નૂહ અ.સ. પર સમગ્ર સૃષ્ટિના સલામ છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૮૦) અમે સત્કાર્ય કરવાવાળાઓને આવી જ રીતે બદલો આપીએ છીએ.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૮૧) તે અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૮૨) પછી અમે બીજાને ડુબાડી દીધા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૮૩) અને તે (નૂહ અ.સ.નું) અનુસરણ કરનારાઓ માંથી (જ) ઇબ્રાહીમ અ.સ. પણ હતા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૮૪) જ્યારે પોતાના પાલનહાર પાસે પવિત્ર હૃદય લાવ્યા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૮૫) તેમણે પોતાના પિતા અને કોમના લોકોને કહ્યું, તમે કઇ વસ્તુની પૂજા કરી રહ્યા છો ?
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૮૬) શું તમે અલ્લાહ સિવાય ઘડી કાઢેલા પૂજ્યો ઇચ્છો છો ?
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૮૭) તો એવું (જણાવો કે) તમે સમગ્રસૃષ્ટિના પાલનહારને શું સમજો છો ?
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૮૮) હવે ઇબ્રાહીમ અ.સ.એ એક નજર તારાઓ તરફ કરી.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૮૯)અને કહ્યું કે હું બિમાર છું. 
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૯૦) આમ તે લોકો તેનાથી મોઢું ફેરવી જતા રહ્યા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૯૧) (ઇબ્રાહીમ અ.સ.) તેમના પૂજ્યો પાસે ગયા અને કહેવા લાગ્યા કે તમે ભોજન કેમ નથી લેતા ?
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૯૨) તમને શું થઇ ગયું છે કે વાત પણ નથી કરતા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૯૩) પછી (સંપૂર્ણ તાકાત સાથે) જમણા હાથ વડે તેમને મારવા લાગ્યા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૯૪) તે (મૂર્તિ પૂજકો) દોડતા દોડતા તેમની પાસે આવ્યા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૯૫) (ઇબ્રાહીમ અ.સ.)એ કહ્યું, તમે તેમની પૂજા કરી રહ્યા છો, જેમને તમે કોતરો છો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૯૬) જો કે તમારું અને તમારી બનાવેલી વસ્તુઓનું સર્જન અલ્લાહએ જ કર્યું.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૯૭) તેઓ કહેવા લાગ્યા, તેના માટે એક ઘર બનાવો અને તે (ભળકે બળતી) આગમાં તેને નાંખી દો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૯૮) તેમણે તો તેમની (ઇબ્રાહીમ) સાથે યુક્તિ કરવાનું ઇચ્છયું, પરંતુ અમે તેમને જ હીન કરી દીધા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૯૯) અને તેમણે કહ્યું, હું તો હિજરત કરી પોતાના પાલનહાર તરફ જવાનો છું, તે જરૂર મને માર્ગ બતાવશે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૦૦) હે મારા પાલનહાર ! મને સદાચારી સંતાન આપ,
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૦૧) તો અમે તેમને એક ધૈર્યવાન સંતાનની ખુશખબરી આપી.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૦૨) પછી જ્યારે તે (બાળક) એટલી વયે પહોંચ્યો કે તેમની સાથે હરે-ફરે, તો તેમણે કહ્યું, મારા વ્હાલા દીકરા ! હું સપનામાં તને ઝબેહ કરતા જોઇ રહ્યો છું, હવે તું જણાવ કે તારો વિચાર શું છે ? દીકરાએ જવાબ આપ્યો કે, પિતાજી ! જે આદેશ આપવામાં આવ્યો છે તેને કરી લો, "ઇન્ શાઅ અલ્લાહ" તમે મને ધીરજ રાખનાર પામશો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૦૩)જ્યારે બન્ને માની ગયા અને તેમણે (પિતાએ) તેને (દીકરાને) ઊંધા માથે પાડી દીધો,
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૦૪) તો અમે અવાજ આપ્યો કે હે ઇબ્રાહીમ ! 
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૦૫) ખરેખર તમે પોતાના સપનાને સાચું કરી બતાવ્યું. નિ:શંક અમે સત્કાર્યો કરનારને આવી જ રીતે બદલો આપીએ છીએ.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૦૬) ખરેખર આ ખુલ્લી કસોટી હતી.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૦૭) અને અમે એક મોટી કુરબાની તેના ફિદયહમાં (બદલામાં) આપી દીધી,
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૦૮) અને અમે તેમનું સારું નામ પાછળના લોકોમાં બાકી રાખ્યું.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૦૯) ઇબ્રાહીમ અ.સ. પર સલામ છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૧૦) અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૧૧) નિ:શંક તે અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૧૨) અને અમે તેમને ઇસ્હાક અ.સ,પયગંબરની ખુશખબરી આપી, જે સદાચારી લોકો માંથી હશે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૧૩) અને અમે ઇબ્રાહીમ અને ઇસ્હાક પર ખૂબ કૃપા કરી અને તે બન્નેના સંતાન માંથી કેટલાક સદાચારી છે અને કેટલાક પોતાના પર ખુલ્લો અત્યાચાર કરવાવાળા છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૧૪) નિ:શંક અમે મૂસા અને હારૂન અ.સ. પર ઘણો જ ઉપકાર કર્યો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૧૫) અને તેમને તથા તેમની કોમને ખૂબ જ દુ:ખદાયી યાતનાથી છુટકારો આપ્યો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૧૬) અને તેમની મદદ કરી, જેથી તેઓ જ વિજયી રહ્યા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૧૭) અને અમે તેમને પ્રકાશિત કિતાબ આપી.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૧૮) અને તેમને સત્ય માર્ગ પર રાખ્યા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૧૯) અને અમે તે બન્ને માટે પાછળ આવનારામાં આ વાત બાકી રાખી.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૨૦) કે મૂસા અને હારૂન અ.સ. પર સલામ,
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૨૧) નિ:શંક અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૨૨) નિ:શંક તે બન્ને અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૨૩) નિ:શંક ઇલ્યાસ અ.સ. પણ પયગંબરો માંથી હતા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૨૪) જ્યારે તેમણે પોતાની કોમને કહ્યું, તમે અલ્લાહથી ડરતા નથી ?
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૨૫) શું તમે બ-અ-લ (એક મૂર્તિનું નામ)ને પોકારો છો ? અને સૌથી શ્રેષ્ઠ સર્જનહારને છોડી દો છો. 
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૨૬) અલ્લાહ, જે તમારો અને તમારાથી પહેલાના લોકોનો પાલનહાર છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૨૭)પરંતુ કોમના લોકોએ તેમને જુઠલાવ્યા. બસ ! તેઓને જરૂર (યાતનામાં) હાજર કરવામાં આવશે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૨૮) અલ્લાહ તઆલાના નિખાલસ બંદાઓ સિવાય.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૨૯) અમે (ઇલ્યાસ અ.સ.) નું સારું નામ પાછળના લોકોમાં બાકી રાખ્યું.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                                                                        
                    
                                                                                    ૧૩૧) અમે સત્કાર્ય કરવાવાળાઓને આવી જ રીતે બદલો આપીએ છીએ.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૩૨) નિ:શંક તે અમારા સદાચારી બંદાઓ માંથી હતા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૩૩) નિ:શંક લૂત અ.સ. પણ પયગંબરો માંથી હતા,
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૩૪) અમે તેમને અને તેમના ઘરવાળાઓ, દરેકને છુટકારો આપ્યો,
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૩૫) તે વૃદ્વ સ્ત્રી સિવાય, જે પાછળ રહેનારા લોકોમાં બાકી રહી ગઇ. 
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૩૬) પછી અમે બીજાને નષ્ટ કરી દીધા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૩૭) અને તમે સવારના સમયે તેમની વસ્તીઓ પાસેથી પસાર થાવ છો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૩૮) અને રાતના સમયે પણ, શું તો પણ નથી સમજતા ?
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૩૯) અને નિ:શંક યૂનુસ અ.સ. પયગંબરો માંથી હતા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૪૦) જ્યારે ભાગીને ભરેલી હોડી તરફ પહોંચ્યા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૪૧) પછી ચિઠ્ઠી નાંખવામાં આવી, તો તેઓ હારી ગયા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૪૨)તો પછી તેમને માછલી ગળી ગઇ અને તેઓ પોતાને જ દોષિત ઠેરવવા લાગ્યા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૪૩) બસ ! જો તેઓ પવિત્રતાનું વર્ણન ન કરતા,
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૪૪)તો લોકોને ઉઠાડવાના (કયામતના) દિવસ સુધી માછલીના પેટમાં રહેતા. 
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૪૫)બસ ! તેમને અમે સપાટ મેદાનમાં નાંખી દીધા અને તેઓ તે સમયે બિમાર હતા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૪૬)અને તેમના પર છાંયડો કરવા માટે એક વેલવાળું વૃક્ષ અમે ઉગાડી દીધું. 
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૪૭)અને અમે તેમને એક લાખ કરતાં પણ વધારે લોકો તરફ મોકલ્યા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૪૮) બસ ! તેઓ ઈમાન લાવ્યા અને અમે તેમને એક સમયગાળા સુધી વૈભવી જીવન આપ્યું.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૪૯) તેમને પૂછો કે શું તમારા પાલનહારને દીકરીઓ છે અને તેમના દીકરા છે?
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૫૦) અથવા આ લોકો તે સમયે હાજર હતા, જ્યારે અમે ફરિશ્તાઓનું સર્જન સ્ત્રીજાતિમાં કર્યું ?
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૫૧) જાણી લો, કે આ લોકો પોતે ઘડી કાઢેલી વાતો કહી રહ્યા છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૫૨) કે અલ્લાહને સંતાન છે, ખરેખર આ લોકો જુઠ્ઠા છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૫૩)શું અલ્લાહ તઆલાએ પોતાના માટે દીકરીઓને દીકરાઓ પર પ્રાથમિકતા આપી ?
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૫૪) તમને શું થઇ ગયું છે ? કેવી વાતો કહેતા ફરો છો ?
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૫૫) શું તમે સમજતા પણ નથી ?
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૫૬) અથવા તમારી પાસે આ વાતનો કોઇ સ્પષ્ટ પુરાવો છે ?
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૫૭) તો જાવ, સાચા હોવ તો પોતાની જ કિતાબ લઇ આવો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૫૮) અને તે લોકોએ અલ્લાહ અને જિન્નાત વચ્ચે સંબંધ ઠેરાવ્યો, જો કે જિન્નાતો પોતે જાણે છે કે તેઓ (આવી આસ્થા રાખનારા લોકો)યાતના સામે રજૂ કરવામાં આવશે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૫૯) જે કંઈ આ લોકો વર્ણન કરી રહ્યા છે તેનાથી અલ્લાહ તઆલા પવિત્ર છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૬૦) અલ્લાહના નિખાલસ બંદાઓ સિવાય.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૬૧) ખરેખર તમે સૌ અને તમારા પૂજ્યો,
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૬૨) કોઇ એકને પણ પથભ્રષ્ટ કરી નથી શકતા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૬૩) જે જહન્નમમાં રહેવાવાળો છે તેના સિવાય.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૬૪) (ફરિશ્તાઓની વાત એવી છે કે) અમારા માંથી દરેકની જગ્યા નક્કી છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૬૫) અને અમે (અલ્લાહની બંદગી માટે) લાઇનબંધ ઊભા છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૬૬) અને તેના નામનું સ્મરણ કરી રહ્યા છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૬૭) ઇન્કાર કરનાર કહેતા હતા,
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૬૮) કે જો અમારી સામે પહેલાના લોકોનું વર્ણન કરવામાં આવતું,
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૬૯) તો અમે પણ અલ્લાહના નિકટના બંદા બની જતાં.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૭૦) પરંતુ આ કુરઆનનો ઇન્કાર કરવા લાગ્યા, બસ ! હવે નજીકમાં જ જાણી લેશે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૭૧) અને અમારું વચન પહેલાથી જ પોતાના પયગંબરો માટે નક્કી થઇ ગયું છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૭૨) કે ખરેખર તે લોકોની જ મદદ કરવામાં આવશે. 
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૭૩) અને અમારું જ લશ્કર વિજય મેળવશે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૭૪) હવે તમે થોડાંક દિવસ સુધી તેમનાથી મોઢું ફેરવી લો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૭૫) અને તેમને જોતા રહો અને તે લોકો પણ આગળ જોઇ લેશે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૭૬) શું આ લોકો અમારા પ્રકોપની ઉતાવળ કરી રહ્યા છે ?
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૭૭) સાંભળો ! જ્યારે અમારો પ્રકોપ તેમના મેદાનમાં આવી જશે, તે સમયે તેમની સવાર ખૂબ જ ખરાબ હશે , જે લોકોને સચેત કરવામાં આવ્યા હતા. 
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૭૮) તમે થોડોક સમય સુધી તેમનો વિચાર કરવાનું છોડી દો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૭૯) અને જોતા રહો કે તે લોકો પણ હમણા જ જોઇ લેશે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૮૦) પવિત્ર છે તમારો પાલનહાર, જે ઘણી જ ઇજજતવાળો છે, તે દરેક વસ્તુથી (જેનું મુશરિક લોકો) વર્ણન કરે છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                                                                        
                    
                                                                                    ૧૮૨) અને દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે.