ترجمة معاني سورة المدّثر
 باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية
            .
            
                                    من تأليف: 
                                            رابيلا العُمري
                                                            .
                                                
            
                                                                                                            ﰡ
                                                                                        
                    
                                                                                                                                        
                    
                                                                                    ૨)  રાત્રિ (ના સમયે નમાઝ) માં ઉભા થઇ જાવ પરંતુ ઓછું,
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩)  અડધી રાત અથવા તો તેનાથી પણ થોડું ઓછું કરી દો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪)  અથવા તો તેનાથી થોડુ વધારી દો અને કુરઆન રૂકી રૂકીને (સ્પષ્ટ) પઢયા કર.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૫)  નિ:શંક અમે તમારા પર ખુબ જ ભારે વાત નજીકમાં જ ઉતારીશું.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૬)  નિ:શંક રાતમાં ઉઠવું મન ઉપર કાબૂ મેળવવા માટે ખુબ જ અસરકારક છે અને વાતને યોગ્ય કરી દેવાનું કારણ છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૭)  હકીકતમાં તમને દિવસભર ઘણી જ વ્યસ્તતા હોય છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૮)  તમે  પોતાના  પાલનહારના  નામનું  સ્મરણ  કરતા  રહો  અને  દરેક સર્જનીઓથી કપાઇને તેની જ તરફ ધ્યાન ધરી દો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૯)  પૂર્વ  અને  પશ્ર્ચિમનો  પાલનહાર  જેના  સિવાય  કોઇ  મઅબૂદ (બંદગીને લાયક) નથી, તમે તેને જ પોતાનો કાર્યસાધક બનાવી લો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૦) અને જે કઇં તે કહે તેના પર ધૈર્ય રાખો અને સજ્જનતાપૂર્વક તેમનાથી જુદા થઇ જાવ.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૧) મને અને તે જુઠલાવનાર ખુશહાલ લોકોને છોડી દો અને તેમને થોડીક મહેતલ આપી દો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૨) નિ:શંક અમારી પાસે સખત સાંકળો છે અને ભળકે બળતી જહન્નમ છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૩) અને ગળામાં ફસાઇ જનાર ખોરાક છે અને દુ:ખદાયી યાતના છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૪) જે દિવસે ધરતી અને પર્વતો ધ્રૂજી ઉઠશે અને પર્વતો વિખેરાયેલી રેતી જેવા બની જશે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૫)  નિ:શંક  અમે  તમારી  તરફ  પણ  તમારા  પર  સાક્ષી  આપનાર પયગંબર મોકલી દીધા છે. જેવું કે અમે ફિરઔન તરફ પયગંબર મોકલ્યા હતા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૬) તો ફિરઔનને તે પયગંબરની વાત ન માની તો અમે તેને સખત (સજામાં) પકડી લીધા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૭) જો તમે ઇન્કારી રહ્યા, તો તે દિવસે કેવી રીતે શરણ પામશો જે દિવસ બાળકોને વૃધ્ધ કરી દેવામાં આવશે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૮) જે દિવસે આકાશ ફાટી પડશે, અલ્લાહ તઆલાનું આ વચન થઇને જ રહશે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૯) નિ:શંક આ શિખામણ છે, બસ ! જે ઇચ્છે તે પોતાના પાલનહાર તરફ જતો માર્ગ અપનાવી લેં.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૦) તમારો પાલનહાર સારી રીતે જાણે છે કે તમે અને તમારા સાથેનું એક જૂથ  લગભગ  બે-તૃતિયાંશ  રાત  અને  અડધી  રાત  અથવા  એક- તૃતિયાંશ રાતમાં તહજ્જુદ (મોડી રાત્રે પઢવામાં આવતી નમાઝ) પઢે છે. અને રાત દિવસનો હિસાબ અલ્લાહ તઆલા પાસે જ છે, તે (ખૂબ) જ જાણે છે કે તમે તેને કદાપી પાળી નહી શકો બસ ! તેણે તમારા પર કૃપા કરી, જેથી જેટલું કુરઆન પઢવું તમારા માટે સરળ હોય તેટલું જ પઢો. તે જાણે છે કે તમારામાંથી કેટલાક બિમાર પણ હશે, કેટલાક બીજા ધરતી પર હરી-ફરીને અલ્લાહ તઆલાની કૃપા (એટલે કે રોજી) પણ શોધશે અને કેટલાક લોકો અલ્લાહ તઆલાના રસ્તામાં જિહાદ (ધાર્મિક યુધ્ધ)  પણ કરશે, તો તમે જેટલું કુરઆન સરળતાથી પઢી શકો પઢો અને નમાઝ પાબંદીથી પઢતા રહો અને ઝકાત (ધર્મદાન) આપતા રહો અને અલ્લાહ તઆલાને સારૂ ઋણ આપો અને જે સદકાર્ય તમે તમારા માટે આગળ મોકલશો તેને અલ્લાહ તઆલાને ત્યાં અતિઉત્તમ અને બદલામાં ખુબજ વધારે પામશો, અલ્લાહ તઆલા પાસે ક્ષમા માંગતા રહો, નિ:શંક અલ્લાહ તઆલા ક્ષમા કરનાર કૃપાવાળો છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                                                                        
                    
                                                                                    ૨૨) પછી ભંવા ચઢાવ્યા અને મોઢું બગાડ્યુ.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૩) પછી પૂંઠ ફેરવી અને ઘમંડ કર્યુ.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૪) અને કહેવા લાગ્યો કે આ તો ફકત જાદુ છે જે નકલ કરવામાં આવે છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૫) માનવીના કથન સિવાય કશું જ નથી.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૬) હું નજીકમાં તેને જહન્નમમાં નાખીશ.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૭) અને તને શું ખબર કે જહન્નમ શું છે ?
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૮) ન તે બાકી રાખે છે ન છોડે છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૯) ચામડીને બાળી નાખે છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૦) અને તેમાં ઓગણીસ (ફરિશ્તાઓ નક્કી) છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૧) અમે જહન્નમની દેખરેખ રાખનાર ફકત ફરિશ્તાઓ રાખ્યા છે અને અમે તેમની સંખ્યા ફકત ઇન્કારીઓને કસોટી માટે નક્કી કરી છે. જેથી કિતાબવાળા માની લે અને ઇમાનવાળાઓના ઇમાનમાં વધારો થાય અને કિતાબવાળા અને ઇમાનવાળા શંકા ન કરે અને જેના હૃદયોમાં બિમારી છે તે અને ઇન્કારી કહે કે આ બયાનથી અલ્લાહ તઆલા શું ઇચ્છે છે ? આવી જ રીતે અલ્લાહ તઆલા જેને ઇચ્છે છે તેને વિદ્રોહી બનાવી દે છે અને જેને ઇચ્છે છે સત્ય માર્ગ પર લાવી દે છે, તારા પાલનહારના લશ્કરને તેના સિવાય કોઇ નથી જાણતુ. આ ભરોસો આદમની સંતાનો માટે ખરેખર શિખામણ જ છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૨) સાચું કહું છું સોગંદ છે ચંદ્રના.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૩) અને રાત્રિના જ્યારે તે પાછી ફરે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૪) અને સવારના જ્યારે તે પ્રકાશિત થઇ જાય.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૫) કે (નિ:શંક તે જહન્નમ) મોટી વસ્તુઓમાંથી એક છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૬) આદમની સંતાનને ચેતવણી આપનારી.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૭) (એટલે) તેને જે તમારાથી આગળ વધવા માગે અથવા પાછા હટવા માંગે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૮) દરેક વ્યક્તિ પોતાના કાર્યોના બદલામાં ગીરો છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                                                                        
                    
                                                                                    ૪૦) કે તેઓ જન્નતોમાં (બેઠેલા) દુરાચારીઓથી.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                                                                        
                    
                                                                                    ૪૨) તમને જહન્નમમાં કઇ વસ્તુએ નાખ્યા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪૩) તેઓ જવાબ આપશે કે અમે નમાઝ નહતા પઢતા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪૪) ન તો લાચારોને ખાવાનુ ખવડાવતા હતા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪૫)  અને  અમે  વાદવિવાદ  કરનાર  (ઇન્કારીઓ)  ને  સાથ  આપી વાદવિવાદમાં વ્યસ્ત રહેતા હતાં.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪૬) અને બદલાના દિવસને જૂઠલાવતા હતા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪૭) અહીં સુધી કે અમે મૃત્યુ સુધી પહોંચી ગયા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪૮) બસ ! તેમને ભલામણ કરનારાઓની ભલામણ ફાયદો નહીં પહોંચાડે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪૯) તેમને શું થઇ ગયું છે ? કે શિખામણથી મોઢું ફેરવી રહ્યા છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૫૦) જાણે કે તેઓ ભડકી ગયેલા ગધેડા છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૫૧) જે સિંહથી ડરીને ભાગ્યા હોય.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૫૨)  પરંતુ  તેમાથી  દરેક  વ્યક્તિ  ઇચ્છે  છે  કે  તેને  ખુલ્લી  કિતાબો આપવામાં આવે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૫૩) કદાપી એવું નથી (હોઇ શકતું પરંતુ) આ લોકો કયામતથી નીડર છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૫૪) સત્ય વાત તો એ છે કે આ (કુરઆન) એક શિખામણ છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૫૫) હવે જે ઇચ્છે તે શિખામણ પ્રાપ્ત કરે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૫૬)  અને  તેઓ  તે  સમયે  શિખામણ  પ્રાપ્ત  કરશે,  જ્યારે  અલ્લાહ તઆલા ઇચ્છે, તે (અલ્લાહ) જ આનો હકદાર છે કે તેનાથી ડરવામાં આવે, અને તેના માટે યોગ્ય છે કે તે (ડરવાવાળાને) ક્ષમા કરી દેં.