ترجمة معاني سورة الحاقة
 باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية
            .
            
                                    من تأليف: 
                                            رابيلا العُمري
                                                            .
                                                
            
                                                                                                            ﰡ
                                                                                        
                    
                                                                                                                                        
                    
                                                                                    ૨)  સાબિત થવાવાળી શું છે ?
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩)  અને તને શું ખબર કે તે સાબિત થનાર શું છે ?
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪)  તે ખખડાવી દેનારને ષમૂદ અને આદ ( પ્રાચીન સમયની તાકતવર કૌમોએ) જુઠલાવી દીધી.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૫)  (જેના પરિણામ રૂપે) ષમૂદને ત્રાસજનક (અને ઊંચા) અવાજ વડે નષ્ટ કરવામાં આવ્યા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૬)  અને આદ ને તીવ્ર તોફાની આંધીથી નષ્ટ કરી દેવામાં આવ્યા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૭)   જેને તેમના પર નિરંતર સાત રાત્રિઓ અને આઠ દિવસ સુધી (અલ્લાહએ) છવાયેલી રાખી. બસ ! તમે જોતા કે આ લોકો જમીન પર એવી રીતે પટકાયેલા પડયા છે જેવી રીતે કે ખજૂરના ખોખલા થડ હોય.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૮)  શું તેમના માંથી કોઇ પણ તમને બાકી દેખાઇ છે ?
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૯)  ફિરઔન અને તેનાથી પહેલાના લોકો અને જેમની વસ્તીઓ પલટાવી નાખી તેમણે પણ અપરાધ આચર્યો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૦) અને પોતાના પાલનહારના પયગંબરની અવગણના કરી. (છેવટે) અલ્લાહ એ તેઓને (પણ) સખત પકડમાં લઇ લીધા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૧) જ્યારે પાણીમાં તોફાન આવી ગયું તો તે સમયે અમે તમને નૌકામાં સવાર કરી દીધા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૨) જેથી તે તમારા માટે શિખામણ અને યાદગાર બની જાય અને (જેથી) યાદ રાખવાવાળા કાન તેને યાદ રાખે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૩) બસ ! જ્યારે સૂરમાં એક ફૂંક મારવામાં આવશે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૪) અને જમીન તથા પર્વતો ઉઠાવી લેવામાં આવશે. અને એક જ પ્રહારમાં ચૂરેચૂરા કરી દેવામાં આવશે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૫) તે દિવસે થઇ જનારી (કયામત) થઇ જશે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૬) અને આકશ ફાટી જશે, અને તે દિવસે ઘણું જ નબળુ પડી જશે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૭) તેના કિનારાઓ પર ફરિશ્તાઓ હશે, અને તારા પાલનાહારનો અર્શ તે દિવસે આઠ (ફરિશ્તાઓ) પોતાના ઉપર ઉઠાવેલ હશે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૮) તે દિવસે તમે સૌ રજૂ કરવામાં આવશો, તમારૂ કોઇ રહસ્ય છૂપાયેલું નહી રહે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૯) તો, જેને તેનું કર્મપત્ર જમણા હાથમાં આપવામાં આવશે, તો તે કહેવા લાગશે કે “ લો મારૂ કર્મપત્ર વાંચી લો”.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૦) મને તો સંપૂર્ણ વિશ્ર્વાસ હતો કે મને મારો હિસાબ મળશે જ.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૧) બસ ! તે એક મનગમતા જીવનમાં હશે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૨) ઉચ્ચ દરજ્જાવાળી જન્નતમાં
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૩) જેના ગુચ્છા નમી પડેલા હશે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૪)  (તેમને  કહેવામાં  આવશે)  કે  આનંદથી  ખાઓ  પીઓ,  પોતાના  તે કર્મોના બદલામાં જે તમે વિતેલા દિવસોમાં કર્યા. 
                                                                         
                                                                                                                                        
                    
                                                                                     ૨૫) પરંતુ જેનું કર્મપત્ર તેના ડાબા હાથમાં આપવામાં આવશે તો તે કહશે કે “ કદાચ મને મારૂ કર્મપત્ર આપવામાં જ ન આવ્યુ હોત”.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૬) અને હું જાણતો જ ન હોત કે હિસાબ શું છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૭) કદાચ ! કે મૃત્યુ (મારૂ) કામ પુરૂ કરી દેત.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૮) મારૂ ધન પણ મને કંઇ ફાયદો ન પહોંચાડી શક્યુ.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૯) મારી સત્તા પણ મારા પાસેથી જતી રહી.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૦) આદેશ આપવામાં આવશે, તેને પકડી લો પછી તેને ગાળિયું પહેરાવી દો,
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૧) પછી તેને દોઝખમાં નાખી દો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૨) પછી તેને એવી સાંકળમાં બાંધી દો જેની માપણી સિત્તેર હાથ લાંબી છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૩) નિ:શંક તે મહાનતાવાળા અલ્લાહ પર ઇમાન નહતો રાખતો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૪) અને લાચારને ખવડાવવા માટે પ્રોત્સાહન નહતો આપતો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૫) બસ ! આજે તેનું ન કોઇ મિત્ર છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૬) અને ન તો પરૂ સિવાય તેનુ કોઇ ભોજન છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૭) જેને ગુનેગાર સિવાય કોઇપણ નહીં ખાય.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૮) બસ ! મને સોગંદ છે તે વસ્તુઓના જેને તમે જુઓ છો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૯) અને તે વસ્તુઓના જેને તમે નથી જોતા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪૦) કે નિ:શંક આ (કુરઆન) પ્રતિષ્ઠિત પયગંબરનું કથન છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪૧) આ કોઇ કવિનું કથન નથી (અફસોસ) તમે ભાગ્યે જ ઇમાન લાવો છો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪૨) અને ન તો કોઇ જયોતિષનું કથન છે. (અફસોસ) ભાગ્યે જ શિખામણ પ્રાપ્ત કરો છો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪૩) (આ તો ) જગતના પાલનહારે અવતરિત કરેલ છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪૪) અને જો આ (મુહમ્મદ પયગંબર) અમારા પર કોઇપણ વાત ઘડત.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪૫) તો જરૂરથી અમે તેનો જમણો હાથ પકડી લેતા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪૬) પછી તેની ધોરી નસ કાપી નાખતા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪૭) પછી તમારામાંથી કોઇ પણ મને તે કામથી અટકાવનાર ન હોત.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪૮) નિ:શંક આ કુરઆન ડરવાવાળાઓ માટે શિખામણ છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪૯) અમને ખરેખર જાણ છે કે તમારામાંથી કેટલાક તેને જુઠલાવનારા છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૫૦) નિ:શંક (આ જુઠલાવવુ) ઇન્કારીઓ ઉપર ખેદ છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૫૧) અને નિ:શંક આ તદ્દન વિશ્ર્વસનીય સત્ય છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૫૨) બસ ! તુ પોતાના મહાન પાલનહારની પવિત્રતા બયાન કર.