ترجمة معاني سورة القمر
 باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية
            .
            
                                    من تأليف: 
                                            رابيلا العُمري
                                                            .
                                                
            
                                                                                                            ﰡ
                                                                                        
                    
                                                                                    ૧) કયામત નજીક આવી ગઇ અને ચંદ્ર ફાટી ગયો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨)  આ લોકો, જો કોઇ નિશાની જોઇ લે છે તો મોઢું ફેરવી લે છે અને કહી દે છે કે આ તો પહેલાથી ચાલી આવતુ જાદુ છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩)  તેઓએ જુઠલાવ્યુ અને પોતાની મનેચ્છાઓનું અનુસરણ કર્યો. અને દરેક કાર્ય નક્કી કરેલ સમય પ્રમાણે છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪)  નિ:શંક તેમની પાસે તે વાતો આવી પહોંચી છે જેમાં ઝાટકણી (ની શિખામણ) છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૫)  અને સંપૂર્ણ બુધ્ધીવાળી વાત છે. પરંતુ આ ડરાવનારી વાતોએ પણ કોઇ ફાયદો ન પહોંચાડયો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૬)  બસ  !  (હે  પયગંબર)  તમે  તેમનાથી  છેટા  રહો.  જે  દિવસે  એક પોકારવાવાળો અણગમતી વસ્તુ તરફ પોકારશે,
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૭)  આ નમેલી આંખો કબરોમાંથી એવી રીતે નીકળશે જેવાકે વિખેરાયેલા તીડાં છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૮)  પોકારવાવાળા તરફ દોડતા હશે અને ઇન્કારીઓ કહેશે આ દિવસ ઘણો જ સખત છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૯)   આ  લોકો  પહેલા  નૂહની  કોમના  લોકોએ  પણ  અમારા  બંદાને જુઠલાવ્યા હતા અને પાગલ કહીં ઝાટકી નાખ્યો હતો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૦) બસ ! તેણે પોતાના પાલનહારથી દુઆ કરી કે હું લાચાર છું તું મારી મદદ કર.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૧) બસ ! અમે આકાશના દ્વારને મુશળધાર વરસાદથી ખોલી નાખ્યા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૨) અને ધરતી માંથી ઝરણાઓને વહેતા કરી દીધા. બસ ! તે કાર્ય પર જેટલું પાણી મુકદ્દર કરવામાં આવ્યુ હતું તે નિમીત થઇ ગયું
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૩) અને અમે તેને પાટિયા અને ખીલાવાળી (નૌકા) પર સવાર કરી દીધા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૪) જે અમારી દેખરેખ હેઠળ ચાલી રહી હતી. આ હતો બદલો તે લોકો માટેજેનો ઇન્કાર કરવામાં આવી રહ્યો હતો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૫) અને નિ:શંક અમે આ કિસ્સાને નિશાની બનાવી બાકી રાખ્યો, બસ ! કોઇ છે શિખામણ પ્રાપ્ત કરનાર ?
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૬) બતાવો મારી યાતના અને મારી ચેતવણીઓ કેવી હતી ?
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૭) અને નિ:શંક અમે કુરઆનને સમજવા માટે સરળ કરી દીધુ છે, બસ ! કોઇ છે બોધ ગ્રહણ કરનાર ?
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૮) આદની કોમે પણ જુઠલાવ્યું, બસ ! બતાવો મારી યાતના અને મારી ચેતવણીઓ કેવી હતી ?
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૧૯) અમે તેમના પર સખત વાવાઝોડું, એક ભયાવહ દિવસે મોકલ્યું,
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૦) જે લોકોને ઉપાડી-ઉપાડીને એવી રીતે ફેંકતુ હતું જેમકે મૂળમાંથી ઉખાડેલા ખજૂરના વૃક્ષો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૧) બતાવો મારી યાતના અને મારી ચેતવણીઓ કેવી હતી ?
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૨) નિ:શંક અમે અમે કુરઆનને સમજવા માટે સરળ કરી દીધુ છે, બસ ! કોઇ છે બોધ ગ્રહણ કરનાર ?
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૩) ષમૂદની કોમે ચેતવણી આપનારને જુઠલાવ્યા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૪)  અને  કહેવા  લાગ્યા  શું  અમારા  માંથી  એક  વ્યક્તિની  વાતોનું અનુસરણ કરીએ ? ત્યારે તો અમે નિ:શંક ભૂલ અને પાગલપણામાં પડેલા હોઇશું.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૫) શું અમારા માંથી ફકત તેના પર જ વહી ઉતારવામાં આવી ? ના પરંતુ તે તો જુઠો અહંકારી છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૬) હવે સૌ જાણી લે શે કાલે કે કોણ જુઠો અને અહંકારી હતો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૭) નિ:શંક અમે તેમની કસોટી માટે ઊંટણી મુકલીશું. બસ ! (હે સાલિહ અ.સ.) તમે રાહ જૂઓ અને ધૈર્ય રાખો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૮) હાં તેઓને ચેતવણી આપી દો કે પાણી તેઓની વચ્ચે વહેંચણી માટે છે, દરેક પોતાની વારી પર હાજર થશે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨૯) તેમણે પોતાના સાથીને બોલાવ્યો જેણે હુમલો કર્યો અને પગ કાપી નાખ્યા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૦) બસ ! બતાવો મારી યાતના અને મારી ચેતવણીઓ કેવી હતી ?
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૧) અમે તેઓના પર એક અવાજ (ભયંકર ચીસ) મોકલી. બસ ! એવા થઇ ગયા જેવા કે કાંટાની છુંદાયેલી વાડ.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૨) અમે શિખામણ માટે કુરઆનને સરળ કરી દીધુ છે, બસ ! છે કોઇ જે બોધ ગ્રહણ કરે ?
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૩) લૂતની કોમે પણ ચેતવણી આપનારાઓને જુઠલાવ્યા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૪)  નિ:શંક  અમે  તેમના  પર  પત્થરો  નો  વરસાદ  મોકલ્યો.  લૂતના ઘરવાળા સિવાય તેમને અમે સહરીના સમયે,
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૫) મારા ઉપકારથી બચાવી લીધા, દરેક આભારીને અમે આવી જ રીતે બદલો આપીએ છીએ.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૬) નિ:શંક (લૂતે) તેઓને અમારી પકડથી ડરાવ્યા હતા. પરંતુ તેમણે ચેતવણી આપનાર સાથે (શંકા અને) ઝઘડો કર્યો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૭) અને (લૂત) ને તેઓએ તેના મહેમાનો વિશે ઊશ્કેર્યા,  બસ ! અમે તેઓને આંધળા કરી દીધા, (અને કહી દીધુ) મારી યાતના અને મારી પકડની મજા ચાખો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૮) અને સાચ્ચી વાત છે કે તેઓને પરોઢમાં જ એક જ્ગ્યા પર નક્કી કરેલ યાતનાએ નષ્ટ કરી દીધા
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩૯) બસ ! મારી યાતના અને ચેતવણીઓનો મજા ચાખો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪૦) અને નિ:શંક અમે કુરઆનને શિખામણ માટે સરળ કરી દીધું છે, બસ ! છે કોઇ જે બોધ ગ્રહણ કરે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪૧) અને ફિરઔન ની કોમ પાસે પણ ચેતવણી આપનાર આવ્યા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪૨) તે લોકોએ અમારી દરેક નિશાનીઓ જુઠલાવી. બસ ! અમે તેઓને ખુબ જ વિજયી, તાકાતવાર પકડનારની માફક પકડી લીધા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪૩) હે ઇન્કારીઓ ! શું તમારૂ ઇન્કાર કરવું તેમના ઇન્કાર કરવા જેવું નથી ? અથવા તમારા માટે આગળના ગ્રર્થોમાં છુટકારો લખેલો છે?
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪૪) અથવા આ લોકો કહે છે કે અમે વિજય પામનારૂ જૂથ છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪૫) નજીકમાં જ આ જૂથ હારી જશે, અને પીઠ બતાવી ભાગી જશે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪૬) પરંતુ કયામત નો સમય તેના વચન પ્રમાણે છે અને કયામત ઘણી જ સખત અને કડવી વસ્તુ છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪૭) નિ;શંક દુરાચારી ગેરમાર્ગે અને યાતનામાં છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪૮) જે દિવસે તેઓ પોતાના મોઢા ભેર આગમાં ઘસડીને લઇ જવામાં આવશે,  (અને  તેને  કહેવામાં  આવશે)  જહન્નમની  આગનો  મજા ચાખો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪૯) નિ:શંક અમે દરેક વસ્તુને એક અંદાજા પર પેદા કરી છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૫૦) અને અમારો આદેશ ફકત એક વખત જ હોય છે જેમકે પલકવારમાં.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૫૧)  અને  અમે  તમારા  જેવા  ઘણાને  નષ્ટ  કરી  દીધા,  બસ!  છે  કોઇ શિખામણ ગ્રહણ કરનાર ?
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૫૨) જે કંઇ પણ તેઓએ (કર્મો) કર્યા છે તે બધુ જ કર્મનોંધમાં લખેલ છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૫૩) (આવી જ રીતે) દરેક નાની મોટી વાત પર લખેલ છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૫૪) નિ:શંક અમારો ડર રાખનાર જન્નતો અને નહેરોમાં છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૫૫) સાચું પ્રતિષ્ઠાનું સ્થાન, તાકાતવર બાદશાહ પાસે.